________________
વિચારરત્નરાશિ].
૧૫૭
છે, તેઓને નિરંતર ભય રહે છે કે રખેને આપણે આડે માર્ગે ચઢી જઈશું. તેઓને કેદના પણ નવા વિચારોને વાંચતાં શંકા થાય છે કે રખેને આ વાંચીશું તે આપણું આજ સુધીના સેવેલા કલ્યાણકારક નિશ્ચય બદલાઈ જશે, અને આપણે ઉધે રસ્તે દેરવાઈ જઈશું. આથી તેઓ પોતે નિશ્ચય કરેલા વિચારે વિના બીજું કશું જોતા કે વિચારતા નથી. વિશાળ જગતમાં કેવી કેવી નવી વિચારશ્રેણીઓ નીકળે છે, થોડાં વર્ષ ટકે છે, વળી બદલાય છે, વળી નવી નીકળે છે, તેના જ્ઞાનથી તેઓ કમનસીબ રહે છે. પણ આપણે જે માનીએ છીએ તેમાં આપણા આડા માર્ગે વહેવાનો ભય રહ્યો નથી; પણ જે આપણે માનીએ છીએ તે પ્રમાણે આપણે જે વર્તન કરીએ છીએ, તેમાં તથા આપણા વિચારો બદલવાને જ્યારે આપણે નિશ્ચય કરીએ છીએ ત્યારે તેમ કરવામાં આપણે શો હેતુ છે, તેમાં આપણું આડે માર્ગે વહેવાનો ભય રહ્યો છે. જ્યાં સુધી જીવન, પ્રેમ, અને સત્યને શોધવાને આપણો ઉદ્દેશ છે ત્યાં સુધી કઈ પણ વિચારના ક્ષેત્રમાં પ્રવેશતાં આપણને કશી ચિંતા નથી; બીજાઓને મોહ પમાડે એવા વિચારોના વિશાળ પ્રદેશમાં ગમે તેટલા દૂર આપણે પ્રવાસ કરી આવીશુંપણ આપણે ખરા માર્ગમાં જ રહ્યા કરીશું.
૨૯૫. આત્મસંયમની અર્થાત્ મનને વશ રાખવાની ખૂબી એ છે કે તે બે ધારવાળા ખડૂગની પેઠે બને રીતે ઉપયોગમાં આવે છે. મનને વ્યાપાર ન કરવો હોય ત્યારે વૃત્તિને ક્રિયારહિત રાખવાનું તેનામાં સામર્થ્ય છે, એટલું જ નહિ પરંતુ જ્યારે મનને કઈ વ્યાપારમાં જેવું હોય ત્યારે તેની સઘળી શક્તિઓને તેમાં જોડવાનું તથા જેટલે સમય જોવું હોય તેટલો સમય જોડવાનું તેનામાં સામર્થ્ય છે.
ર૯૬. જેણે પિતાના મનઉપર અંકુશ પ્રાપ્ત કર્યો છે, એવો પુરુષ જે સમયે, જે કામ, જેટલે સમય કરવું હોય તે સમયે, તે કામ, તેટલે સમય કરી શકે છે, પરંતુ જે કામ તેને કરવાની મરજી હોતી નથી, તે કામ તેને કરવું પડતું નથી, કારણ કે જે કામ તેને જે સમયે કરવું હોય છે, તે કામ કરવાને તે સમયે તે આરંભ કરી શકે છે અથવા તે તે કામને તે સમયે તે અટકાવી શકે છે.
ર૯૭. આત્મસંયમ સિદ્ધ કરનાર પુરુષના મનમાં કંઈ પણ મૃતવત અથવા જડવત હેતું નથી; પ્રવૃત્તિ કરવાની જ્યારે જરૂર પડે છે ત્યારે પ્રવૃત્તિ કરવાને સઘળું જ તત્પર હોય છે; પરંતુ મનની કઈ શક્તિના વ્યાપારની જ્યાંસુધી જરૂર નથી હોતી ત્યાં સુધી તે શક્તિ શાંતપણે તેને અધીન રહે છે, અને