Book Title: Vijyanandsuri Swargarohan Shatabdi Granth
Author(s): Navinchandra Vijaymuni, Ramanlal C Shah, Shripal Jain
Publisher: Vijayanand Suri Sahitya Prakashan Foundation Pavagadh
View full book text
________________
પાત્ર લુછે છે. વિરધવલ તેના મુખે રાજાની આ સંપત્તિ છે, રાજાની કૃપાથી આ બધું થાય છે, ત્યારે તે વાત જાણી વિરધવલ માફી માંગે છે અને કહે છે કે તેઓ આજે સાધના સ્વાંગમાં તેઓને મારવા આવ્યા હતા.
બીજા પ્રસંગે જ્યારે પોતાની સંપત્તિમાં ચરૂ મળ્યા ત્યારે તેનો ઉપયોગ જિનેશ્વરના મંદિરમાં તે ચરૂ દ્વારા મળેલું ધન વાપર્યું તથા પ્રતિદિન કારીગરોને ખરેલી રજકણના જેટલી ચાંદી અપાતી તથા તેઓના સ્વાસ્થની ખડેપગે દરકાર કરતાં તેથી તેમને અનુપમાદેવીનું માનદ બિરૂદ મળ્યું હતું. કારીગરો પર રાતદિન દેખરેખ રાખવાથી આરોગ્યપદની ચિંતા કરવાથી, છૂટા હાથે મજુરી ઉપરાંત દાન આપતી તમામ કોમના દીન-દુઃખિઓને તે જે ઉદારતાથી અનુકંપાદાન કરતાં તેથી તેને બધાં પદર્શન માતા કહેતા.
પાહિણી જે બાળકને જન્મ આપ્યો તેને સાથે લઈ તે એકવાર ગુરુશ્રી દેવચંદ્રસૂરીશ્વરને વંદન કરવા આવી બાળકનું પોતાના આસન પર બેસી જવું તથા મુખ પરની કાંન્તિ જોઈ તે બાળક શાસન સમ્રાટ બને તેમ લાગવાથી ગુરુએ પાહિણી પાસે પોતાની ઈચ્છા શાસનને ચરણે તેની ભેટ ધરવાની જણાવી ત્યારે પતિની ગેરહાજરીમાં હસતા મુખે બાળકને શાસનની સેવા માટે આપી દીધો એ તે સોમચંદ્રમાંથી અલૌકિક પ્રતિભા અને પ્રજ્ઞા વડે કલિકાલસર્વજ્ઞ હેમચંદ્ર બની ગુજરાતના ઈતિહાસમાં અમર નામ કરાવનાર એ સુપુત્રની માતા પાહિણીને ધન્યવાદ. એક મહાન શ્રાવિકા પોતાના કલેજાના ટુકડાનું અને પુત્રમોહનું બલિદાન કેવી શાસનનિષ્ઠાથી આપી શકે છે એનું જીવંત અને જાગૃત પ્રતીક ! પ્રાંતે પાહિણીએ પુત્રના પવિત્ર પંથે પગરવ પાડી પ્રવર્તિની પદને વિભૂષિત કર્યું.
રેવતી મહાશતકની ૧૩ પત્નીઓમાંની એક હતી. તેણે ૧૨ શોક્યોમાંથી છને ઝેર આપી મારી નાંખી તથા છને શસ્ત્ર વડે હણી નાંખી. ત્યાર બાદ મહાશતકને પૌષધવતમાં હોવા છતાં પણ ઝેર આપી મારી નાખવા આવી હતી. આ રેવતી મદિરા તથા માંસ ખાનારી હતી. તેનાથી વિપરીત બીજી રેવતી કે જેણે ભગવાન મહાવીરને બિજોરાપાક વહોરાવ્યો હતો. ગોશાલકે કેવળી ભગવંત મહાવીરના ઉપર તેનો લેગ્યા છોડી ત્યારે તેમને લોહીના ઝાડા થયા. તેના પ્રતિકારરૂપે બિજોરાપાકની જરૂર હતી. રેવતીએ હર્ષોલ્લાસપૂર્વક ભાવભીના હૃદયે તે વહોરાવ્યો. તે દ્વારા ઉપાર્જિત કરેલા પુણ્યાનુબંધી પુણ્યના પરિપાક રૂપે તે આગામી ઉત્સર્પિણીમાં થનારા ૨૪ તીર્થકરોમાં સત્તરમાં તીર્થકર સમાધિ નામે થશે.
જૈનધર્મમાં નાત-જાત, સ્ત્રી-પુરુષ, ઊંચ-નીચાદિનો ભેદ નથી એટલે કે જો તે જીવો ગુણસ્થાનકે ચઢવા અપૂર્વ કરણાદિ કરે તો તેઓ પણ મોક્ષ મેળવી શકે તેમ છે અને તેમાં મલ્લિનાથ, તુલસી, રેવતી જેવાં સ્ત્રીરત્નો પણ તીર્થકર પદ પ્રાપ્ત કરે છે.
પુષ્પચૂલા તેના ભાઈ સાથે લગ્ન ગ્રંથીથી જોડાઈ છે તે જાણ્યા પછી દીક્ષા લેવા પતિને જણાવે છે. તેના રાજ્યમાં રહેવાનું તથા પ્રતિદિન તેના દર્શન કરે તેવી છે શરતો પછી દીક્ષા લીધી. તેના જીવનમાં બાહ્ય તથા આત્યંતર બંને પ્રકારનાં તપ હતાં. તેના રાગદ્વેષ ખૂબ પાતળા પડી ગયા હતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org