Book Title: Vishva Vandya Vichar Ratnakar
Author(s): Chotalal Jivanlal
Publisher: Upendra Bhagwat Smarak Pravrtutti Pravartak Shreyas Sadhako

View full book text
Previous | Next

Page 160
________________ વિચારરત્નશિ ] ૧૫૧ મુખમાં પડેલા ખાડાથી તેમના અંતઃકરણની શોકનિમગ્ન સ્થિતિને તત્કાળ કળી જાય છે. શાકથી કશો જ લાભ થતા નથી, પણ ઊલટી સર્વ પ્રકારે હાનિ જ થાય છે. આથી શાકાશ્રુને લોહી નાખવાં એ જ સર્વાંત્કૃષ્ટ યુદ્ધિનું ચિહ્ન છે; અને શોકનો કેવી રીતે જય કરવા, તેનું ગમે તે મનુષ્ય જ્ઞાન પ્રાપ્ત કરી શકે એમ છે. ૨૭૩. ભયની વૃત્તિને સેવવી એ મનને અયોગ્યતાની કૃત્રિમ સ્થિતિમાં મૂકવા બરાબર છે. જે મનુષ્ય ભયને સેવે છે તે અચલપણે પોતાના સ્થાનમાં ટકી શકતો નથી, પણ શત્રુને આવતા દેખીને નાસવા માંડે છે, અથવા તો તેને શરણે જાય છે. પ્રતિકૂળ સ્થિતિના ભય ધરવા, એ પ્રતિકૂળ સ્થિતિને પોતાના માથાઉપર સંપૂર્ણ રીતે ચઢી બેસવા દેવા તુલ્ય છે. પ્રતિકૂળ સ્થિતિ ખરી ન હોય પણ આપણા મને કલ્પી કાઢી હોય તાપણ તેના ભય ધરવાથી તેવા જ પરિણામ આવે છે. જેના આપણે ભય ધરીએ છીએ, તેના આપણા મનમાં ઊંડા સસ્કાર પડે છે અને મનમાં જેના સંસ્કાર અથવા બીજક પડે છે, તે પછી મનમાં ઊગી નીકળે છે, અને આપણા બાહ્ય શરીરમાં વૃક્ષરૂપે પ્રકટે છે. આ પ્રકારના નિયમ હોવાથી જેને આપણે ભય ધરીએ છીએ, તે આપણા ઉપર આવી પડે છે. લોકેામાં પણ આ જ ભાવને સૂચવનારી કહેવત ચાલે છે કે ‘ જે ભૂતથી ખીએ છે, તેને તે સથી પહેલુ વળગે છે, ' અર્થાત્ વિપત્તિથી ભય પામનાર મનુષ્ય વિપત્તિને પોતાના ઉપર સત્વર આકષી આણે છે. ભયવાળી સ્થિતિમાં થતી ક્રિયા સંદા દુળ હોય છે, અને જ્યારે ભયનું પ્રમાણ ઘણુ વધારે હાય છે ત્યારે તો તે શરીરને શિથિલ અને છેક જ ખળવિનાનું કરી મૂકે છે. જેમને આ સબધમાં સંશય રહેતા હોય તેમણે અત્યંત ભયાકુલ મનુષ્યની પચન ક્રિયા કેવી થાય છે, તેનુ નિરીક્ષણ કરવું. તેને ખાતરી થશે કે પચનેન્દ્રિયના સધળા રસોમાં ભય કૅવા ભારે રાસાયનિક ફેરફાર કરી મૂકે છે. મનની સધળી પ્રતિકૂળ સ્થિતિઓમાં ભય સઉથી વધારેમાં વધારે હાનિ કરનાર છે, અને તેનું કારણ એ છે કે તેની અંતઃકરણમાં ઘણી જ ઊંડી અસર થાય છે. અને જેની ઘણી ઊંડી અસર થાય છે, તેના આપણા આંતર મનેઉપર સદા ઘણા દૃઢ સંસ્કાર પડે છે. આમ છતાં, સર્વ કાળ, સર્વાંમાં પૂર્ણ શ્રદ્ધા ધરવાથી ભયને આપણા મનમાંથી સમૂળ નાશ કરી શકાય છે. ૨૭૪. પ્રતિકૂળ માનસિક સ્થિતિની અસર નિવારવાને માટે, આંતર મનઉપર તે સ્થિતિની વિરોધી સ્થિતિના સંસ્કાર પાડવા જોઈએ. આ પ્રકારના અભ્યાસ સેવવાથી અયેાગ્ય વિચાર કરવાના સ્વભાવ પણ થાડા વખતમાં છૂટી જશે, અને વળી અનુકૂળ માનસિક સ્થિતિનુ બળ વધશે.

Loading...

Page Navigation
1 ... 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182