Book Title: Vijyanandsuri Swargarohan Shatabdi Granth
Author(s): Navinchandra Vijaymuni, Ramanlal C Shah, Shripal Jain
Publisher: Vijayanand Suri Sahitya Prakashan Foundation Pavagadh
View full book text
________________
અહીં કોશા સરોવર, મુખ કમળ, આંખો મીનદ્રય, પ્રેમ જલ, વાણી રસલહરી, કેશકલાપ જલશેવાળ, યૌવન સરોવરપાળ, સ્તનયુગ્મ ચક્રવાકયુગલ તરીકે વર્ણવાયાં છે.
નારિ સરોવર સબલ સકલ મુખકમલ મનોહર' આ પંક્તિમાં “સ' અને “મ' શ્રુતિનાં આવર્તનો અને સબલ, સકલ, કમલન શબ્દાનુપ્રાસ વિશિષ્ટ ઝડઝમક ઊભી કરે છે. લલિતકોમલકાંત પદાવલિનો અનુભવ અહીં થાય છે.
પછી તો કોશાના શૃંગારી હાવભાવ અને કામક્રીડાનાં કેટલાંક વ્યંજનાપૂર્ણ વર્ણનો ચાલે છે. એક ઉદાહરણ :
પોપટ દ્રાખ તણઉ રસ ઘૂંટઈ, પાસિ પડી સૂડી નવિ છૂટઈ,
દોઈકર પાખર બંધન ભીડઈ, આંકસ નખ દેઈ તન પીડઈ. વેશ્યાનો સ્નેહ કદી એક વ્યક્તિનિક હોતો નથી, પણ સ્વાર્થવૃત્તિવાળો હોય છે, અને અનેકની સાથે એ કેવું ફૂડકપટ કરે છે એ વાત કહેવા કવિએ જે કલ્પનાચિત્ર રજૂ કર્યું છે એ કાવ્યાત્મક છે. આ કલ્પનાચિત્ર અને વિરલ લાગ્યું છે અને બીજે કયાંય વાંચ્યાનું જાણમાં નથી.
સૂરિજ જળ અસ્થમઈ કેશ તિમ મૂકી રાઈ, જળ વેલા જેહની, તામ હસ્યઉંમન મોહઈ, કુલ તાર સિરિ ધદ્ધિ, રમાઈ ચંદા સાથઈ, સૂર સમઈ જાણેવિ કુલ પણિ નાંખઈ હાથઈ,
ઈમ યુણિ ફૂડ બિહુચઈ કરઈ, વેશિ કહીં સાચી નઉ હઈ. અહીં સહજસુન્દર કવિ વેશ્યાને રજની સાથે સરખાવીને કહે છે કે જ્યારે સૂરજ આથમે છે ત્યારે રાત્રિ કેશ છૂટા મૂકીને (અંધકાર માટેનું કલ્પન) રુદન કરે છે. પણ પછી, જેવી જેની વેળા, તે પ્રમાણે તેની સાથે મન લગાડે છે. રાત્રિ તારા રૂપી ફૂલો માથામાં ખોસીને (શૃંગાર સજીને) ચંદ્ર સાથે રમત માંડે છે. પછી પાછો સૂર્યને આવવાનો સમય જાગીને માથામાંથી કુલ પોતાને હાથે નાંખી દે છે. (દિવસ ઊગતાં તારા અસ્ત પામે છે તે માટેનું કલ્પન) આમ રાત્રિ બન્નેની સાથે (સૂર્ય અને ચંદ્રની સાથે) કૂડકપટ કરે છે. એ જ રીતે વેશ્યા કદી સાચી હોય નહીં.
ત્રીજા અધિકારમાં રાજ્યનું નિમંત્રણ આવતાં યૂલિભદ્રની વિમાસણ બળદના ઉપમાનથી કવિએ ચિત્રિત કરી છે.
જે હીંડવઉ મોકલવરઈ, માથઈ ન પડ્યું ભાર,
તે ધોરિ ધુરિ જોતરઈ, ધૂગઈસીસ અપાર. જે બળદ મોકળો-મુકત ફર્યો હોય, માથે કોઈ ભાર ન પડ્યો હોય, તેને ધૂંસરી સાથે જોતરવામાં આવે ત્યારે તેનું મસ્તક ધુણાવીને કેવો અણગમો-વિરોધ પ્રગટ કરે છે. એવી જ સ્થિતિ સ્થૂલિભદ્રની
ગુણરત્નાકરછંદ
૧૮૭ ? www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only