Book Title: Vijyanandsuri Swargarohan Shatabdi Granth
Author(s): Navinchandra Vijaymuni, Ramanlal C Shah, Shripal Jain
Publisher: Vijayanand Suri Sahitya Prakashan Foundation Pavagadh
View full book text
________________
પ્રારંભે જિનેશ્વરદેવ, સરસ્વતીદેવી અને તેમના કૃપાપાત્ર સિદ્ધસેન દિવાકરાદિ કવિવર તથા ગુરુશ્રી મહિમાપ્રભસૂરિને પ્રણમીને કવિએ ચોથી જ કડીમાં ‘સુકડિ ઓરસીયા તમો કહિયું સરસ સંવાદ' એમ વિષયારંભ કરી લીધો છે. ઋષભજિણંદપુત્ર ચક્રવર્તિરાજા ભરત અયોધ્યાનગરીમાંથી છ ખંડ ભૂમિપર રાજ્ય કરે છે. સાથે ૧૪ રત્નો, ૯ નિધિ, ૬૪ હજાર રાણીઓ અને અપાર ઐશ્વર્ય છે. ત્યારે કેવલીપ્રભુ ઋષભદેવ મુખે સંઘપતિ પદ મહિમા, તેનાં લક્ષણો, તેનું કાર્ય આદિ શ્રવણ કરતાં ઉત્સાહ પ્રકટતાં ભરતરાજા શત્રુજ્ય યાત્રાનો સંઘ લઈ જવાનો સંકલ્પ પાર પાડવા ઉદ્યમશીલ બન્યાની વાત પ્રથમ ઢાલમાં કવિએ કહી છે.
સંઘપ્રયાણનું સુંદર વર્ણન કરતી બીજી ઢાલ અને જે ગિરિરાજના કાંકરે કાંકરે અનંત સાધુગણ સિદ્ધ થયા છે ત્યાં ચૈત્ય કરાવી, પ્રભુના પ્રસાદો રચાવી, અનેક પ્રકારે ભક્તિભાવપૂર્વક પ્રભુજીની પ્રતિમાઓ બનાવડાવી પ્રતિષ્ઠા મહોત્સવ કરવાની તૈયારી દર્શાવતી ત્રીજી ઢાલની ભૂમિકા આલેખી કવિ ચોથી ઢાલથી સંવાદકૃતિના મુખ્ય વિષય પર આવે છે.આ ૫૬ કડીની પૂર્વભૂમિકામાં ભરતરાજા, તેની રાણીઓ, તેનું રાજ્ય, સંઘપતિનાં લક્ષણો, કર્તવ્ય, મહાભ્ય, સંઘપ્રયાણ આદિનાં સંક્ષિપ્ત સુંદર વર્ગનો છે.
ભરત રાજાએ:મનોહર મૂલી ઔષધી મોતી રયાણ પ્રવાલ, તીર્થોદક માટી શુભા વાલા ગંધ વિશાલ; અગર કપૂર-કેસર સુકડિ વાવ્યા વલી જવાર, પ્રતિષ્ઠા ઉપયોગિની વસ્તુ સજજ સવિ સાર.
અને “ઘર્ષણ પસાણ કજ' લેઈ સૂકડિ હાથ, “કરઈ ઘસરકો જેહવઈ ઓરસીયાને અંગ” કે તુરત સુકડિ બોલી “ભરત સુણો એક વિનતી રે” અને ૧૨ કડીમાં તે ઓરસીયાનો સ્પર્શ પોતાના અંગને થાય તે અણઘટતી વાત છે તે માટેનાં કારણો દર્શાવે છે. તેના ઉત્તરરૂપે ધીરગંભીર ઓરસીયા ૪૪ કડીની ઉક્તિમાં પ્રભાવક દલીલોની રજૂઆત કરે છે છતાં સુકડિ માનતી નથી. તે ૪૮ કડીમાં પ્રત્યુત્ત આપે છે. જેની સામે ઓરસીયો ૨૧ કડીમાં અને ફરીથી સુકડિને ૨૮ કડીના પ્રત્યુત્તર સામે ૩૩ કડીમાં દલીલો કરે છે. આમ સુકડિની ૧૨, ૪૮ અને ૨૮ તથા ઓરસીયાની ૪૪, ૨૧ અને ૩૩ કડી સામસામે દલીલોની ૮૮ તથા ૯૮ એમ કુલ ૨૦૨ કડીને આ વિવાદાત્મક સંવાદ છે. સંભાષણ હોઈ તેમાં બોલચાલની લહેકામય પાત્ર અનુરૂપ ભાષા પ્રયોજાઈ છે. પરિણામે કૃતિની સાહજિક સ્વાભાવિક સચોટ રસાત્મક સધાય છે. વિવાદ કરતાં પૂર્વપક્ષ-ઉત્તરપક્ષ એકમેકને ઉતારી પાડી, તેમની રજૂઆતને વજૂદ વગરની સાબિત કરી પોતાની વાતને સાચી સિદ્ધ કરવાના સક્ષમ પ્રયાસ કરે છે. બન્ને પક્ષની દલીલોની જોરદાર રજૂઆત આ સંભાષણને રસમય બનાવે છે.
૧૯૦
શ્રી વિજયાનંદ મરિ સ્વર્ગારોહાગ શતાબ્દી ગ્રંથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org