Book Title: Vijyanandsuri Swargarohan Shatabdi Granth
Author(s): Navinchandra Vijaymuni, Ramanlal C Shah, Shripal Jain
Publisher: Vijayanand Suri Sahitya Prakashan Foundation Pavagadh
View full book text
________________
જયશેખરસૂરિકૃત
ત્રિભુવન દીપક પ્રબંધ
પ.પૂ.સાધ્વી શ્રી મોક્ષગુણાશ્રીજી મ.સા.
કવિ શ્રી જયશેખરસૂરિની ગુજરાતી ભાષામાં લખાયેલી કૃતિઓમાંની એક અત્યંત સમર્થ કૃતિ તે ‘ત્રિભુવનદીપક પ્રબંધ' છે. આપણા મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની પણ તે એક માર્ગસૂચક સ્તંભ જેવી ગણનાપાત્ર કૃતિ છે.
કવિ શ્રી જયશેખરસૂરિએ વિ.સં. ૧૪૬૨માં ‘પ્રબોધચિંતામણિ’ નામના ગ્રંથની રચના કરી તે પછી આ ત્રિભુવનદીપક પ્રબંધ ની રચના કરી હશે એવું અનુમાન કરી શકાય છે. જો કે ત્રિભુવનદીપક પ્રબંધમાં એની રચનાસાલનો નિર્દેશ જોવા નથી મળતો, એટલે પ્રબંધચિંતામણિ પછી આ ગ્રંથની રચના કેટલા સમયે કરી હશે તેની ખબર પડી નથી. પણ કવિશ્રીના જીવનના ઉત્તરકાળની આ રચના છે, એ એમની ભાષાની પ્રૌઢિ જોતાં સ્પષ્ટ જણાય છે.
ત્રિભુવનદીપક પ્રબંધ ની અંતિમ કડીમાં કવિએ પોતે પોતાનો નામનો નિર્દેશ કર્યો છે. પરંતુ તેમાં કૃતિની રચના સાલનો નિર્દેશ કર્યો નથી. જુઓ :
મૂલ મંત્ર મણિએ મનિ માનિ,
તપ જપનઉ ફલ એહનઇ ધ્યાનિ;
ઇમ બોલઇ જયશેખરસૂરિ. ૪૩૨
કવિએ આ કૃતિનું નામ ‘ત્રિભુવન દીપક પ્રબંધ' રાખ્યું છે. આ કૃતિની હસ્તપ્રતોમાં છેલ્લે ‘ઇતિ ત્રિભુવનદીપક પ્રબંધ : સંપૂર્ણ' એવા શબ્દો આવે છે, એ ઉપરથી પણ સ્પષ્ટ છે કે આ કૃતિનું ત્રિભુવનદીપક પ્રબંધ એવું નામ આરંભથી જ હતું. વળી કવિએ કાવ્યમાં પણ આ કૃતિને માટે ત્રિભુવનદીપક પ્રબંધ એવું નામભિધાન પ્રપોજયું છે. જુઓ :
ત્રિભુવનદીપક એઉ પ્રબંધ,
ત્રિભવન દીપક પ્રબંધ
ઇણિ સવિ સંપદ આવઈ પૂરિ,
પાપ તણઉ સા સુહિઇ ન ગંધ;
મોહ ધ્યાન હિવ તોઇ જિ ટલઇ, જઇ વેસાનરિ તનું પરજલઇ, ૪૧૮
Jain Education International
For Private & Personal Use Only
૨૦૧
www.jainelibrary.org