Book Title: Vijyanandsuri Swargarohan Shatabdi Granth
Author(s): Navinchandra Vijaymuni, Ramanlal C Shah, Shripal Jain
Publisher: Vijayanand Suri Sahitya Prakashan Foundation Pavagadh
View full book text
________________
અભયારાણીના કપટમાં ન ફસાવાથી જેના ઉપર લાજ લૂટવાનું ખોટું આળ ચડાવવામાં આવ્યું છે તે સુદર્શન શેઠની પત્ની મનોરમા જે ધર્મનિષ્ઠ પતિની ધર્મપરાયણ પત્ની હતી તેણે તરતજ અભિગ્રહ કાયોત્સર્ગ ધારણ કરી લીધો અને જ્યારે શૂળીનું સિંહાસન થઈ ગયું ત્યારે કાયોત્સર્ગ પાળ્યું (પાર્યું). કેવી અડગ નિશ્ચયવાળી ધન્યાતિધન્ય પત્ની કે જેને પતિના ચારિત્ર વિષે લેશ પણ શંકા ન હતી. પતિના ચારિત્રમાં પણ લેશ માત્ર શંકા ન રાખનાર પત્નીઓ તો જૈન ધર્મના ઈતિહાસમાં જોવા મળે તેમાં કંઈ નવાઈ જેવું નથી. પ્રાચીન સમયના સ્ત્રી-પુરુષોમાં ધર્મ તથા દર્શનના સિદ્ધાન્તો આત્મસાત થયેલાં હતાં.
ભગવાન ઋષભદેવની પુત્રી બ્રાહ્મી અને સુંદરી બે બહેનો હતી કે જેમણે બાહુબલી જેવા અભિમાનરૂપી ગજ પર બેઠેલાની માનની ગાંઠોને ખોલી, તેમના અંતરનો અંધકાર મટાડીને કેવળજ્ઞાનનો પ્રકાશ, કદમ ઉઠાવતાં, સમસ્ત વિકલ્પો નષ્ટ થતાં પ્રકાશી ઊઠયો. માટે સરળ અને નમ્ર બનવાની જરૂર છે.
સમ્રાટ અશોકનો પુત્ર સંપ્રતિ વિજય મેળવી પાછો ફરે છે ત્યારે નિર્દોષના વધથી નાખુશ થયેલી માતાને આનંદિત કરવા તેણે સમગ્ર રાષ્ટ્રમાં અહિંસાનો ધ્વજ ફરકાવ્યો અને માનું મુખ અહિંસાની ઘોષણાથી પુલકિત થયું.
જૈન જગતની ઝગમગતી તારિકાઓ કે જેઓ પ્રતિદિન રાઈ પ્રતિક્રમણ કરતાં આપણા માનસ પર ઉદય પામી આપણા જીવનને નવો રાહ બતાવે છે તેઓ કોઈક ભદ્રિક જીવોની માતા, પુત્રી, કે પત્ની પ્રગટ થાય છે. તેઓ છે
સુલસા, ચંદનબાળા, મણોરમા, મયણરેહા, દમયંતી, નમયાસુંદરી,સીયા, નંદા, ભદા, સુભદ્રા, રાઈમઈ, રિસિદત્તા, પઉમાવઈ, અંજણા, સિરીદેવી, જિટ્ટા, સુજિટ્ટા, મિગાવઈ, પભાવઈ, ચિલ્લણાદેવી, બંભી, સુંદરી, રૂપ્પિણી, ધારિણી, કલાવઈ, પુષ્કચુલા, રેવઈ, કુંતી, સિવા, જયંતી, દેવઈ, દોવઈ, ગોરી, ગંધારી, લક્ષમણા, સુસીમા, જંબૂવઈ, સચ્ચભામા, કટુ મહારાણીઓ, જક્ષા, જક્ષ્મ દિન્ના, ભૂઆ, ભૂઅદિન્ના, સેણા, વેણા, રેણા, (સ્ફુલિભદ્રની સાત બેનો) વગેરે અકલંકિત શીલવિભૂષિત હોવાથી અદ્યાવધિ તેઓનો યશપડહ ત્રણે જગતમાં વાગી રહ્યો છે. તેથી તેઓને ભરહેસરની સજ્ઝાયમાં આપણે યાદ કરી શ્રધ્ધાંજલિ અર્પિત કરીએ છીએ. ઉપર્યુકત સન્નારીઓ વિષેની કથા સુપ્રસિદ્ધ હોવાથી વિસ્તાર ન કરતાં આટલો જ નિર્દેશ ઉપયુકત ગણીએ.
-
વીરધવલ રાજાને ત્યાં વસ્તુપાલ-તેજપાલ નોકરીએ હતા. તેઓએ સંપત્તિ જીવન માટે રાખી બાકીનાનું સખાવત કરી નાંખ્યું. ઈર્ષાળુ લોકોએ વીરધવલના કાન ભંભેર્યા કે તમારી સંપત્તિથી વસ્તુપાલ તેજપાલની લોકો યશગાથા બોલે છે. તેથી કોપાયમાન થયેલા રાજા સંન્યાસીનો સ્વાંગ સજી તેમને મારવા ભોજનાર્થે જાય છે.
તેને જોઈ તેમની પત્ની અનુપમાદેવી કે જેણે કિંમતી સાડી પહેરી હતી તેનાથી તેઓનું ઘીવાળું
૧૦૮
Jain Education International
શ્રી વિજયાનંદસૂરિ સ્વર્ગારોહણ શતાબ્દી ગ્રંથ
For Private & Personal Use Only
www.jainelibrary.org