Book Title: Vishva Vandya Vichar Ratnakar
Author(s): Chotalal Jivanlal
Publisher: Upendra Bhagwat Smarak Pravrtutti Pravartak Shreyas Sadhako

View full book text
Previous | Next

Page 146
________________ વિચારરત્નાશિ ] ૧૩૭ વધારી મૂકે છે; અથાત તે નિરાશ થઈ જાય છે, ચિંતા કરવા માંડે છે, અને હવે આથી પણ ભારે વિપત્તિ આવશે, એવી વાટ જેતે બેસે છે. પણ આવે પ્રસંગે જ આપણા માનસદીપકના પૂર્ણ પ્રકાશની આપણે જરૂર હોય છે. આથી વિપત્તિનાં અંધકારમાં જ્યારે આપણે આવી પડીએ ત્યારે આ દીપકની વાટને જેટલી ઊંચી ચઢે, એટલી ઊંચી આપણે ચઢાવવી જોઈએ. અન્ય શબ્દોમાં કહીએ તે તમારી આજુબાજુ જ્યારે સર્વત્ર અંધકાર ભાસે ત્યારે તમારી માનસ સુષ્ટિને તમારાથી બને તેટલી પ્રકાશિત કરજે. આનંદથી, શ્રદ્ધાથી, આત્મવિશ્વાસથી, શુભાશાથી, અને દઢ નિશ્ચયથી તમારા મનને સભર ભરી નાંખે. આમ કરવાથી અંધકારમાં ગોથાં ખાવાને બદલે તમે પ્રકાશમાં આવશે, અને તમારા માર્ગને તમે સ્પષ્ટ જોઈ શકશો. ૨૩૭. સાચા સામર્થ્યવાળા અને સાચી ઉત્કૃષ્ટતાવાળા મનુષ્યોને જગતમાં સર્વદા સ્વીકાર થાય છે. તેઓની કદી ઈર્ષ્યા કે ઉપેક્ષા કરવામાં આવતી નથી. યોગ્યતાવાળા, બુદ્ધિવાળા અને સામર્થ્યવાળા પુષે પિતાને માટે સર્વોત્કૃષ્ટ પદ શોધવા પ્રયત્ન કરવાની કશી જ અગત્ય નથી; કારણ કે સત્કૃષ્ટ પદ તેને શોધતું તેને ઘેર આવે છે, અને જ્યાં સુધી તે તેને સ્વીકાર કરતા નથી, ત્યાં સુધી તેને પીછો મૂકતું નથી. જે મનુષ્ય પોતે આગળ નીકળવાને, અને જે ઉચ્ચ પદને માટે તે અયોગ્ય છે, તે ઉચ્ચ પદને બળાત્કારથી પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે છે, તે મનુષ્યને સંસારમાં ઘણી નિરાશા પ્રાપ્ત થાય છે, અને ઘણી ઠેક વાગે છે; અને ઉન્નતિની ઇચ્છાવાળા મનુને મટેભાગ ન્યૂનાધિક અંશમાં આ પ્રકારના હોય છે. પરંતુ જે મનુષ્ય પિતાનું સામર્થ્ય વધારવા ઉપર પ્રથમ ધ્યાન આપે છે, તે મનુષ્ય નિરંતર વૃદ્ધિને પામતા તેના બળને લીધે, સર્વદા આગળ નીકળી આવ્યા જ કરે છે. પિતાને સ્વીકાર કરવાની તેને જગતને ફરજ પાક્વી પડતી નથી. જગતને તેને ઉપયોગી હોય છે, અને તે અરણ્યમાં રહેતો હોય છે, તે પણ જગત્ તેનું મૂલ્ય જાણે છે. ૨૩૮. તમારી આજુબાજુનાં મનુષ્યોના ક્ષદ્ર વ્યવહારે બારીકીથી અવલોકવાની શું તમને ટેવ છે? કોઈ મનુષ્ય પોતાના ગજવામાંથી પિતાને રૂમાલ કાઢે છે, અને પિતાને કપાળે થયેલે પરસે લેહી નાંખે છે, તે વખતે આદિથી તે અંત સુધી તેની ક્રિયા શું તમારાં નેત્રો જુએ છે? કઈ મનુષ્ય ગજવામાંથી બીડી કાઢી, દીવાસળીવડે તેને સળગાવી, પીએ છે, અથવા એવી જ કેઈ માલવિનાની ક્રિયા, જે તમારા કશા જ ઉપયોગની નથી, તેવી ક્રિયા તમારા સમક્ષ

Loading...

Page Navigation
1 ... 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182