Book Title: Vijyanandsuri Swargarohan Shatabdi Granth
Author(s): Navinchandra Vijaymuni, Ramanlal C Shah, Shripal Jain
Publisher: Vijayanand Suri Sahitya Prakashan Foundation Pavagadh
View full book text
________________
શ્રાવક કવિ ષભદાસ
ચીમનલાલ એમ. શાહ, “કલાધર' મધ્યકાલીન જૈન સાહિત્યમાં જૈન સાધુ કવિઓ ઘણા બધા થયા છે, પરંતુ જૈન ગૃહસ્થ કવિઓ આંગળીના વેઢે ગણાય એટલા અલ્પ છે. સત્તરમા સૈકામાં ખંભાતમાં થયેલા કવિ ઋષભદાસ મધ્યકાલીન ગુજરાત સાહિત્યમાં વિશિષ્ટ સ્થાન ધરાવતા ઉત્તમ સાહિત્ય સર્જક છે. જૈનેતર કવિઓમાં તેમના અનુગામી મહાકવિ પ્રેમાનંદ, શામળ અને અખાની હરોળમાં તેઓ બિરાજે છે. જૈન કવિઓમાં તેમનું સ્થાન તેમના સમકાલીન મહાકવિઓ કવિ નયસુંદર અને કવિ સમયસુંદરની સમકક્ષાએ આવે
કવિ ઋષભદાસ ખંભાતના વીસા પ્રાધ્વંશીય (પોરવાડ) જૈન જ્ઞાતિના હતા. તેમનો જન્મ ખંભાતમાં થયો હતો. તેમના પિતાનું નામ સાંગણ અને માતાનું નામ સરૂપાદે હતું. કવિએ રચેલ ભરત બાહુબલી રાસ'માં તેમની માતાને ભકિત ભાવથી વંદન કરતાં કવિ લખે છે : “જનની સરૂપાદેને શિરનામી, જડ્યો ભારતનો રાસ રે.” તેમના પિતામહ-દાદાજીનું નામ મહીરાજ હતું. મહીરાજ વિસલદેવ ચાવડાએ સં. ૧૦૬૪માં વસાવેલ વિસનગર (વિસનગર)ના વતની હતા. મહીરાજે છે રી પાલિત સંઘ કાઢી શત્રુંજ્ય, ગિરનાર, જુનાગઢ, આબુ અને દેલવાડાની જાત્રા કરી હતી અને સંઘવીનું બિરૂદ પામ્યા હતા. કવિના પિતા સાંગણે પણ જૈન તીર્થોનો પદયાત્રા સંઘ કાઢીને પોતાના પિતાને અનુસર્યા હતા. કવિના પિતા સાંગાણ ધંધાર્થે ખંભાત આવી વસ્યા હતા. ત્યાં તેમણે વેપારમાં ઘણી બધી સિદ્ધિ અને સંપત્તિ મેળવી હતી.
કવિ ઋષભદાસે ૩૫ જેટલી મોટી પદ્યકૃતિઓ અને ૪૦૦ જેટલાં ઉર્મિગીતો, સ્તવન, સઝાયો અને થોયો (સ્તુતિ) આદિનું વિપુલ સાહિત્ય સર્યું છે. - કવિ ઋષભદાસ ખંભાતના વતની હોવાથી તેમણે પોતાના વતન ખંભાતનું વર્ણન પોતાની કૃતિમાં સચોટ રીતે કર્યું છે. તે પરથી સત્તરમી સદીમાં ખંભાતની અને ગુજરાતની જનસ્થિતિ, રાજસ્થિતિ, લોકોનો પહેરવેશ, રીતરિવાજ વગેરે પર પ્રકાશ પડે છે. ખંભાતના એ સમયે ખંભનગર, ઋષભનગર, ત્રંબાવતી, ભોગાવતી, લીલાવતી, કર્ણાવતી એમ જુદાં જુદાં નામ કવિએ પોતાની કૃતિઓમાં ઉલેખ્યા છે. ખંભાતમાં રહીને કવિએ પોતાની કૃતિઓની રચના કરી હતી. એટલે તેમાંથી સત્તરમા શતકના પૂર્વાર્ધના ખંભાતનું એટલે કે બાદશાહ જહાંગીર અને શાહજહાંના સમયના ખંભાતનું વર્ણન મળી આવે છે. તેમણે ઋષભદેવ રાસમાં લખ્યું છે :
શ્રાવક કવિ ઋષભદાસ Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org