Book Title: Vijyanandsuri Swargarohan Shatabdi Granth
Author(s): Navinchandra Vijaymuni, Ramanlal C Shah, Shripal Jain
Publisher: Vijayanand Suri Sahitya Prakashan Foundation Pavagadh
View full book text
________________
જ્ઞાતાધર્મ કયા અગ્યાર અંગ સૂત્રમાં સ્થાન પામ્યું છે. જ્યારે રાયપસણી ઉપાંગ છે. ૪૫ આગમનાં એ બે ગ્રંથો પૂજા વિશે મૂળભૂત સંદર્ભ પૂરો પાડે છે. પ્રભુ ભકિતમાં વિશેષ તલ્લીનતા કે ભક્તિ સરિતામાં સ્નાન કરાવનારી આ પૂજાની કેટલીક પંકિતઓ પૂજા વિષયના વિચારોને સ્પષ્ટ કરે છે.
જિન દર્શન મોહનગારા જિન પાપ કલંક ધ્વારા માં પ્રભુ દર્શન નો મહિમા છે.
ચિદાનંદ ઘન અંતરજામી અબ મોહે પાર ઉતાર, (પા. ૯૬) માં ભક્ત ભગવાનને વિનંતી કરી પોતાનો ઉદ્ધાર કરવા પ્રાર્થના કરે છે આરંભમાં પ્રભુનાં વિશેષણો દર્શાવ્યા છે. અહિંન જિગંદા પ્રભુ મેરે મન વસીયાં (પા. ૯૮) માં કવિની કલ્પના શકિતનો પરિચય થાય છે. ભકત કહે છે. ભગવાન તો મારા મનમાં વસી ગયા છે. ભકિતના પ્રભાવથી ભકત પ્રભુ સાથે તન્મયતા સાધે છે. તેનું આ ઉદાહરણ છે. ધ્વજ પૂજામાં કવિની ચિત્રાત્મક અભિવ્યકિતનું દર્શન થાય છે.
આઈ સુંદર નાર, કર કર સિંગાર કાડી ચૈત્ય હાર, મન મહિધાર. પ્રભુ ગુણ વિચાર, અધ સબ ક્ષય કીનો - કવિની કલ્પનાની સાથે વર્ણન શકિતના નમૂના રૂપ ધ્વજ વર્ણનનો દુહો નોંધપાત્ર છે.
પંચવરણ ધ્વજ શોભતી, ઘુઘરીનો ધબકાર, હેમદંડ મન મોહની, લઘુ પતાકા સારા ૧ રણઝણ કરતી નાચતી શોભિત જિનહર શૃંગ,
લહકે પવન ઝકોરસે બાજત નાદ અભંગ ૨ પતાકા જાણે કે કોઈ રચી હોય તેમ નાચતી લહરાતી અને ઘૂઘરીના અવાજથી સૌને મન મોહક લાગે છે. શુદ્ધ કાવ્ય રચનાના નમૂનારૂપ આવી પંક્તિઓ સત્તરભેદી પૂજામાં જોવા મળે છે.
આભરણ પૂજામાં પ્રભુનું વાસ્તવિક ચિત્ર આલેખવામાં આવ્યું છે. આરસપહાણની મૂર્તિ ને કિંમતી વસ્ત્રાભૂષણોથી અલંકૃત કરી પ્રભુ પ્રતિમાને ભવ્ય બતાવવા નો પ્રયત્ન કર્યો છે.
જિનગુણ ગાવત સુરસુંદરીથી આરંભ થતી ગીત પૂજામાં ઈંદ્રાણી પ્રભુના ગુણગાન ગાય છે. તેનું આકર્ષક ચિત્ર આલેખ્યું છે.
ચંપક વરણી સુર મનહરણી ચંદ્રમુખ શૃંગાર ધરી૧ તાલમૃદંગ બંસરી મંડલ, વેણુ ઉપાંગ ધુનિ મધુરી | ૨ |
-
-
-
-
-
-
- -
- આત્મારામજીને પ્રજા સાહિત્ય
૭૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org