Book Title: Vijyanandsuri Swargarohan Shatabdi Granth
Author(s): Navinchandra Vijaymuni, Ramanlal C Shah, Shripal Jain
Publisher: Vijayanand Suri Sahitya Prakashan Foundation Pavagadh
View full book text
________________
શું યથાર્થ છે, શુ વ્યર્થ, શું સાર્થક શું નિરર્થક, એનો ભેદ પ્રથમ જાણવો પડે છે. નાણું પયાસગં : જ્ઞાન એજ પ્રકાશ છે, અજ્ઞાન, અવિદ્યા કે મિથ્યાજ્ઞાન એ અંધકાર છે. અંધકાર સામે ગમે તેટલાં વર્ષ લડીએ, છતાં અંધકાર તો રહે જ છે. લાખો વર્ષોનું અંધારું એક નાનકડું કોડિયું પ્રગટાવતાં ક્ષણ માત્રમાં દૂર થાય છે. અંધકારમાં આપણે ગમે તેટલાં સ્વરૂપો વર્ણવીએ, પરંતુ એક પણ સ્વરૂપ એવું નથી હોતું જે અજવાળાંરૂપ હોય!
ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે અર્થયુક્ત ઃ અર્થાત સારભૂત વાતો શીખી લો અને નિરર્થક વાતો છોડી દો.
માણસોના બે પ્રકાર છે, અથવા એમ કહી શકાય, કે એક જ માણસમાં બે માણસ રહેલાં છે એક જ દિવસનાં પ્રકાશમાં ઊધે છે. બીજો જે રાત્રિનાં અંધકારમાં જાગે છે.
પ્રકાશ હોવા છતાં, બધા પ્રકારની અનુકૂળતા સગવડો હોવા છતાં, સંયોગો હોવા છતાં સત કાર્ય તરફ બાહ્ય અને આંતર ચક્ષુઓ બંધ કરી, પ્રમાદમાં નિમગ્ન, પ્રકાશને પણ પડદો ઢાંકી, અંધકાર ઊભો કરે છે, તેમાં માનુષી જીવનનો અસ્વીકાર છે.
ચોમેર વિપરીત પરિસ્થિતિ વિદ્યમાન હોવા છતાં, કોઈ અનુકૂળતા ન હોવા છતાં સર્વત્ર અંધકાર હોવા છતાં, ચક્ષુથી કોઈ પ્રકાશ નજરે ન પડતો હોવા છતાં, જે આંતર ચક્ષુ ખુલ્લાં રાખી, અપ્રમત્ત રહી સતર્ક રહે છે, જાગરૂકતા સેવે છે, તે અંધકારમાં રાત્રિમાં તમસમાં પણ જાગતો હોય છે.
યુવાન માણસ છે, વહેલું ઊઠવું છે, પણ ઉઠાતું નથી. વંચાતું નથી, વ્યાયામ થતો નથી, યુવાન દેહ પણ થાકેલો લાગે છે. જીવનનું પરોઢ છે, પણ સંધ્યાનાં ઓછાયા લંબાતા જાય છે. કામ થતું નથી. થાય તો યે ઓછું અથવા જેમ તેમ. જીવન પાસેથી પૂરું વળતર લેવાતું નથી. મૂડી છે, પણ વપરાતી નથી. જમીન છે પણ ખેડાતી નથી. આળસનું બંધન છે. તમોગુણનો પ્રકોપ છે.
આળસ એ પ્રમાદનો જ પ્રકાર છે. માણસને સમય હોય છે. પુષ્કળ અવકાશ હોય છે. ત્યારે કોઈ સવૃત્તિ કે રુચિ નથી હોતી, સંસ્કારસંચય કે વિદ્યાસંચયની કે આત્મિક વિકાસની કોઈ પ્રવૃત્તિમાં રસ કેળવ્યો નથી હોતો ઘરમાં કે ઘર બહાર કોઈ ઉપયોગી થવાની ઈચ્છા પ્રગટતી નથી. સમય કેમ ગાળવો એ જ વિટંબણા સતાવતી હોય છે. સમય કેમ ગાળવો ? ત્યારે મિત્રો, ખાનપાન, હંસી-મજાકમાં જ સમય વ્યતીત કરવાનું સુઝે છે. અંગ્રેજીમાં શબ્દપ્રયોગ છે To Kill Time! સમયને હણવા માટે જ નિર્દેશ-નિરર્થક કાર્યક્રમો ઘડાતાં હોય છે. પરંતુ માણસને ખબર નથી કે સમય ક્યારેય હણાતો નથી, સમયને હણી શકાતો નથી સમય તો ત્રિકાળ હોય જ છે. પણ સમયને હણવાની ચેષ્ટા કરનાર સ્વયં માણસ જ હણાઈ જાય છે!
અંગ્રેજીનો બીજો શબ્દ પ્રયોગ છે To pass time - સમય પસાર કરવા માટે અનેક નિરર્થક
અપ્રમાદ
૧૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org