________________
પર
[ શ્રી વિશ્વવંદવિચારરત્નાકર
પણ અમે જે સ્થિતિમાં મુકાયા છીએ તે એવી ખરાબ છે કે તેમાં પુરુષાર્થ કરી શકાવાને અને તે દ્વારા સુખ થવાનો સંભવ નથી. અમે જે ઘરમાં રહીએ છીએ તે એવું ખરાબ છે કે તેમાં કરવા ધારેલું કશું થઈ શકે એમ નથી. જે ઘર સારી અનુકૂળતાવાળું હોય તે તેમાં અમે ધાર્યું કરી સુખી થઈએ. કેટલાક માને છે કે અમારી પાસે પૈસા હોય તે અમે પુરુષાર્થ કરી મોટા સિદ્ધ થઈએ. કેટલાક કહે છે કે આ સ્ત્રીપુત્રની અમારે જંજાળ ન હોય, અને તેમનું પિષણ કરવાની ચિંતા ન હોય તે ઈચછેલે પુરુષાર્થ કરી અમે તત્કાળ સિદ્ધ થઈએ. આ ઘરની જંજાળમાં અમે પુરુષાર્થ અથવા સાધન તે શું અમારુ કરમ કરીએ! કેટલાક સાધન ન સાધવામાં પિતાના રોગી અથવા અશક્ત શરીરનાં બહાના બતાવે છે. આમ વિવિધ મનુષ્યો પિતાને ઈચ્છેલું પ્રાપ્ત ન થવામાં વિવિધ કારણોને દર્શાવે છે. શું આ સર્વ કારણે ખરાં છે? વિચાર કરનારને સ્પષ્ટ થશે કે તે સર્વ જ ખોટાં છે. પુરુષાર્થ ન થવામાં, અને તે દ્વારા સુખ પ્રાપ્ત ન થવામાં મનુષ્યને પિતાને જ દોષ છે. મનુષ્યને જે જે પ્રતિબંધક સ્થિતિ પ્રાપ્ત થઈ છે, તે મનુષ્ય પોતે જ પિતાના કર્મવડે પ્રાપ્ત કરેલી છે. તે કેઈએ તેને બળાત્કારથી આપેલી નથી; અને આમ હોવાથી પિતાનાં કર્મવડે પ્રાપ્ત કરેલી અયોગ્ય સ્થિતિને મનુષ્ય પિતાના જ કર્મવડે ટાળવા સમર્થ છે. જેમ અયોગ્ય કમેં તેને અયોગ્ય સ્થિતિમાં મૂકયો છે, તેમ શુભ કર્મ તેને શુભ સ્થિતિમાં મૂકશે જ. આથી કરીને, આટલું જ ઠીક થાય તે હું આટલું કરું, આટલી ઉપાધિ મટે તે હું નિરાંતે પ્રયત્નમાં જોડાઉં, એમ બેલવું, એ મિથ્યા આળસ, પ્રમાદ અને કર્મના નિયમનું અજ્ઞાન સૂચવે છે. પ્રતિબંધક સ્થિતિ પ્રયત્ન કર્યા વિના એમને એમ તે શી રીતે ટળે? શું આકાશમાં આપણે માટે દેવો ફરતા રાખી મૂક્યા છે, જે આપણી દયા લાવી આપણી આ પ્રતિબંધક સ્થિતિ છેદી આપણને મુક્ત કરશે, અને તેથી આપણે મુક્ત થયે નિરાંતે પુરુષાર્થ કરીશું ?
૩૦. આવું કંઈ જ નથી. આપણે તે પ્રયત્ન નહિ કરીએ ત્યાં સુધી આપણું દુઃખ કોઈથી જ ટળી શકવાનું નથી. આપણે પ્રયત્ન કરીશું તે જ આપણું દુખ ટળે એમ છે. શા માટે ત્યારે અનુકૂળ સ્થિતિ આવવાની વાટ જોયા કરવી? શા માટે આ ક્ષણથી જ આપણે યત્ન ન આરંભવો? આ પ્રકારની વસ્તુસ્થિતિ જાણીને જેઓ અનુકૂળતા આવવાની મિથ્યા વાટ ન જોતાં આ ક્ષણથી જ પ્રયત્નને આરંભ કરે છે, તેઓ જ ખરા બુદ્ધિમાન છે, તેઓ જ