Book Title: Vijyanandsuri Swargarohan Shatabdi Granth
Author(s): Navinchandra Vijaymuni, Ramanlal C Shah, Shripal Jain
Publisher: Vijayanand Suri Sahitya Prakashan Foundation Pavagadh
View full book text
________________
(જે ભણાવે, પઠન કરાવે તે ઉપાધ્યાય.)
अधि-आधिक्येन गम्यते इति उपाध्यायः। (જેમની પાસે અધિક વાર જવાનું થાય છે તે ઉપાધ્યાય.)
स्मर्यते सूत्रतो जिनप्रवचनं येभ्यस्ते उपाध्यायः। (જેમની પાસે જિનપ્રવચનનું સ્મરણ તાજું કરવામાં આવે છે તે ઉપાધ્યાય.) उपाधानमुपाधिः सन्निधिस्तेनोपाधिना उपाधौ वा आयोलाभः श्रुतस्य येषामुपाधीनां वा
विशेषणानां प्रक्रमाच्छोभनानामायो-लाभो येभ्यस्ते उपाध्यायाः। (જેમની ઉપાધિ અર્થાત્ સંનિધિથી શ્રુતનો આય અર્થાત્ લાભ થાય છે તે ઉપાધ્યાય.) आधिनां मनः पीडानामायो लाभ:-आध्याय: अधियां वा (नका: कुत्सार्थत्वात्) कुबुध्धीनामायोऽध्यायः, दुर्ध्यानं वाध्याय: उपहत: आध्याय: वा यैस्ते उपाध्यायः। (જેઓએ આધિ, કુબુધ્ધિ અને દુર્ગાનને ઉપહન અર્થાત્ સમાપ્ત કરી દીધું છે તે ઉપાધ્યાય છે.) આવશ્યકચૂર્ણિમાં કહ્યું છે :
तमुपेत्य शिष्टा अधियन्त ईत्युपाध्यायः । (જેમની પાસે જઈને શિવ અધ્યયન કરે છે તે ઉપાધ્યાય છે.) આવશ્યકનિવૃત્તિમાં કહ્યું છે :
उति उवओगकरणे वत्ति अ पावपरिवजणे होई।
ज्ञत्ति अ झाणस्स कए उत्ति अ ओसक्कणा कम्मे ॥ (જેઓ ૩ એટલે ઉપયોગપૂર્વક, એટલે પાપકર્મનું પરિવર્જન કરતાં કરતાં, ફુ એટલે ધ્યાન ધરીને, ૫ એટલે કર્મમળને દૂર કરે છે તે ઉપાધ્યાય છે.)
રાજવાર્તિકમાં તથા સર્વાર્થ સિધ્ધિમાં ઉપાધ્યાયની વ્યાખ્યા આપતાં કહ્યું છે : विनयेनोपेत्य यस्माद् व्रतशीलभावनाधिष्ठानादागमं श्रुताख्यमधियते इत्युपाध्याय :।
(જેમની પાસે ભવ્યજનો વિનયપૂર્વક જઈને શ્રુતનું અધ્યયન કરે છે એવા વ્રતશીલ અને ભાવનાશાળી મહાનુભાવ ઉપાધ્યાય કહેવાય છે.) નિયમસારમાં શ્રી કુંદકુંદાચાર્યે ઉપાધ્યાય નાં લક્ષણો દર્શાવતાં કહ્યું છે :
रयणत्तयसंजुत्ता जिणकहियपयत्थदेसया सूरा। णिक्खस्वभावसहिता उवज्झाया एरिसा होति॥
ઉપાધ્યાય -પદની મહિના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org