________________
૫૦
[શ્રી વિશ્વવંદ્યવિચારરત્નાકર
મનુષ્યો વ્યવહારના ઉત્તમ સુખોથી ભ્રષ્ટ રહે છે, અને તીવ્ર ઇચ્છાવાળા મનુષ્ય જ ઉન્નતિના શિખરે સ્થપાય છે.
૨૪. ઈચ્છા દુઃખદ નથી, પણ ઈચ્છાને અયોગ્ય માર્ગે વહેતે પ્રવાહ દુઃખદ છે. ઈચ્છાને મારવાની નથી, ઈચ્છાને રોધ કરવાનો નથી, પણ ઈચ્છા અયોગ્ય માર્ગે વહેતો પ્રવાહ રોકવાને છે. આ શાસ્ત્રના રહસ્યને ન સમજી, ઇચ્છાને કેળવવાને બદલે, ઈછાના અયોગ્ય માર્ગે વહેતા પ્રવાહને રોકીને તેને શુદ્ધ માર્ગે વાળવા પ્રયત્ન કરવાને બદલે, જેઓ ઈચ્છા ઉપર જ ધારું ખગ્ર વાપરે છે, જેઓ પ્રત્યેક પ્રસંગે ઈચ્છાને શિરચ્છેદ કરવા તત્પર થાય છે, તેઓ ઉન્નતિનાં સર્વ દ્વારા પિતાને હાથે જ પૂરી દે છે. તેઓ હોય છે ત્યાંના ત્યાં જ રહે છે. અગ્નિ એલાઈ ગયેલા એંજિનની પેઠે તેઓના મનુષ્ય શરીરના સર્વ સાંચાઓ સાજા છતાં તેઓ ઉન્નતિના માર્ગમાં એક તસુ પણ ચાલવા સમર્થ થઈ શકતા નથી અને આ પ્રમાણે વરાળ વિનાનું વરાળયંત્ર, ન ચાલવાથી જેમ કાટ ખાઈ પરિણામે વિનાશને પામે છે તેમ ઇચ્છા વિનાનું મનુષ્યનું શરીર પણ પુરુષાર્થના અભાવે મરણવશ થાય છે.
૨૫. ઈચ્છાને મારવા પ્રયત્ન સ્વાભાવિક નથી, પણ અસ્વાભાવિક છે. અને તેથી જ જેઓ, શાસ્ત્રના રહસ્યને ન સમજી ઈચ્છાને મારવાના અયોગ્ય પ્રયત્નને સેવે છે, તેઓ ઇચછાને મારવાને નિત્ય પ્રયત્ન કરતા છતાં તેમાં જરા પણ સફળ થતા નથી. ઇચ્છાને મારવાની તેઓ વાત કરતા છતાં, તેઓનાં અંતઃકરણમાં તેઓ હજારો અને લાખ ઈચ્છાના ફણગા ફૂટતા જુએ છે. સહદેવનું માથું કાપવાને પ્રયત્ન કરતાં જેમ બળરામે જ્યાં જ્યાં સહેદવનું ધિર પડ્યું ત્યાં ત્યાં બીજા સેંકડો અને હજારે સહદેવ પ્રકટ થયેલા જોયા હતા, તેમ ઇચ્છાને નાશ કરવા જતાં, આ મનુષ્યો અન્ય સેંકડે અને હજારો ઇચ્છાઓ પિતાના અંતઃકરણમાં પ્રકટ થયેલી અનુભવે છે. જે ઇચ્છાને તેઓ મરેલી જાણે છે તે ઇચ્છાઓ પુનઃ પ્રસંગે પ્રાપ્ત થતાં જેમ દમયંતીના હસ્તને સ્પર્શ થતાં મરેલાં મત્સ્ય સજીવન થયાં હતાં, તેમ તેઓ સજીવન થયેલી અનુભવે છે. કારણ ઈચ્છા મારવી એ અસ્વાભાવિક છે. અને આવા અસ્વાભાવિક પ્રયત્નમાં ઈચ્છા ન મરતાં મનુષ્ય પોતે જ મરે છે.
૨૬. ઇચ્છાને મારવાની અગત્ય નથી, પણ તેને યોગ્ય માર્ગમાં વાળવાની અગત્ય છે. બાળક બહુ રમતિયાળ હોય તે તેની રમવાની ઇચ્છાને રોકવાની અગત્ય નથી, પણ તેની ઈચ્છાને રમત કરતાં અન્ય વધારે સુંદર વિષય આપીને