Book Title: Vijyanandsuri Swargarohan Shatabdi Granth
Author(s): Navinchandra Vijaymuni, Ramanlal C Shah, Shripal Jain
Publisher: Vijayanand Suri Sahitya Prakashan Foundation Pavagadh
View full book text
________________
સમજાવે છે. વળી તેઓ દ્વારા સૂત્રાર્થની પરંપરા વિસ્તરતી ચાલે છે. ઉપાધ્યાય મહારાજ સૂત્રોનો અર્થ સામાન્યથી સમજાવે છે અને આચાર્ય ભગવંત વિશેષથી અર્થ સમજાવે છે અર્થાત્ જ્યાં જ્યાં અવકાશ હોય ત્યાં ત્યાં તેનાં ગૂઢ રહસ્યો પ્રકાશે છે.
પંચપરમેષ્ઠિ નમસ્કાર અને સાધનામાં પંન્યાસ શ્રી ભદ્રંકરવિજયજી ગણિવર લખે છે, શ્રી ઉપાધ્યાય ભગવંતનો નમસ્કાર કેવી રીતે ભાવનમસ્કાર બને છે તે જોઈએ શબ્દ, રૂપ અને ગંધ એ જેમ અનુક્રમે શ્રોત, ચક્ષુ અને ઘાણના વિષયો છે, તેમ રસ અને સ્પર્શ અનુક્રમે રસનેન્દ્રિય અને સ્પર્શેન્દ્રિયના વિષયો છે અને તેનું આકર્ષણ જીવને અનાદિનું છે. તે ટાળવાના ઉપાય તરીકે અને તે દ્વારા ઉપાધ્યાયના નમસ્કારને ભાવનમસ્કાર બનાવવા માટે શ્રી ઉપાધ્યાય ભગવંતોનો સ્વાધ્યાય અને તેથી ઉત્પન્ન થતો એક પ્રકારનો રસ તે બંનેનું પ્રાણિધાન આવશ્યક છે. દ્વાદશાંગીરૂપ પ્રવચનનો સ્વાધ્યાય નિરંતર કરવો અને અન્યને કરાવવો એ શ્રી ઉપાધ્યાય ભગવંતનું સર્વશ્રેષ્ઠ કર્તવ્ય છે.. એ સ્વાધ્યાયનો રસ અતીન્દ્રિય તૃપ્તિને આપે છે, કે જે તૃપ્તિ સયુક્ત ભોજનનો નિરંતર સ્વાદ કરનારને પણ કદી થતી નથી ... શ્રુતજ્ઞાનના અભ્યાસથી શ્રી ઉપાધ્યાય ભગવંતોને થતી તૃપ્તિ તે અનાદિવિષયની અતૃપ્તિને શમાવનારી છે અને અતીન્દ્રિય તૃપ્તિના નિરુપમ આનંદને આપનારી છે.
રત્નશેખસૂરિની ગાથાને અનુસરી ઉપાધ્યાય શ્રી યશોવિજયજી કહે છે
દ્વાદશ અંગ સજ્ઝાય કરે જે, પારગ ધારક તાસ, સૂત્ર અરથ વિસ્તાર રસિક તે, નમો ઉવજ્ઝાય ઉલ્લાસ.
વળી તેઓ ઉપાધ્યાયપદનો મહિમા સમજાવતાં કહે છે
નામ અનેક વિવેક, વિશારદ પારદ પુણ્ય, પરમેશ્વર-આજ્ઞાત, ગુણ સુવિશુદ્ધ અગણ્ય, નમીએ શાસન-ભાસન, પતિતપાવન ઉવજ્ઝાય, નામ જપતાં જેહનું, નવ વિધિ મંગલ થાય.
પંન્યાસ શ્રી ભદ્રંકરવિજયજી મહારાજ આ વિષે કહે છે, ઉવજ્ઝાય શબ્દ પણ ઉપયોગકરણમાં તથા ધ્યાનના નિર્દેશમાં વપરાયેલો છે. અર્થાત્ શ્રી ઉપાધ્યાય ભગવંતો સદા ઉપયોગી અને નિરંતર ધ્યાની હોય છે.
શ્રી રત્નશેખરસૂરિએ શ્રીપાળરાજાની કથા ‘સિરિસિરિવાલ કહા' માં ઉપાધ્યાયપદનું ધ્યાન ધરવાનું
કહ્યું છે
ઉપાધ્યાય-પદની મહત્તા
Jain Education International
गणतित्तीसु निउत्ते सुत्तत्थज्झावणंमि उज्जुते । सज्जाए लीणमणे सम्मं झाएह उज्झाए ।
For Private & Personal Use Only
૧૫૫
www.jainelibrary.org