Book Title: Vijyanandsuri Swargarohan Shatabdi Granth
Author(s): Navinchandra Vijaymuni, Ramanlal C Shah, Shripal Jain
Publisher: Vijayanand Suri Sahitya Prakashan Foundation Pavagadh
View full book text
________________
લઈ કવિ પોતાનો ઉત્કટ ગુણાનુરાગ વ્યક્ત કરે છે. - “ગુણકમલ તોરઈ વેધીઉ, મનભમર મુઝ રસપૂરિ (તારા ગુણરૂપી કમલથી મારો મનરૂપી ભ્રમર રસપૂર્ણતાથી વીંધાયો છે, લુબ્ધ થયો છે.) પછી પણ કવિ જ્યારે એમ કહે છે કે ‘પસરી તુમ્હે મનમાંડવઇ રે, મનોહર અમ ગુણવેલિ ત્યારે ગુણવેલિ’ એટલે ગુણાનુરાગરૂપી વેલિ એમ જ અર્થ લેવો જોઈએ. (શૃંગારમંજરી માં પ્રીતિલતા જ કહેલી છે.) કવિ સીમંધરસ્વામીના નામનો મંત્ર જપે છે તે પણ એમનાં ગુણલડાંની માળા ગૂંથીને (૧૬). તીર્થંકરદેવ પ્રત્યેના કવિના ખેંચાણનું કારણ એમના ગુણો છે તે વાત એક સ્થાને માર્મિક રીતે કહેવાઈ છે - દૂતીપણું તોરા ગુણ કરે. ને સીમંધરસ્વામી ને વારે વારે સુગુણ એવું વિશેષણ લગાડાય છે અને એમના ગુણો લખતાં પાર આવે તેમ નથી એમ પણ કહેવાય છે. ગુણોનું ખેંચાણ એટલું બધું છે કે વિ વીસરઈ ગુણ તોરડા, જઉ લાખ જોઆગ દૂરિ.
પણ વાત આટલેથી અટકતી નથી. કિવ સીમંધરસ્વામીના ગુણો પ્રત્યે જ આસક્ત નથી, તેમના રૂપની અને અંગશોભાની મોહિની પણ એ અનુભવે છે. જેમકે, સીમંધરસ્વામીના મુખચંદ્રનું આકર્ષણ :
તુઝ દેખવા મુખચંદલઉ, દોઈ નયણ કરઈ રુહાડિ. ૨.૨
એમની ચાલ, એમનું બોલવું, એમની આંખના ભવાં વગેરેનું આકર્ષણ ઃચતુર ચમકઇ ચીતડઈ, તુ ચાલતાં ભુંઈ સોહઈ રે,
અમીય ઝરઇ મુખિ બોલંતા, તું તોરઈ નયન-ભ્રમિ સહુ મોહઈ રે.
ગુણપૂજા તો દૂર રહીને પણ થઈ શકે પરંતુ કાવ્યમાં તો વહાલાજી ને સાથે આંખ મેળવવાની, એમનું દર્શન કરવાની, એમની સાથે વાત કરવાની તીવ્ર અભિલાષા વારંવાર વ્યક્ત થઈ છે, અને પ્રતીક્ષા વિરહ વ્યાકુળતા અધીરાઈ વગેરે ભાવો વ્યક્ત થયા છે જે પ્રત્યક્ષ મિલનની આકાંક્ષા સૂચવે છે. પ્રિયતમને કહેવાની મનની વાત તો એવી છે કે જે ‘પાપી (દોષી)’ જન ‘વેરી’ વગેરેથી છાની રાખવા કવિ ઈચ્છે છે. જાણે કે આ ખાનગી પ્રેમપત્ર ન હોય ! -
મિન જે ઊપજઈ વાતડી, (તુ) તે લેખમાં ન લખાઈ રે,
પાપી દોષી જન ઘણા, (તુ) મિલ્યા પાખઈ ન કિહિવાઈ. રે. ૩૩
આ રીતે કવિની પ્રીતિભક્તિનો લૌકિક પ્રીતિભાવનો રંગ લાગેલો છે એ સ્પષ્ટ છે પણ એથી આ પ્રીતિભાવ તાદ્દશ બને છે. એમાં તીક્ષ્ણતા અને તીવ્રતા પ્રતીત થાય છે, એમાં આત્મીયતા, એકેનિષ્ઠતા અને એકાન્તિકતાનો એક મનોરમ અનુભવ થાય છે. વસ્તુતઃ એ લૌકિક પ્રીતિ નથી જ. વધારે અગત્યનું તો આ મનોભાવોને કયા કાવ્યકસબોથી અભિવ્યક્ત કર્યા છે અને એને કેવા માર્મિક અને ધારદાર બનાવાયા છે તે છે. વહાલાજીને જાળવાની ઉત્સુકતા સૂડલા (પોપટ) ને ઉદ્દેશીને કહેવાયેલી આ પંક્તિમાં કેવી અસરકારકતાથી પ્રગટ થઈ છે તે જુઓ :
સીમંધરસ્વામીલેખ
Jain Education International
For Private & Personal Use Only
૧૭૯
XIXI
www.jainelibrary.org