________________
વિચારરત્નરાશિ ]
૧૧૧
૧૬૯. વર્તમાનપત્રકારો ઘણી વાર પિતાના શબ્દોથી પ્રજામાં અથવા આખી દુનિયામાં એવો અનર્થ પ્રસારી મૂકે છે કે જેવો અનર્થ પ્લેગ અને મરકી પણ ભાગ્યે પ્રસારતાં હોય. દુઃખ અને ત્રાસની વાતે નિરંતર કરીને ઘણાં વર્તમાનપત્રો આરંભનાં દુઃખ અને ત્રાસને સહસગુણ અથવા લક્ષગુણ વધારી મૂકે છે. વર્તમાનપત્રોમાં વણેલી દુઃખ અને ત્રાસની વાતે લેકે વાંચે છે, અને તે સંબંધી નિરંતર વાત કરે છે; અને જેની તેઓ વાત કરે છે, તેના જેવી જ તેમના મનની સ્થિતિ થતી હોવાથી ઠામ ઠામ દુઃખ અને ત્રાસ, ચેપી રેગની પેઠે પ્રસરી જાય છે.
૧૭૦. જ્યારે દુઃખ અને ત્રાસની લેકે બૂમ પાડે ત્યારે નિરંતર સમીપ રહેલાં સુખ અને શાંતિતરફ તેમનું ધ્યાન ખેંચવાનું કદી પણ વિસ્મરણ કરશો નહિ. અમર્યાદ સુખ અને શાંતિ સર્વત્ર વ્યાપી રહેલાં છે, પણ કાળાં ચશ્માં પહેરનારને જેમ સઘળું જ કાળું દેખાય છે, તેમ દુઃખ અને ત્રાસની બૂમે પાડનારને સઘળે દુઃખ અને ત્રાસ જ દેખાય છે. તેનું ધ્યાને દુઃખ અને ત્રાસ તરફ વળેલું હોવાથી તે સુખ અને શાંતિને જોઈ શકતું નથી. તેના સ્થાનને તે તરફ વાળે, અને તે સુખ અને શાંતિને જોશે એટલું જ નહિ, પણ અધિક અધિક સુખ અને શાંતિ શી રીતે પ્રાપ્ત કરવા તેને માર્ગ પણ તેને સ્પષ્ટ જણાશે. સુખને વિચાર કરે, અને સુખ પ્રતિદિન વૃદ્ધિ પામતું જણાશે. તેની જ વાત કરે, અને સઘળા જ તે સંબંધી ચિંતન કરવા માંડશે.
૧૭૧. શાંતિની વાત કરે. ઘરમાં કે દેશમાં અશાંતિ અને અવ્યવસ્થા પ્રસરી ગયાં હોય તેમને નિવારવાને કદી નિષ્ફળ ન જાય એવો એ એક જ ઉપાય છે. મનુષ્યોના ઘરસંસારમાં પ્રવેશેલા કલેશ અને કંકાસને ટાળવાને રામબાણ ઉપાય એના જેવો એકે નથી. પિતાના ઘરમાં સહજ ક્લેશ અથવા અશાંતિનું કારણ ઊપજતાં જેઓ તે સંબંધી જ્યાં ત્યાં ફરી ફરી વાતો કરવા લાગે છે, તેમને સ્વલ્પ સમયમાં સમજાય છે કે તે લેશ પ્રતિદિન ઊડાં અને ઊંડાં મૂળ નાંખતો જાય છે. જ્યારે મનુષ્ય ક્લેશનું ચિંતન કરે છે, ત્યારે તેના અંતઃકરણમાં ક્લેશ જ વ્યાપી રહે છે. જયારે તે ઘણે સમયે શાંતિના વિચાર કરે છે, ત્યારે તેના અંતઃકરણમાં શાંતિ જ વ્યાપી રહે છે, અને જે આગ્રહથી અને ખરી નિષ્ઠાથી તમે તેના આગળ શાંતિની વાત કરે છે, તે શાંતિના વિચારો કર્યા વિના તેનાથી રહેવાતું જ નથી.