________________
[ શ્રી વિશ્વવંદ્યવિચારરત્નાકર માત્રનો લય થઈ નિર્દોષતા આવશે, કે બીજાઓના વ્યાધિઓ ટાળી મેટા ચમત્કારિક પુરુષ ગણુઈશું, કે જેને તેને વશ વર્તાવીશું, કે મોટા મોટા રાજાઓ આપણે પગે પડે, એવા વિશ્વામિત્ર કે વસિષ્ઠ બની જઈશું, કે આકાશમાં ઊડીશું, કે દેવલોકમાં જઈને દેવકન્યાઓને વરીશું કે અણિમા મહિમા વગેરે સિદ્ધિઓ મેળવીશું, કે સિદ્ધેશ્વર બની જઈશું, કે ધારેલું સઘળું સિદ્ધ કરી શકવાનું બળ મેળવીશું, એવું જે અનુમાન કર્યું હોય, તે પ્રિય વાંચનાર ! પ્રથમથી જ કહી દેવા દો કે એ તમારી આશા તમે ધારતા હશો તેટલી સત્વર સિદ્ધ થાય તેમ નથી. સદ્વિચારનું, શુદ્ધ અંતઃકરણનું, ઉપર કહ્યું તેટલું અને તેથી પણ અનંતગુણ વધારે બળ છે, તે વાતની ના નથી પણ તે શુદ્ધ વિચારનું સ્વરૂપ, મેઢે સારા વિચાર બબડવો કે મનમાં દશવિશ વાર કે વધારે વાર રમાડે, એટલામાં જ આવીને અટકતું નથી. જે શુદ્ધ વિચાર મનુષ્યોને પરમેશ્વરજેવા કરી મૂકે છે, તેનું સ્વરૂપ બહુ ઊંચું છે. આપણુ જેવા મનુષ્યો-આપણું કરતાં પણ વધારે દેષવાળા રાક્ષસ જેવા સ્વભાવના મનુષ્યો પણ–પરમેશ્વર જેવા કરી મૂકનાર તે શુદ્ધ વિચારને સાધી શકે છે, અને પરમેશ્વર જેવા થાય છે એમાં કશે જ શક નથી, પણ તે એકે દહાડે નહિ. સાધન જાણ્યું કે બીજે જ દહાડે કેઈસિદ્ધ થતું નથી, થયું નથી અને થવાનું નથી. રાયણનું બીજ વાવીને બીજે જ દહાડે રાયણું ખવાતી નથી. શુદ્ધ વિચારને નિરંતર સેવ્યા વિના, આપણું શરીરમાં રૂરૂવામાંથી તેની વરાળ નીકળતી અનુભવ્યાવિના શુદ્ધ વિચારનાં સર્વોત્તમ ફળ જણાતાં નથી. માટે આ ગ્રંથ એ વાંચવાથી જ કે તેના વિચારે, જેમ વૃદ્ધ મનુષ્ય મુખમાં કઈ કઠણ પદાર્થ નાખી મળમળાવ્યા કરે છે તેમ ચારપાંચ દહાડા કે ચારપાંચ મહિના અંતઃકરણમાં મળમળાવ્યા કરવાથી ઘણું મોટા ફળની આશા જેમને બાંધવી હોય તેમણે તેને વાંચવાને પરિશ્રમ કરવા અગત્ય નથી. પરસે ઉતાર્યાવિના ઊંચું ફળ મળતું નથી, અને પરસે ઉતાર્યાવિના મળેલા ફળમાં માલ કે સ્વાદ હેતે નથી; તેથી પ્રિય વાંચનાર ! સ્પષ્ટપણે ફરીને કહીએ છીએ કે આ ગ્રંથમાં વર્ણવવામાં આવનાર વિચારોનું અખંડ સેવન કરવાથી જ અને પરિણામે તે વિચારોનું અને આપણું, જેમ દૂધમાં સાકર મળી જાય છે તેમ, એકરૂપ કરી નાંખવાથી જ ફળને પ્રકટવાનો સંભવ છે.
ઘણા આકળા સ્વભાવના અધીરા માણસો કોઈ વાતને સારી તથા ઉત્તમ ફળને આપનારી જાણે છે કે તરત તેમાં કૂદાની પેઠે ઝંપલાવે છે, અને તેને સર્વ