Book Title: Vijyanandsuri Swargarohan Shatabdi Granth
Author(s): Navinchandra Vijaymuni, Ramanlal C Shah, Shripal Jain
Publisher: Vijayanand Suri Sahitya Prakashan Foundation Pavagadh
View full book text
________________
બાંધકામમાં આ ઈંટોનું કદ સામાન્ય છે. તેના અનુકાલીન યુગની ઈંટો ૩૭.૫ × ૩૦ x ૭ ની છે. સુલતાન યુગમાં ૩૦ x ૨૨.૫ x ૭ ઈંટો વપરાઈ છે. તે બાબત લક્ષમાં લેતાં આ અવશેષો આજથી દોઢ હજાર વર્ષ કરતાં જૂની પરંપરા દર્શાવે છે.
આ અવશેષો પાસેથી નળિયાં, વાસણો આદિ ઘરવખરી મળે છે. આ પ્રકારના નળિયાં આજના મેગ્લોરી ટાઈલ્સની સાથે સામ્ય ધરાવતા છે. તે બન્ને બાજુએ ઊભી ધારવાળાં સપાટ છે. આ પ્રકારના નળિયાં થાપલા ને નામે ઓળખાય છે. તે અત્યારે વપરાતા અર્ધગોળ નળિયાં કરતાં જૂની પરંપરાના છે. દેવની મોરી તથા તેના સમકાલીન સ્તરોમાંથી મળતા થેપલા બન્ને બાજુની ધારની સરખામણીમાં અહીંના થાપલા વધુ ઊંચી ધારવાળા છે. તેની બનાવટની શૈલી જોતાં તે દેવની મોરીના અનુકાલીન યુગના લાગે છે અને તેથી તેની મદદથી અહીંનાં મકાનોનો કાલનિર્ણય કરતાં તે આશરે હજાર વર્ષ કરતાં જૂનાં હોવાનું સૂચન કરે છે.
માટીનાં કોડિયા, વાડકા, કથરોટ, હાંડી જેવાં વાસણોનાં ઠીકરાં પણ અહીંથી મળે છે તે થાપલાની સાથે કાલક્રમમાં સામ્ય ધરાવતાં લાગે છે. વધુ તપાસ કરતાં જૂના ઘાટના વાસણો મળે તો તેની મદદથી આ વસવાટનો સમય હજાર વર્ષ કરતાં કેટલો પુરાણો-પ્રાચીન છે તે બાબત સ્પષ્ટ થાય. આજની પરિસ્થિતિમાં તે આશરે હજાર-બારસો વર્ષ જૂનો ગણવામાં કોઈ બાધક પ્રમાણ દેખાતો નથી.
માર્ગો
મકાનો અને ઘરવખરી જોતાં આ મકાનો સાથે સંબંધ ધરાવતા માર્ગો બાબત તપાસ કરતાં અહીં પૂર્વ પશ્ચિમના મુખ્ય માર્ગને પર્વતની તળેટીમાં બંધાયેલાં મકાનો, તળાવ પર આવવાના માર્ગ આદિ સાથે સાંકળી લેવામાં આવ્યો હતો. તેની સાથે દુર્ગની અંદર ફરવાના માર્ગો પણ હોવાના પ્રમાણો છે. તે પૈકી કેટલેક સ્થળે ચઢવા ઊતરવા માટે વ્યવસ્થિત પગથિયાં બાંધવામાં આવેલાં દેખાય છે.
આ પગથિયાં બાંધવામાં પણ સ્થાનિક પથ્થરોનો ઉપયોગ થયો છે. પથ્થરો ગોઠવીને પગથિયાં સમતલ કરવામાં આવ્યા છે. તેથી તૈયાર થતી સોપાનપંક્તિઓ મકાનો તરફ જતી હોવાનાં એંધાણ છે. આમ આ માર્ગો, મકાનો, ઘરવખરી આદિ તારંગા પર આશરે હજાર વર્ષ કરતાં જૂનો માનવવસવાટ હોવાનું સૂચવે છે. તેના એક મુખ્ય માર્ગ અને તેની સાથે તેની બન્ને બાજુએથી આવતા બીજા માર્ગોવાળાં આ ગામની ચારેબાજુ દુર્ગ પર હિલચાલ થઈ શકે એવી માર્ગોની સગવડ હતી.
૧૭૦
Jain Education International
શ્રી વિજયાનંદસૂરિ સ્વર્ગારોહણ શતાબ્દી ગ્રંથ
For Private & Personal Use Only
www.jainelibrary.org