Book Title: Vijyanandsuri Swargarohan Shatabdi Granth
Author(s): Navinchandra Vijaymuni, Ramanlal C Shah, Shripal Jain
Publisher: Vijayanand Suri Sahitya Prakashan Foundation Pavagadh
View full book text
________________
આ શ્લોકમાં અરિહંત ભગવંતો ઈન્દ્રોને પૂજ્ય છે એમ ઈન્દ્ર મહિતા શબ્દોથી કહેવાયું છે. તો પછી પ્રશ્ન થાય કે નરેન્દ્ર-નરદેવ એવાં ચક્રવર્તી-વાસુદેવ-પ્રતિવાસુદેવ મહિતા એમ કેમ ન કહેવાયું ? એનું કારણ એ છે કે.... તીર્થંકરને બાદ કરતાં સર્વાધિક પુણ્યના સ્વામિ ઈન્દ્ર જેવા ઈન્દ્ર જો અરિહંત ભગવંતની પૂજા અભિષેક, વૃષભનું રૂપ લઈને ય કરતાં હોય તો પછી બીજાં એનાથી ઊતરતાં પુણ્યશાળીઓ તેમ કરે એમાં નવાઈ શી ?
આખું વિશ્વ દ્રવ્ય ભાવાત્મક છે. દ્રવ્ય એટલે પાંચ અસ્તિકાય અને ભાવ એટલે દ્રવ્ય ગુણ અને પર્યાય. અનાદિકાળથી જીવ માત્ર પોતાના સ્વયંભૂષણાથી સ્વ અસ્તિત્વથી સ્વ સત્તાથી, વ્યક્તિ રૂપે પોતે પોતાને પ્રાપ્ત છે. પરંતુ સ્વ શુદ્ધ ગુણપર્યાયથી, અપ્રાપ્ત છે. એટલે જૈનદર્શનમાં પહેલાં જીવના શુદ્ધ ગુણપર્યાયનું લક્ષ કરીને નમસ્કાર મહામંત્ર, સામાન્ય પદ રૂપે સ્થાપિત કરેલ છે. આવાં શુદ્ધ ગુણપર્યાયને જે પ્રાપ્ત કરે તે વ્યક્તિ પ્રગટ પરમાત્મ સ્વરૂપ વ્યક્તિ છે. એટલે હવે એવી વ્યક્તિના સંશોધનનો પ્રશ્ન ઉપસ્થિત થયો. એ પ્રશ્નોનો જવાબ લોગસ્સ-ચતુર્વિશતિસ્તવ-નામસ્તવ સૂત્ર છે, જેમાં વર્તમાન ચોવીસિના ચોવીસેય તીર્થંકર ભગવંતનાં નામ નિર્દેશ છે. તેથી લોગસ્સ સૂત્રમાં શુદ્ધ દ્રવ્ય ગુણ અને પયાર્ય ત્રણે ય નો સમાવેશ થાય છે. માટે જ કાઉસગ્ગમાં લોગસ્સનો કાઉસગ્ગ એ મુખ્ય ધ્યાન સાધના છે, જ્યારે નમસ્કાર મહામંત્ર એ મુખ્યત્વે જપ સાધના છે.
પ્રાયઃ પ્રત્યેક મંત્રનો યંત્ર હોય છે તે પ્રમાણે નમસ્કાર મહામંત્રનો યંત્ર છે, જે સિદ્ધચક્રયંત્ર યા નવપદજી યંત્ર તરીકે પ્રસિદ્ધ છે. જેનું પૂજન, નમન, વંદન અને આરાધના થાય છે.
એ યંત્ર કમલાકારે હોય છે. કમલના મધ્ય ભાગ કેન્દ્રમાં અરિહંત ભગવંત બિરાજમાન કરવામાં આવે છે. અને તેની આસપાસ આઠે દિશામાં કમળની આઠ પાંખડીમાં સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપની સ્થાપના અનુક્રમે ઉત્તર, પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ, ઈશાન, નૈઋત્ય, અગ્નિ અને વાયવ્ય દિશામાં કરવામાં આવે છે.
આ યંત્રમાં રત્નત્રયી અને તત્ત્વત્રયી સમાવિષ્ઠ છે. દર્શન, જ્ઞાન અને ચારિત્ર એ રત્નત્રયી છે. જ્યારે અરિહંત ને સિદ્ધ એ દેવ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ એ ગુરુ અને દર્શન, જ્ઞાન, ચારિત્રને તપ, ધર્મ છે. એમ દેવ-ગુરુ અને ધર્મ તત્ત્વત્રયી છે. વળી આમાં પાંચ ગુણી અથવા ધર્મી છે. જે પાંચ અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ છે. અહીં અરિહંત અને સિદ્ધ પરમાત્માને વધ્યુ સહાઓ ધમ્મો એ અર્થમાં ધર્મી કહેલ છે જ્યારે બાકીના ચાર દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ ગુણ છે અથવા ધર્મ છે. એટલું જ નહિ પણ એમાં અરિહંત અને સિદ્ધ પરમાત્મા સાધ્ય સ્વરૂપ છે. જ્યારે આચાર્ય, ઉપાધ્યાય ને સાધુ, સાધક સ્વરૂપ છે. તથા દર્શન, જ્ઞાન, ચારિત્ર ને તપ એ ચાર સ્વરૂપ છે. એ ચાર જીવના શુદ્ધ સ્વરૂપગુણ છે તે અંશ રૂપે અથવા લક્ષણચિહ્નરૂપે જીવમાત્રમાં શ્રદ્ધા (વિશ્વાસ)
--
Jain Education International
શ્રી વિજયાનંદસરિ સ્વર્ગારોહણ શતાબ્દી ગ્રંથ
For Private & Personal Use Only
www.jainelibrary.org