Book Title: Vijyanandsuri Swargarohan Shatabdi Granth
Author(s): Navinchandra Vijaymuni, Ramanlal C Shah, Shripal Jain
Publisher: Vijayanand Suri Sahitya Prakashan Foundation Pavagadh
View full book text
________________
એટલે આ બંન્ને કૃતિઓને સરખાવતાં કેટલાંક ફેરફેરો જણાય છે:
કોઈ કોઈક સ્થળે પ્રબોધચિતામણિ માં સવિસ્તર વર્ણન છે તે ત્રભુવનદીપક પ્રબંધ માં કાં તો નથી કર્યું અથવા સંક્ષેપમાં કરવામાં આવ્યું છે.
ઉદાહરણ તરીકે, પ્રબોધચિતામણિ માં આરંભમાં વર્ણવ્યા પ્રમાણે આવતી ચોવીસીના પ્રથમ ર્તીથકર શ્રી પદ્મનાભ પ્રભુના ધર્મરુચિ નામના શિષ્યને કોઇક ગામમાં કેવળજ્ઞાન ઉત્પન્ન થશે ત્યારે તે ગામનો રાજા એમના અતિશયો જોઇને અમને પ્રશ્ન કરશે કે આપ કોણ છો ? કયાંથી આવો છો ? વિગેરે. આ પ્રસંગ પ્રબોધચિંતામણિ ના બીજા અધિકારમાં વર્ણવવામાં આવ્યો છે, પરંતુ તેનો કોઈ નિર્દેશ ત્રિભુવનદીપક પ્રબંધ માં થયો નથી, તો બીજી બાજુ ત્રિભુવનદીપક પ્રબંધ માં છે તેવું પ્રબોધચિંતામણિ માં નથી. ઉદાહરણ તરીકે જુઓ:
નાન્હઉ એ કિમ ઝૂસિ? એ મનિ માણિસિ બ્રૂતિ; નાહાં સિંહ કિસોરડઇ, મયગાલ-ધડ-ભજંતિ;
હું સમરંગણિ ભિડિસુ તે સહૂ તુઝ પસાઉ. ૨૦૮ આ ઉપરાંત પ્રબોધચિંતામણિ અને ત્રિભુવનદીપક પ્રબંધ માં બીજા જે સંખ્યાબંધ નાના નાના ફેરફારો જોવા મળે છે તે નીચે, પ્રમાણે છે:
(૧) પ્રબોધચિંતામણિ માં વિમલબોધની પુત્રીનું નામ તવરુચિ છે, જયારે ત્રિભુવનદીપક પ્રબંધ પ્રમાણે એ નામ સુમિતિ છે. નિવૃત્તના પુત્ર વિવેકની બે પત્નીનાં નામ પ્રબોધચિંતામણિ પ્રમાણે તન્વરુચિ અને સંયમથી છે. જુઓ :
રાણી સુમતિ ખરઉ અનુરાગ,
જેઠઉ બેટઉ તસુ વઇરાગુ. ૧૬૯ | (૨) પ્રબોધચિંતામણિ માં વિમલબોઘની પત્નીનું નામ સન્માર્ગણા જણાવ્યું છે. ત્રિભુવનદીપક પ્રબંધમાં વિમલબોધની પત્નીઓના કોઇ નિર્દેશ જોવા મળતો નથી.
(૩) પ્રબોધચિંતામણિ માં મહારાજાની પત્નીનું નામ જડતા છે, જ્યારે ત્રિભુવનદીપક પ્રબંધ માં તેનું નામ દુર્મતિ આપવામાં આવ્યું. છે. જુઓ:
મોહનાઇ રાણી દુર્મતિ નામ, બેઉ બલવંત, જેઠઉ કામ.૬૩
રાગદ્વેષ બે બેટા લહુય, નિદ્રા, અધૃતિ, મારિ એ ધૂ. ૬૪ (૪) પ્રબોધચિંતામણિ માં જડતાના પુત્ર તરીકે કામ ને બતાવ્યો છે. અને મોહરાજાની પ્રીતિ, અપ્રીતિ વગેરે અનેક સ્ત્રીઓના પુત્રોમાં રાગ, દ્વેષ, આરંભ વગેરે હજારો પુત્રો બતાવવામાં આવ્યા છે. ત્રિભુવનદીપક પ્રબંધ માં કામ,રાગ અને દ્રપ એ ત્રણે પુત્રો દુર્મતિના બતાવ્યા છે અને મોહરાજાની પ્રીતિ, અપ્રીતિ વગેરે રાણીઓ અને આરંભ વગેરે પુત્રોનો ઉલ્લેખ નથી.
૨૦૯
ત્રિભુવન દીપક પ્રબંધ Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org