________________
વિચારરત્નરાશિ ]
૧૩૫
પિતાના જીવનને નિત્ય અધિક અધિક ઉચ્ચ કરનાર મનુષ્ય જ જીવે છે, બીજા સર્વ જીવતા છતાં મરેલા છે, નકામા છે, જગતને ભારરૂપ છે. જો તમે નિત્ય ચેડા થોડા આગળ વધતા નહિ હો તે તમે માર્ગમાં જ અટકી રહ્યા છે, એમ નક્કી જાણજે, અને જ્યાંસુધી કઈ ઉચ્ચ ઉદેશને સિદ્ધ કરવા તમારામાં અભિલાષા નહિ પ્રકટે ત્યાં સુધી તમે એક ડગલું પણ આગળ વધી શકવાના નહિ. અને જે મનુષ્ય કેઈ ઉચ્ચ ઉદ્દેશને સિદ્ધ કરવાને માટે એકનિષ્ઠાથી અખંડ કામ કર્યા જ કરે છે, તે ગમે તે સ્થિતિમાં હોય અથવા ગમે તે કામ કરતા હોય તે પણ જગતના સુખ અને કલ્યાણમાં નિરંતર વૃદ્ધિને કર્યા જ કરે છે. આમ હોવાથી, જીવનને ઊંચામાં ઊંચો હેતુ, કેઈ અપ્રાપ્ત વસ્તુને પ્રાપ્ત કરવાને અખંડ પ્રયત્ન સેવ્યા કરે, એ જ છે, એવું કઈ વિદ્વાને જે કહ્યું છે, તે કેવળ સત્ય છે.
૨૩૨. મેળવવાની વસ્તુ જેમ વધારે ઉચ્ચ હોય છે, તેમ આપણો ઉદ્દેશ વધારે ઉચ્ચ ગણાય છે. જેમ આપણે ઉદ્દેશ વધારે ઉચ્ચ હોય છે, તેમ તેને સિદ્ધ કરવાને આપણે વધારે પ્રયત્ન કરવાનો હોય છે; અને જેમ આપણે અધિક પ્રયત્ન કરીએ છીએ તેમ આપણે અધિક સંપાદન કરીએ છીએ. ઉચ્ચ અભિલાષા ધરવાથી શરીર, મન તથા આત્માનાં સર્વ સામ ઉચ્ચ વસ્તુને અર્થે જ પ્રયત્નશીલ થાય છે, અને જયારે મનુષ્યનું સર્વસ્વ ઉચ્ચને અર્થે પ્રયત્નશીલ થાય છે ત્યારે ઉચ્ચ અને અધિક ઉચ્ચ ફળ અવશ્ય ઉત્પન્ન થાય જ છે. ઉચ્ચ મનોરાજયવિનાને મનુષ્ય સંસારસાગરની છોળમાં આમતેમ તણાયા કરે છે, પણ જે મનુષ્ય ઉચ્ચ મને રાજ્ય બાંધ્યું હોય છે, અને તે મનોરાજયમાં જોયેલી ઉચ્ચ વસ્તુને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવાનો જેણે દૃઢ નિશ્ચય તથા શ્રદ્ધા ધર્યા હોય છે, તે મનુષ્ય પરિણામે તે ઉચ્ચ વસ્તુને પ્રાપ્ત કરે જ છે. ગઈ કાલ ભલે તેને નિષ્ફળતા મળી હોય, આજે ભલે તેને નિષ્ફળતા મળતી હોય; આવતી કાલ ભલે તે નિષ્ફળ જાય; સેકડો વાર કે હજાર વાર ભલે તે નિષ્ફળ થાય, તે પણ પરિણામે તેને વિજય પ્રાપ્ત થવાને જ. કોઈ મહાન અને ઉચ્ચ ઉદેશને સિદ્ધ કરવાને શ્રદ્ધા તથા દૃઢ નિશ્ચય કમર બાંધીને એકવાર આગળ પડ્યાં કે પછી નિષ્ફળતા લાબે વખત ટકી શકતી જ નથી. જેમ પ્રાતઃકાળે સૂર્ય ઉદય થયા વિના રહેતે નથી, તેમ આ નિયમ કદી પણ ખેટે પડતું નથી. આથી મારાં મનરાજે એકાદ દિવસે સફળ થવાનાં જ, એવું જાણીને જેની મરજી થાય તેણે આ નિયમને આચારમાં ઉતારો.