Book Title: Vijyanandsuri Swargarohan Shatabdi Granth
Author(s): Navinchandra Vijaymuni, Ramanlal C Shah, Shripal Jain
Publisher: Vijayanand Suri Sahitya Prakashan Foundation Pavagadh
View full book text
________________
અસદાચારી એવી હું, સદાચારી બનવા માટે, આચાર્ય ભગવંત, જેઓ અરિહંત અને સિદ્ધ બનવાના લક્ષ્ય, અરિહંત અને સિદ્ધની નિશ્રામાં, પંચાચાર પાળી રહ્યાં છે, પંચાચારની પાલના કરાવી રહ્યાં છે, અરિહંત અને સિદ્ધ બનવામાં નિમિત્તભૂત, સહાયભૂત થઈ રહ્યા છે, એવાં સર્વોચ્ચ સાધક, સર્વ આચાર્ય ભગવંતોના દર્શન, વંદન, નમન, પૂજન, સન્માન, સત્કાર, બહુમાન આ સિદ્ધચક યંત્ર દ્વારા કરતો થયો તેના ફળ સ્વરૂપ અસદાચારનો નાશ અને સદાચારરૂપ પંચાચારની સર્વથી પ્રાપ્તિ સહ સર્વોચ્ચ સાધકપદની પ્રાપ્તિને હું ઈચ્છું છું. મને તે પ્રાપ્ત થાઓ ! પ્રાપ્ત થાઓ ! ! ૩ મો મારિયા . - અજ્ઞાની એવો જ્ઞાની બનવા માટે, અવિનયી એવો વિનયી થવા માટે ઉપાધ્યાય ભગવંતો કે જેઓ અરિહંત અને સિદ્ધ બનવાના લક્ષ્ય, અરિહંત અને સિદ્ધની નિશ્રામાં, આચાર્યના માર્ગદર્શન હેઠળ, જ્ઞાન મેળવી રહ્યાં છે અને જ્ઞાન આપી રહ્યાં છે, તેવાં વિનય ગુણથી ઓપતાં, ઉત્તમ સાધક સર્વ ઉપાધ્યાય ભગવંતના દર્શન, વંદન, નમન, પૂજન સન્માન, સત્કાર, બહુમાન, સિદ્ધચક્રમંત્ર દ્વારા કરતો થકો તેના ફળ સ્વરૂપ અજ્ઞાનનો નાશ, જ્ઞાનની પ્રાપ્તિ, વિનય ગુણની પ્રાપ્તિ, ઉત્તમ સાધકપદની પ્રાપ્તિને હું ઈચ્છું છું, અને તે પ્રાપ્ત થાઓ ! પ્રાપ્ત થાઓ ! નમો ઉવાયf IT
દુર્જન એવો સજ્જન બનવા, શઠ એવો સાધુ બનવા, બાધક મટી સાધક થવા માટે, સાધુ ભગવંતો કે જેઓ અરિહન્ત અને સિદ્ધ બનવાના લક્ષ્ય, અરિહંત અને સિદ્ધની નિશ્રામાં, આચાર્ય અને ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ, સાધના કરી રહ્યા છો, સાધના કરનારાને સહાયક થઈ રહ્યાં છો, અને સાધનાનો આદર્શ આપી રહ્યાં છે, એવાં સર્વ સાધુ ભગવંતોનાં દર્શન, વંદન, નમન, પૂજન, સન્માન, સત્કાર, બહુમાન, આ સિદ્ધચકયંત્ર દ્વારા કરતો થકો, તેના ફળ સ્વરૂપ દુર્જનતાનો નાશ, સજ્જનતા-સાધુતાની પ્રાપ્તિ, સાધકતાની પ્રાપ્તિને હું ઈચ્છું છું, અને તે પ્રાપ્ત થાઓ ! પ્રાપ્ત થાઓ !
નમો નો qસાદુof I
કેવલદર્શન કે જે મારા આત્માનો પરમ વિશુદ્ધ આત્મગુણ, સહજ શુદ્ધ સ્વરૂપ ગુણ છે, તે કેવલદર્શનની પ્રાપ્તિ માટે, હું દર્શનપદનાં દર્શન, વંદન, નમન, પૂજન, સન્માન, સત્કાર, બહુમાન,
આ સિદ્ધચક્ર યંત્ર દ્વારા કરતો થકો, તેના ફળ સ્વરૂપ કેવલદર્શનની પ્રાપ્તિને ઈચ્છું છું. મને તે પ્રાપ્ત થાઓ પ્રાપ્ત થાઓ ! જ્યાં સુધી કેવલદર્શન પ્રાપ્ત ન થાઓ ત્યાં સુધી કેવલદર્શનને આપનાર સમ્યગદર્શન અને તેને આપનાર સુદેવ, સુગુરુ, સુધર્મના ભકિત અને શ્રદ્ધામાં ઉત્તરોઉત્તર વૃદ્ધિ થાઓ. | $ णमो दंसणस्स ॥
કેવળજ્ઞાન કે જે મારા આત્માને પરમ વિશુદ્ધ આત્મગુણ, સહજ શુધ્ધ સ્વરૂપ ગુણ છે, તે કેવળજ્ઞાન ની પ્રાપ્તિ માટે હું જ્ઞાન પદનાં દર્શન, વંદન, નમન, પૂજન, સન્માન, સત્કાર, બહુમાન આ સિદ્ધચક્ર યંત્ર દ્વારા કરતો થકો તેના ફળ સ્વરૂપ કેવળજ્ઞાનની પ્રાપ્તિને હું ઇચ્છું છું! મને તે પ્રાપ્ત થાઓ! પ્રાપ્ત થાઓ! જ્યાં સુધી કેવળજ્ઞાન પ્રાપ્ત ન થાઓ ત્યાં સુધી કેવળજ્ઞાનને આપનાર સમ્યકજ્ઞાન,
શ્રી વિજયાનંદસરિ સ્વર્ગારોહણ શતાબ્દી ગ્રંથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org