Book Title: Vishva Vandya Vichar Ratnakar
Author(s): Chotalal Jivanlal
Publisher: Upendra Bhagwat Smarak Pravrtutti Pravartak Shreyas Sadhako

View full book text
Previous | Next

Page 165
________________ ૧૫૬ [ શ્રીવિશ્વવંદ્યવિચારરત્નાકર ૨૯૧. કઈ જાણવા જેવી ઉત્તમ વાત આપણું જાણવામાં આવે છે ત્યારે આપણને એમ થાય છે કે આ વાત થોડાં વર્ષ પૂર્વે જણાઈ હોત તે કેવું સારું ! જે હલકું હતું, તેને આટલા દિવસ સુધી વ્યર્થ વળગી રહ્યા, અને આટલાં વર્ષ નકામાં પાણીમાં ગાળ્યાં! પણ શું એ વર્ષો આપણે પાણીમાં ગાળ્યાં છે? કદાચ એ વર્ષોમાં આપણે વધારે ઉત્તમ જ્ઞાન પ્રાપ્ત કરી શક્યા હોત; આપણામાં વધારે ઉત્તમ જ્ઞાન પ્રાપ્ત કરવાનું સર્વદા સામર્થ્ય છે, પરંતુ ભૂતકાળમાં આપણે જે અનુભવ કર્યો હોય છે, તે નકામે હોતે નથી. આપણા વિકાસમાં એ અનુભવની આપણને જરૂર જ હતી, અને તેથી એ વર્ષો પાણીમાં ગયાં નથી. ભૂતકાળમાં આપણને એ અનુભવ ન થયો હોત, ભૂતકાળમાં જે હલકા પ્રકારનું આપણે જાણ્યું હતું, તે જે આપણે જાણવામાં ન આવ્યું હોત, તે આજે જે ઉત્તમ વાત આપણા જાણવામાં આવી છે, તે સમજવા જેટલું તથા તેની કદર કરવા જેટલું પણ આજે આપણામાં સામર્થ્ય ન હતા. આથી કરીને પશ્ચાત્તાપની કશી જ જરૂર નથી; પહેલાં આમ જોયું હોત તો કેવું સારું થાત, એવો ઉદ્વેગ કરવાનું પ્રયોજન નથી. પશ્ચાત્તાપ અને ઉગ કરવાને બદલે આપણે પ્રત્યેક પ્રાપ્ત પ્રસંગને માટે પરમેશ્વરને અખંડ ઉપકાર માનવો જોઈએ. પ્રત્યેક પ્રસંગમાં આપણું હિત કરવાનું સામર્થ્ય રહેલું છે; પ્રત્યેક પ્રસંગ આપણને ઉપયોગી થઈ પડવાને સજજ હોય છે, અને તેથી પ્રત્યેક પ્રસંગને માટે આભારી થવું એ જ આપણને ઉચિત છે. ર૯ર. આપણે આપણાં વર્ષો પાણીમાં ગાળ્યાં, એ પ્રકારનો નિશ્ચય સેવ્યા કરવાથી આપણાં વર્ષો પાણીમાં ગાળવાની આપણને ટેવ પડે છે. જે આપણે કર્યું હોય છે, તેનો નિરંતર વિચાર કર્યા કરવાથી તેનું તે જ ફરીને કરવાનો મનમાં સ્વભાવ બંધાય છે. એથી ઉલટું, હાલની ઊંચી સ્થિતિએ જે પ્રસંગોએ આપણને પહોંચાડ્યા છે, તે પ્રસંગને માટે ઈશ્વરનો આભાર માનવાથી હાલ કરતાં પણ આપણને વધારે ઊંચી સ્થિતિમાં લઈ જનાર પ્રસંગેનું આપણે દ્વાર ઉઘાડીએ છીએ. ર૯૩. પ્રત્યેક વસ્તુને માટે આભાર માનવાથી, પ્રત્યેક વસ્તુ જેમાંથી ઉત્પન્ન થાય છે, તે મૂળની આપણે વધારે સમીપ આવીએ છીએ; અને પ્રત્યેક વસ્તુના મૂળની વધારે સમીપ આવવાથી પ્રત્યેક વસ્તુ આપણને અધિકને અધિક પ્રમાણમાં મળવા માંડે છે. ૨૯૪. જગતના વિચારમાં અખંડ થતા ફેરફારથી જેઓ વધારે બીકણ


Page Navigation
1 ... 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182