Book Title: Vijyanandsuri Swargarohan Shatabdi Granth
Author(s): Navinchandra Vijaymuni, Ramanlal C Shah, Shripal Jain
Publisher: Vijayanand Suri Sahitya Prakashan Foundation Pavagadh
View full book text
________________
સં. ૧૯૪૪ માં મૂલચંદજી મહારાજની નિશ્રામાં અમદાવાદથી શત્રુંજયનો સંઘ નીકળ્યો હતો. વૃદ્ધિચંદ્રજી મહારાજ ત્યારે પોતાની નાદુરસ્ત તબિયતને કારણે પાલિતાણા આવી શકે તેમ નહોતા. એટલે સંઘ ભાવનગર આવીને પછી પાલિતાણા જવાનો હતો. વૃદ્ધિચંદ્રજી મહારાજને આ સંઘ નીકળવાના સમાચાર મળતાં તેઓ પોતાના ગુરુબંધુને મળવા આતુરતાપૂર્વક રાહ જોવા લાગ્યા હતા.
જ્યારે સંઘ ભાવનગર આવ્યો ત્યારે વૃદ્ધિચંદ્રજી પોતાના સાધુ-સાધ્વીના સમુદાય સહિત શહેર બહાર સામેયું કરવા ગયા અને ઘણાં વરસ પછી મૂલચંદજી મહારાજને મળતાં અત્યંત હર્ષ અનુભવ્યો. વડીલ ગુરુબંધુનું આગમન થતાં અને એક ઉદ્યાનમાં તેઓ પાટ ઉપર બિરાજમાન થતાં વૃદ્ધિચંદ્રજી મહારાજે પોતાનાં સાધુ-સાધ્વી સહિત વિધિપૂર્વક વંદન કર્યા અને મૂલચંદજી મહારાજનાં ચરણકમલમાં પોતાના મસ્તક વડે સ્પર્શ કર્યો. આ દશ્ય જોનાર ભાવવિભોર બની ગયા અને જૈનધર્મમાં વિનયને કેટલું બધું મહત્વ અપાયું છે તે સમજીને તે માટે રુચિવાળા થયા.
ત્યારપછી મૂલચંદજી મહારાજના પરિવારનાં સાધુ-સાધ્વીઓએ વૃદ્ધિચંદ્રજી મહારાજને વંદન કર્યા. આમ પરસ્પર વંદનવિધિ પતી ગયા પછી ભાવનગર શહેરમાં સંઘનો ભવ્ય પ્રવેશે થયો. સંઘ બે દિવસ રોકાયો તે દરમિયાન બંને ગુરુબંધુઓએ પરસ્પર અનુભવોની, અધ્યયનની અને શાસનનાં કાર્યોની વિચારણા કરી.
વૃદ્ધિચંદજી મહારાજે જોયું કે પાઠશાળાઓ અને વિદ્યાશાળાઓ વગર શ્રાવકોમાં તેજ નહિ આવે. એ માટે એમણે ઘણે સ્થળે બાળકો માટે પાઠશાળાઓ ચાલુ કરાવી હતી. પાલિતાણામાં સંસ્કૃત વગેરેના અભ્યાસ માટે મુર્શીબાદના બાબુ બુદ્ધિસિંહજીને પ્રેરણા કરીને બુદ્ધિસિંહજી પાઠશાળા' ની સ્થાપના કરાવી હતી. ભાવનગરમાં જૈન ધર્મ પ્રસારક સભા નામની સંસ્થાની સ્થાપના કરાવી હતી તથા “જૈનધર્મ પ્રકાશ પત્રનું પ્રકાશન કરાવ્યું હતું. લીંબડીમાં તેમણે જ્ઞાનભંડાર વ્યવસ્થિત કરાવ્યો હતો. જ્ઞાનવૃદ્ધિનાં આવાં અનેક કાર્યો એમના હાથે થયાં હતાં.
સં. ૧૯૪૪ના ચાતુર્માસ પછી પાલિતાણામાં ગણિવર્ય શ્રી મૂલચંદજી મહારાજની તબિયત બગડી. તેમના શરીરમાં રકતવાતનો વ્યાધિ થઈ આવ્યો અને તે વધતો ગયો. એથી શરીરમાં ઘણી અશકિત આવી ગઈ અને ચાલવાની શક્તિ પણ રહી નહિ. વૃદ્ધિચંદ્રજી મહારાજ એમના સતત સમાચાર મેળવતા રહ્યા હતા, પરંતુ જ્યારે જાણ્યું કે પાલિતાણામાં ઔષધોપચારથી કંઈ ફરક પડ્યો નથી ત્યારે તેમને ભાવનગર બોલાવી સારા વૈદ્યો-ડૉક્ટર પાસે ઉપચાર કરાવવાનું વિચાર્યું. તેમણે ભાવનગરથી શ્રેષ્ઠીઓને મોકલ્યા. ગણિવર્ય મહારાજ ચાલી શકે એમ નહોતા. એટલે તેમના માટે માના (પાલખી જેવું વાહન) ની વ્યવસ્થા કરાવી. તેમાં બેસી મૂલચંદજી મહારાજ ભાવનગર પધાર્યા. ભાવનગરમાં ઘણા ઉપચાર કરાવ્યા પણ વ્યાધિ વધતો રહ્યો. આયુષ્ય પૂરું થતાં સં. ૧૯૪૫ ના માગસર વદ છઠ્ઠના દિવસે એમણે દેહ મૂક્યો. ગણિવર્યના અંતિમ અવસ્થાના સમાચાર સાંભળી એમના સંઘાડાના બાવીસ જેટલા સાધુઓ ભાવનગરમાં એકત્ર થયા હતા. મુનિ ઝવેરસાગરજી તો
૪૬
શ્રી વિજયાનંદસૂરિ સ્વર્ગારોહણ શતાબ્દી ગ્રંથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org