Book Title: Vijyanandsuri Swargarohan Shatabdi Granth
Author(s): Navinchandra Vijaymuni, Ramanlal C Shah, Shripal Jain
Publisher: Vijayanand Suri Sahitya Prakashan Foundation Pavagadh
View full book text
________________
દુર્ગ
તારંગાના નગરના રક્ષણ માટે દુર્ગ બાંધેલો છે. જ્યાં ભેખડો સીધી અને ચઢાણ અશક્ય છે તેવાં સ્થળો બાદ કરતાં બીજા ભાગો પર સ્થાનિક ગ્રેનાઈટ પથ્થરની ભીતો બાંધીને દુર્ગ તૈયાર કરવામાં આવ્યો હતો. તેની પંચકોણાત્મક જેવી રચના નકશા પર દેખાય છે. આ દુર્ગને પૂર્વ અને પશ્ચિમ દિશાના દરવાજા છે. તેમાં પૂર્વના દરવાજાની રચના સુલતાન યુગની કથનવાળી છે. ત્યાં દરવાજાની પાસેની ભીંત પર શિખરના ભાગો, ચક્રેશ્વરી, તીર્થંકર આદિ શિલ્પો, દેખાય તે રીતે જડી દીધેલાં છે.
દુર્ગનો પશ્ચિમનો દરવાજો પૂર્વના જેવો છે. અહીં ગણેશ, મહિષાસુર-મર્દિનીના શિલ્પો ગોખમાં છે. અને તેના ઉપર દ્વન્દ્વયુધ્ધનાં શિલ્પો છે. દરવાજાની દોઢી કે ચોકીદારોને બેસવાનાં સ્થળોની ભીંતો પર રેખા બુટી આદિનાં ચિત્રો છે. ગણેશ અને મહિસાસુરમર્દિનીનાં શિલ્પો આ દરવાજાનું મહત્ત્વ દર્શાવે છે. એની યાત્રાના હેવાલો, પુષ્ટિ કરે છે. આ તરફથી તારંગા આવવાના બે માર્ગોનું વર્ણન મળે છે. આ દુર્ગ ક્યારે બંધાયો તે બાબત વધુ તપાસ અપેક્ષિત છે. પરંતુ તેના દરવાજાઓનાં ચિત્રો, રચના આદિ જોતાં તે સંભવતઃ અઢારમી સદીમાં બંધાયા છે. આ દરવાજાનો જીર્ણોધ્ધાર થઈને નવા તૈયાર થયા છે કેકિલ્લા ની ભીંતના સમકાલીન છે તે બાબત અન્વેષણથી નિશ્ચિત કરવાની જરૂર છે.
કુંડ
અજિતનાથના દહેરાસરના ઈશાન ખૂણે, દિગંબરોના દહેરાસર પાસે એક સમચોરસ કુંડ છે. આ કુંડમાં બન્ને બાજુથી પ્રવેશ કરવાનાં પ્રવેશદ્વાર છે. કુંડ પથ્થરયુક્ત છે. તેની રચનામાં વપરાયેલી ઈંટો તથા બીજી સુશોભન આદિ સામગ્રી પણ તેને વાવ કરતાં વધુ પ્રાચીન હોય તેમ દર્શાવતી નથી.
કૂવો
અજિતનાથના દહેરાસરના પશ્ચિમે આવેલાં તળાવ પાસે એક નાનો પુરાઈ ગયેલો કૂવો છે. એ કૂવાની બાજુએથી અંદર ઊતરવાનાં સોપાન છે. તેથી તે ગુજરાતના સામાન્ય રીતે જાણીતા ફેરકૂવા ના પ્રકારનો લાગે છે. આવા કૂવા ચાંપાનેર, સેવાસી જેવાં સ્થળોએ જોવામાં આવ્યા છે. તથા તે ભમરિયા કૂવા કરતાં સાદા સ્વરૂપનાં છે. આવા કૂવા પંદરમી-સોળમી સદીમાં ગુજરાતમાં તૈયાર થયા છે. તેથી આ કૂવો આ યુગનો હોય તો અજિતનાથ ના દહેરાસરમાં સંવત ૧૬૪૨માં જીર્ણોધ્ધાર થયો તેનો સમકાલીન ગણાય. પરંતુ એની પ્રાચીનતાની વધુ તપાસ જરૂરી છે.
પાણીના પુરવઠાની આ ખીણમાં આવી સારી સગવડ હોવાથી અહીં માનવ વસતી હોવાના કેટલાંક પ્રમાણો મળે છે.
જૈન તીર્થ તારંગા ઃ એક પ્રાચીન નગરી
Jain Education International
For Private & Personal Use Only
૧૭૧
www.jainelibrary.org