________________
વિચારરત્નરાશિ]
૧૨. ધર્યને, વૈર્યને સેવો. પ્રસન્નતાને, વૃત્તિના સાત્વિક ભાવને પરિત્યાગ કરે નહિ. બળ વાપર્યાથી એકાગ્રતા થતી નથી. આકુળતા ધરવાથી સંયમ સધાતું નથી. સંયમમાં શાંતિની અગત્ય છે. એકાગ્રતા એ પ્રયત્નનું પરિણામ નથી, પણ શાંતિનું પરિણામ છે. પ્રયત્નથી તમે વૃત્તિને વધારે વિકળ કરે છે. પ્રયત્નની અગત્ય નથી. શાંત રહે. ચૈતન્યસ્વરૂપ પ્રતિ માત્ર પ્રેમન જ કરે. શીખવ્ય એકાગ્રતા આવડતી નથી. ચૈતન્યપ્રતિની નિષ્ઠા, ભક્તિ, પ્રેમવડે જ આપ આપ ચેતન્ય જ તે કેમ સાધવી તે શીખવે છે.
૧૩. જગતનું દુઃખ ઓછું કરવાને પોતાના સંબંધમાં આવેલાં અને સંબંધમાં ન આવેલાં મનુષ્યનું દુઃખ ઓછું કરવાને ઉત્તમ માર્ગ કયો છે ? શું સભાઓ સ્થાપી લેકેને સુમાર્ગે ચઢવા વ્યાખ્યાને આપવાં એ છે ? અથવા વિવિધ જ્ઞાનના કે નીતિના ગ્રંથો લખવા અને તે દ્વારા લેકને ઉપદેશવા એ છે? અથવા શું તેમને ધનનું દાન કરવું એ છે? અથવા શું તેમને ધનપ્રાપ્તિના ઉપાય દર્શાવવા એ છે? અથવા શું તેમનાં વ્યાધિનાં દુઃખે નિવારવાં એ છે? અને આ વિનાનાં અસંખ્ય ઉપાય જે પરોપકારી પુરુષ સેવે છે, તે છે? આ સર્વ ઉપાયો કંઈક અંશે દુઃખ ટાળનાર હોય છે, પરંતુ જગતનું દુઃખ ઓછું કરવાને સફળ ઉપાય એથી જુદો જ છે. આ સફળ ઉપાયનું પાલન કર્યા વિના, ઉપરના વિવિધ ઉપાયોનું પાલન યથેચ્છ ફળને પ્રકટાવી શકતું નથી. પરંતુ આ સફળ ઉપાયનું પાલન તે ઉપરના ઉપાયો ન સેવ્યા હોય તે પણ ફળને પ્રકટાવે છે જ. અને આવો સર્વોત્તમ ઉપાય કર્યો છે? આ ઉપાય તે અન્ય કઈ નથી પણ મનુષ્ય પોતે નિરતર શુદ્ધ વિચાર સેવવા એ છે.
૧૪. દુઃખની અને સુખની સર્વ પ્રકારની સ્થિતિઓમાં શુદ્ધ વિચારનું સેવન પિતાનાં અને પરનાં દુઃખ ટાળવા જેટલું સમર્થ હોય છે, તેટલું અન્ય કોઈ નથી. નિરંતર પ્રસન્નતાનું રક્ષણ કરવું, ગમે તેવા કલેશના પ્રસંગે આવે છતાં પોતાની સ્વભાવસિદ્ધ પ્રસન્નતાનો ત્યાગ ન કરે, પ્રાણીમાત્ર ઉપર પ્રેમથી જેવું, અને તેમનું સર્વદા હિત ઇચ્છવું, ‘ષના, ઈર્ષાના, ક્રોધના અને એવા જ બીજા મલિન વિકારને અંતરમાં પ્રવેશવા ન દેવા–આ પ્રકારનું વર્તન, એક ગુહામાં, અથવા બંધ કરેલી ઓરડીમાં પણ મનુષ્ય જે કરે છે, તે તે આ જગતનાં દુઃખને સર્વદા ઓછાં કરે છે. આવા શુદ્ધ વિચાર અને વર્તનવાળા મનુષ્યો જ પિતાના વર્તનની મધુર સુવાસથી આ જગતમાં વ્યાપેલી દુખની દુર્ગધને ન્યૂન કરે છે.