Book Title: Vijyanandsuri Swargarohan Shatabdi Granth
Author(s): Navinchandra Vijaymuni, Ramanlal C Shah, Shripal Jain
Publisher: Vijayanand Suri Sahitya Prakashan Foundation Pavagadh
View full book text
________________
પત્ર લખનારને તો દેવચંદ્રજી શારીરિક સુખાકારી વિષયમાં પણ જાણકારીની જિજ્ઞાસાને સંતોષી છે. તેમ છતાં વિવહારથી શબ્દ પ્રયોગ દ્વારા પત્ર લખનારને પણ ભાવ સુખની સમજણ આપવા જાણે સંકેત કરી રહ્યા હોય તેમ લાગે છે અને તે અનુસાર પત્રમાં પણ ભાવ સુખનો જ વિસ્તાર કર્યો છે અને અંતે પણ ભાવસુખ તો પરિણામની ધારાએ છે. ભાવસુખનું સહજ અને સ્વાવલંબીપણું પ્રગટ કર્યું છે. શાતા વેદનીય કર્મજન્ય સુખનો સુખરૂપે નિષેધ કરીને સહજ સુખ અને સ્વભાવરૂપ ભોગ ઉપર દેવચંદ્રજીએ સુંદર પ્રકાશ પાડ્યો છે.
અહિંસાના સ્વરૂપ નિદર્શન સમયે દેવચંદ્રજીએ ભવપરંપરાનું કારણ અનુબંધ હિંસા હોવાથી તેના ત્યાગરૂપ અનુબંધ અહિંસા તેમજ ભાવ અહિંસાને જ વિશિષ્ટ સ્થાન આપ્યું છે.
જીવનું શુદ્ધ સ્વરૂપ તે જ આત્મધર્મ છે. તે સ્પષ્ટ કરીને આત્મધર્મની પ્રાપ્તિનો રાજમાર્ગ પ્રગટ કર્યો છે. જે સર્વ સાધકોને સાધનામાં સહાયક બની શકે છે. દેવચંદ્રજીએ શુદ્ધધર્મની પ્રાપ્તિનું લક્ષ્ય અને મૈત્રી, પ્રમોદ, કારુણ્ય અને માધ્યસ્થ ભાવના સભર જીવન વ્યવહારનું કથન કરીને નિશ્ચય ને વ્યવહારનો સુયોગ્ય સુમેળ કર્યો છે.
વિષયની પ્રામાણભૂતતા માટે દેવચંદ્રજીએ ભગવતી સૂત્ર, આચારાંગ સૂત્ર, શ્રાધ્ધવિધિ પ્રકરણ, નય રહસ્ય આદિ ગ્રંથોનો આધાર આપ્યો છે.
દેવચંદ્રજીના આધ્યાત્મિક પત્રો પં. ટોડરમલજીની રહસ્યપૂર્ણ ચિટ્ટીની જેમ આત્માના શુદ્ધ સ્વરૂપના પ્રગટીકરણમાં કારણભૂત બની શકે તેમ છે. પં. ટોંડરમલજીની ચિઠ્ઠી પણ મુલતાન નિવાસી ભાઈઓ (ખાનચંદ, ગંગાધર, શ્રીપાલ અને સિધ્ધારથદાસ) પર લખાયેલી છે. ૧૬ પૃષ્ઠની લઘુકૃતિમાં પંડિતજીએ રહસ્યપૂર્ણ વાતોને ગર્ભિત કરી છે. પંડિત ટોડરમલજી પણ અઢારમી સદીના અર્થાત દેવચંદ્રજીના લગભગ સમકાલીન ઉચ્ચ કોટિના સાધક પુરુષ હતા.
આ પત્રો પરથી કહી શકાય છે કે તે સમયના શ્રાવકો અને શ્રાવિકાબહેનો પણ કેવાં જિજ્ઞાસુ અધ્યાત્મપ્રેમી અને શુદ્ધ તત્ત્વરસિક હશે ? જેથી શ્રાવકો દ્રવ્યાનુયોગ જેવા ગહનતમ વિષયમાં આટલો ઊંડો રસ લઈને આ પ્રકારના પ્રશ્નો પૂછી શકે.
પત્રોની શૈલી આજથી ૩૦૦ વર્ષ પહેલાંની છે. તે ઉપરાંત પત્રોમાં લખાયેલી છે. તેથી તે સમયની બોલચાલની ભાષાનો જ પ્રયોગ દેવચંદ્રજીએ કર્યો હોય તે સ્વાભાવિક છે. ત્રણ પત્રોમાં બીજા પત્રની ભાષા અન્ય બે પત્રોથી કંઈક જુદી લાગે છે. પત્રોની પધ્ધતિ અનુસાર દેવચંદ્રજીએ પત્રોમાં શિષ્ટાચારનું પાલન, પ્રશ્નોના પ્રત્યુત્તર અને કોઈક ઉપદેશાત્મક હિત સંદેશાઓ પ્રેષિત કર્યા
૨૨૬
શ્રી વિજ્યાનંદસૂરિ સ્વર્ગારોહણ શતાબ્દી ગ્રંથ For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International