________________
૧રર
[ શ્રીવિશ્વવંદ્યવિચારરત્નાકર
મરણપર્યત પણ સમીપ આવવાનું કોઈ ચિહ્ન ન જણાય તે પણ તમારા ધેર્યને અને શાંતિનો ત્યાગ કરશે નહિ. ભગીરથનું દષ્ટાંત સ્મરણ કરી પુનઃ પ્રયત્ન વેગ વધારશે. પ્રયત્નને છોડી દેવામાં વિજયના સર્વ સંભવો એકદમ બંધ પડી જાય છે, ત્યારે પ્રયત્નને ચાલું રાખવામાં તે મેડાવહેલા પણ ફળે જ છે.
૨૦૪. મુક્તિ, સ્વતંત્રતા, અખંડ સુખ, આ સર્વ એક જ સ્થિતિને દર્શાવનારા શબ્દ છે. આ કલ્યાણકારક સ્થિતિને પ્રાપ્ત કરવી, એ જ જીવમાત્રને મુખ્ય ઉદ્દેશ છે. આ સ્થિતિને પ્રાપ્ત કરનાર જે અવિચલ શાંતિનો અનુભવ કરે છે, તે શાંતિ વાણીવડે અવાએ છે, તથા મન અને બુદ્ધિવડે અગમ્ય છે. આ અવિચલ શાંતિના ઉચ્ચ પ્રદેશમાં આ સંસારની ભારે ધમાચકડીને અભાવ છે. તે રજસ્ અને તમસ ઉભયથી રહિત છે. ચિન્મય શાંત પ્રકાશ ત્યાં વ્યાપી રહ્યો છે.
૨૦૫. શાંતિના આ ઉચ્ચ પ્રદેશે પહોંચવા માટે આપણે પ્રત્યેકે એક નહિ પણ અસંખ્ય પગથિયાં ચઢવાનાં છે. જે સ્થિતિમાં હાલ આપણે છીએ તે સ્થિતિનાં કર્તવ્ય, તે આ અસંખ્ય પગથિયાંમાંનાં થોડાં પગથિયાં છે. આ પ્રત્યેક પગથિયાંઉપર આપણે શાંતિથી અને વૈર્યથી ચઢવાનું છે. દશવિશ પગથિયાં સામટાં કૂદી ઝટ હું આખી નિસરણ ચઢી જાઉં, એવી તાલાવેલી કરનાર ઊંચે ન જતાં હોય છે તે પગથિયાંઉપરથી પણ હેઠે પડે છે, અને વળી પછડાય છે. આથી તાલાવેલી કરશે નહિ, તેમ જ દેશો નહિ તેમ જ કૂદકો મારશે નહિ. કાળ અનંત છે, એમ જાણીને ધેર્યથી એકેક પગલું ચઢજો. મેટાં કામે ધર્યથી જ સધાય છે, તાલાવેલીથી નહિ. પ્રાપ્ત સ્થિતિનાં નાનાં નાનાં કર્તવ્ય સર્વોત્તમ પ્રકારે કરવાં, એનું નામ વૈર્યથી એક પગથિયું ચઢવું એ છે. પ્રાપ્ત સ્થિતિમાં અપ્રસન્નતા, અસંતોષ, અણગમે, દ્વેષ ત્યજવાં એનું નામ બીજું પગથિયું ચઢવું એ છે. બીજાઓનાં ખેતરણ કાઢવાં છોડી દઈને, બીજાનાં હૃદયને દંશ કરે એવાં વચન વદવાનાં ત્યજી દઈને, પ્રાપ્ત કર્તવ્યપ્રતિ જ એકાગ્ર દૃષ્ટિ રાખવી, એનું નામ ત્રીજું પગથિયું ચઢવું એ છે. ફળ ન જણાય તો પણ વ્યાકુલ ન થવું, વિપત્તિનાં વાવાઝોડાં થાય તે પણ મનને વ્યગ્ર ન થવા દેવું, એનું નામ શું પગથિયું ચઢવું, એ છે. ન ગમતાં કામે પણ આપણે કરવામાં આવી પડવાથી પ્રેમથી તેમને કરવા, ન ગમતા પ્રાણી પદાર્થોસાથે આપણે સંબંધ થઈ જવાથી તેમની સાથે પ્રેમથી વર્તવું, એનું નામ પાંચમું પગથિયું ચઢવું એ છે. આવાં આવાં કર્તવ્યની નિસ