Book Title: Vijyanandsuri Swargarohan Shatabdi Granth
Author(s): Navinchandra Vijaymuni, Ramanlal C Shah, Shripal Jain
Publisher: Vijayanand Suri Sahitya Prakashan Foundation Pavagadh
View full book text
________________
પાસે બેસીને તેઓ વ્યવસ્થિત અધ્યયન કરવા લાગ્યા હતા. બીજા ચાતુર્માસ દરમિયાન સંસ્કૃત અને અર્ધ માગધી ભાષા પણ એમણે શીખી લીધી હતી. વળી, પોતાની મેળે આગમગ્રંથો વાંચવાની સજજતા તેઓ પ્રાપ્ત કરતા જતા હતા. એમની તીવ્ર સમજશકિત, વધુ અધ્યયન માટેની લગની, અઘરા વિષયોની ગ્રહણશકિત, અસાધારણ સ્મરણશક્તિ વગેરે જોઈને ગુરુ મહારાજને પણ બહુ હર્ષ થતો.
આગમગ્રંથો વિશે ગુરુ મહારાજ પાસેથી સાંભળતાં સાંભળતાં બુટેરાયજી મહારાજને જૈન સાધુઓના આચાર તથા સિદ્ધાંતો વિશે કેટલાક પ્રશ્નો થતા, પરંતુ ગુરુ મહારાજ પાસેથી તેનું સમાધાન મળતું નહિ. અલબત્ત, ગુરુ મહારાજ નાગરમલજી એટલા બધા ઉદાર હતા કે પોતાની શંકાઓના સમાધાન માટે બુટેરાયજીને જ્યાં જવું હોય ત્યાં જવાની રજા આપતા.
એ દિવસોમાં રાજસ્થાન અને પંજાબમાં સ્થાનકમાર્ગી અને તેરાપંથી સાધુઓ વચ્ચે વારંવાર વિવાદ થતો. દિલ્હીમાં એ વખતે તેરાપંથી સાધુ જિતમલજી હતા. બુટેરાયજીને તેમની પાસે જવાની જિજ્ઞાસા થઈ. ગુરુ મહારાજની આજ્ઞા લઈને તેઓ તેમને મળવા ગયા. તેમની સામાચારી જોઈને તેઓ પ્રભાવિત થયા અને પાછા આવીને પોતાના ગુરુ મહારાજને તે વિશે વાત કરી. નાગરમલજી ઉદાર મનના હતા, છતાં બુટેરાયજી તેરાપંથી સાધુઓના વધુ સંસર્ગમાં આવે એ વાત એમને ગમી નહિ.
બુટેરાયજી યુવાન સત્યશોધક સાધુ હતા. તેઓ તેરાપંથી સાધુઓ પાસે જવા ઈચ્છતા હતા. એમની પાકી મરજી જોઈ સરળ પ્રકૃતિના ઋષિ નાગરમલજીએ છેવટે આજ્ઞા આપી. બુટેરાયજી તેરાપંથીના સાધુ પાસે ફરીથી ગયા. ત્યારપછી મુનિ જિતમલજી દિલ્હીથી વિહાર કરીને જોધપુર ચાતુર્માસ કરવાના હતા. બુટેરાયજીએ જોધપુર જવાની આજ્ઞા માંગી. ગુરુ મહારાજને ગમ્યું નહિ, તેમ છતાં તેમણે જોધપુર જવા માટે આજ્ઞા આપી. બુટેરાયજીએ વિહાર કરી જોધપુર પહોંચી મુનિ જિતમલજી સાથે ચાતુર્માસ કર્યું. ચાતુર્માસમાં સતત સાથે રહેવાને કારણે તથા વિચાર-વિનિમયયને કારણે ત્યાં પણ તેમને કેટલાક પ્રશ્ન થયા, જેનું સમાધાન મુનિ જિતમલજી કરી શક્યા નહિ. બુટેરાયજી મહારાજને કેટલીક અપેક્ષાએ સ્થાનકવાસી સાધુઓ કરતાં તેરાપંથી સાધુઓ ચડિયાતા લાગ્યા અને કેટલીક અપેક્ષાએ તેરાપંથી સાધુઓ કરતાં સ્થાનકવાસી સાધુઓ ચડિયાતા લાગ્યા. આથી એમનું મન ડામાડોળ રહેવા લાગ્યું. તેઓ પોતાના સ્થાનકવાસી ગુરુ નાગરમલજી સાથે રહેવાનું નકકી કરીને જોધપુરથી વિહાર કરીને પાછા દિલ્હી આવી પહોંચ્યા. દિલ્હીમાં એમણે ગુરુ મહારાજ સાથે બે ચાતુર્માસ કર્યા.
વૃદ્ધાવસ્થા અને નાદુરસ્ત તબિયતના કારણે ઋષિ નાગરમલજીએ દિલ્હીમાં જ સ્થિરવાસ કર્યો હતો. બુટેરાયજી એમની પાસે પાછા આવ્યા હતા. પરંતુ ગુરુ મહારાજનો પહેલાં જેટલો ઉલ્લાસભર્યો ભાવ હવે જણાયો નહિ. તો પણ બુટેરાયજી દંભ-કપટ વિના સરળતાથી ગુરુ મહારાજ સાથે રહીને
પંજાબના ચાર કાન્તિકારી મહાત્માઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org