Book Title: Vijyanandsuri Swargarohan Shatabdi Granth
Author(s): Navinchandra Vijaymuni, Ramanlal C Shah, Shripal Jain
Publisher: Vijayanand Suri Sahitya Prakashan Foundation Pavagadh
View full book text
________________
છે. ઉપાધ્યાય ભગવંત સાધુમાંથી ઉપાધ્યાય થયા હોય છે એટલે સાધુ તરીકેના તેમનાં વ્રત-તપાદિ ચાલુ જ હોય છે અને સાધુના સત્તાવીસ ગુણોથી તો તેઓ યુક્ત હોય જ છે. પોતાના પંચાચારના વિશુદ્ધ પાલન દ્વારા તેઓએ વાચના લેતા મુનિઓ સમક્ષ એક અનુકરણી ઉદાહરણ પૂરું પાડવાનું હોય છે.
ઉપાધ્યાય મહારાજ બાહ્ય બધી ક્રિયાઓ ઉપયોગપૂર્વક કરતા હોવા છતાં અને પોતાના ગચ્છમાં સારણાદિક કર્તવ્ય કરતા હોવા છતાં તેમનું ચિત્ત સતત ધ્યાનમાં રહેતું હોય છે. તેઓ આગમોના મુખ્યાર્થ ઉપરાંત અક્ષર, પદ, વાક્ય, વાક્યસમૂહનો શો તાત્પર્યાર્થ છે, તથા તેમાં કેવાં કેવાં રહસ્યો ગૂંથી લેવામાં આવ્યાં છે તેનું મનન-ચિંતન કરતા રહેતા હોય છે. તેમનું ભાવવિચંતન મૌલિક અવગાહનરૂપ, અનુપ્રેક્ષારૂપ હોય છે. તેમનો રસનો વિષય જિનેશ્વરકથિત પદાર્થોનાં રહસ્યોને પામવાનો હોય છે. એથી જ તેઓ આત્મમગ્ન હોય છે અર્થાત્ આત્મારૂપી ઘરમાં રમણ કરતા હોય છે. કહ્યું છે સારણાદિક ગચ્છમાંહિ કરતાં, પણ રમતાં નિજ ઘર હો, રંગીલે જી ઉરા તું તો પાઠક પદ મન ધર હો.
શ્રી પાલ રાસમાં પણ કહ્યું છે
૧૫૨
ઉપાધ્યાય ભગવંત દિવસ-રાત અન્ય ક્રિયાઓ કરતા હોવા છતાં અને સમુદાયનાં અન્ય વ્યવહારનાં કાર્યો એમણે કરવાનાં હોય તો પણ એમનું ચિત્ત તો શ્રુતશાસ્રના તમામ પદાર્થોમાં સતત રમતું હોય છે. એમને માટે ઉપમા આપવામાં આવે છે કે, જેમ જલ વિના માછલી તરફડે તેમ શ્રુતશાસ્ત્ર વિના ઉપાધ્યાય મહારાજને ચેન ન પડે. શાસ્ત્રોના અધ્યયન કે અધ્યાપનનો તેમને ક્યારેય થાક ન લાગે, વસ્તુત અધ્યયન-અધ્યાપનની વાત આવે ત્યાં તેઓ ઉત્સાહમાં આવી જાય. અધ્યાપનના કાર્યનો તેમને ક્યારેય બોજો ન લાગે. દિવસરાત ક્યારેય કોઈ પણ શિષ્ય કે અન્ય કોઈ ગૃહસ્થ શંકાસમાધાન માટે આવે ત્યારે તેઓ અવશ્ય તત્પર જ હોય. એ કાર્યમાં તેઓ ક્યારેય ઉતાવળ ન કરે તે વેઠ ન ઉતારે. પૂરી ધીરજ, ખંત, શાન્તિ અને સમભાવથી તથા એટલા જ ઉત્સાહથી તેઓ પદાર્થને, તત્ત્વને, સિદ્ધાંતને સમજાવે. ક્યારેક પૂછનાર વ્યક્તિ ગુસ્સો કરે, આવેગમાં આવીને ખોટી ખોટી દલીલો કરે તો પણ ઉપાધ્યાય મહારાજ એટલા જ સમભાવથી અને ક્ષમાભાવથી, જરૂર પડે તો મધ્યસ્થ કે કરુણાભાવથી તેને સમજાવે. તેઓ પોતે ક્યારેય રોષે ન ભરાય કે ઉત્તર આપવાનું રોષપૂર્વક ન ટાળે. અલબત્ત, તેઓ પાત્ર જોઈને કરે, તેની ગ્રહણશક્તિ અને સ્મરણશક્તિ એકસરખી ન હોય એટલે જે જીવ જે દશાએ હોય ત્યાંથી તેને ઊંચે ચઢાવવાની દૃષ્ટિથી પૂરા સદ્ભાવપૂર્વક તેઓ અધ્યયન કરાવે. માસતુસ મુનિનું દૃષ્ટાંત જાણીતું છે. મુનિને કશું આવડતું નહોતું અને કશું જ યાદ રહેતું નહોતું. તેમના
તપ સજ્ઝાયે રત સદા, દ્વાદશ અંગના ધ્યાતા રે, ઉપાધ્યાય તે આતમા, જગ બંધવ, જગ ભ્રાતા રે.
Jain Education International
શ્રી વિજયાનંદસૂરિ સ્વર્ગારોહણ શતાબ્દી ગ્રંથ
For Private & Personal Use Only
www.jainelibrary.org