Book Title: Vijyanandsuri Swargarohan Shatabdi Granth
Author(s): Navinchandra Vijaymuni, Ramanlal C Shah, Shripal Jain
Publisher: Vijayanand Suri Sahitya Prakashan Foundation Pavagadh
View full book text
________________
સાયર મિસિ, મેરુ લખાણી, તુ કાગલ અંબર સાર રે, તુહઈ મનની વાતડી તે, (4) લિખિતાં નાવઈ પાર રે. ૩૧
(સીમંધરસ્વામી ભૂમંડલ કાગલ કરું, સાયર સવિ મસિ થાઈ, સવિ ડુંગર કાંઠા હવઈ, તુહ્મ ગુણ તુહિન લિખાઈ. ૨૨૩૭ સવિ અંબર કાગલ હવઈ, ગંગા-જલ મિસિ હોઇ, જઉ સુરગુરુ તુહ્મ ગુણ લિખઈ, પાર ન આવઈ હોઈ. ૨૨૩૮ (શૃંગારમંજરી). આખિર બાવન ગુણ ઘણા, તુ કહુતાં કેતા લિખીઇ રે; થોડાઈ ઘણું કરી જાણો, (૮) સુખ હોઈ તુહ દેખી રે. ૩૨
(સીમંધરસ્વામીલેખ) અક્ષર બાવન ગુણ ઘણા, કેતા લિખીઇ લેખિ; થોડાં ઘણું કરી જાગયો, સુખ હોઇ તુલ્મ દેખિ. ૨૨૩૫ (શૃંગારમંજરી) આ સમાંતર ઉદ્દગારોથી મધ્યકાળની કાવ્યરચના પ્રાણાલિ ઉપર પ્રકાશ પડશે. પણ એ બાબત ધ્યાન બહાર ન રહેવી જોઈએ કે શબ્દશ: સમાન હોય એવા ઉદ્દગારો તો ઓછા છે ને સમાંતર ચાલતા ઘણા ઉદ્ગારો વિગતો કે સંદર્ભનો ઓછોવત્તો ફરક બતાવે છે. સ્થૂળ વિગતોનો ફરક બહુ મહત્ત્વનો નથી પણ એક જ ઉદ્ગારને કે એક જ ઉપમાનને નવા ભાવ સંદર્ભમાં પ્રયોજવામાં કવિકૌશલ રહેલું છે એમ અવશ્ય કહેવાય. અને એ કવિકૌશલ્યને પ્રમાણવામાં આપણે સંકોચ ન અનુભવવો જોઈએ. એવા ઉદ્ગારોના પણ થોડાક દાખલા ઉપરનાં ઉદાહરણોમાં જોવા મળશે. અને આ ઉદ્ગારો ઉપરાંત બન્ને કૃતિઓમાં જે વિશેષ છે તે તો જુદું.
સીમંધરસ્વામી લેખની વિશેષતા એ છે કે એમાં તીર્થકરભકિત પ્રીતિભાવની નીકમાં વહે છે. જાણે કોઈ વિરહિણી સ્ત્રી પ્રિયતમને પત્ર લખતી ન હોય ! એવું લાગે છે. અલબત્ત, પત્ર લખનાર
સ્ત્રી છે એમ કહેવા માટેનું પત્રમાં કોઈ ચિહ્ન નથી. પાણ સીમંધરસ્વામીને સતત વહાલાજી તરીકે ઉલ્લેખવામાં આવ્યા છે. તીર્થંકરદેવ પ્રત્યેના આવા પ્રતિભાવનું આલેખન ઘણા જૈન કવિઓને હાથે થયું છે, છતાં કોઈને આમાં લૌકિક રાગની છાયા દેખાય ને તેથી એમાં અનૌચિત્યનો સંશય થાય એમ બની શકે. એક શક્યતા રહે છે. આ કૃતિની બે હસ્તપ્રતોમાં વહાલાજીને સ્થાને “અરિહંત” “ભગવંત” સામી’ એવા શબ્દો મળે છે. તે આવી સંશયવૃત્તિનો સંકેત કરે છે. જોકે આટલા શબ્દના પરિવર્તનથી કંઈ આખા કાવ્યનો ભાવ બદલાઈ જતો નથી.
તીર્થકરદેવ પ્રત્યે તો ગુણાનુરાગ જ સંભવે ને? કાવ્યને આરંભે જ સાંગ રૂપક રચનાનો આશ્રય
શ્રી વિજયાનંદસરિ સ્વર્ગારોહાગ શતાબ્દી ગ્રંથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org