Book Title: Vijyanandsuri Swargarohan Shatabdi Granth
Author(s): Navinchandra Vijaymuni, Ramanlal C Shah, Shripal Jain
Publisher: Vijayanand Suri Sahitya Prakashan Foundation Pavagadh
View full book text
________________
હે જીવ! તું મમતાથી મુઝાણો છો ? તો આ પંચ પરમેષ્ઠિ પદોને, સમતાપદે ભાવીશ તો સમતા મેળવીશ.
હે જીવ! તું ભોગની ભૂતાવળોથી છૂટવા ઈચ્છે છે? તો યોગની પ્રાપ્તિ થશે.
હે જીવ! તું ઉપાધિગ્રસ્ત છો ? તો સમાધિ પદે આ પંચપરમેષ્ઠિને જપીશ તો ઉપાધિ વચ્ચે પણ સમાધીમાં રહી શકીશ.
આમ આ પંચપરમેષ્ઠિપદ-નમસ્કાર મહામંત્ર-સ્વરૂપમંત્ર-નવકારમંત્રનું દૃઢ ઈચ્છા શકિતથી, પૂર્ણ વિશ્વાસપૂર્વક સ્મરણ કરવામાં આવે, તો તે તથા પ્રકારના ફળને આપનાર કલ્પતરુ એવો ચિંતામણિમંત્ર છે. સ્વરૂપનામ અને સ્વરૂપપદના જાપમંત્રને મેળવવા પુણ્યશાળી એવાં આપણે તે સ્વરૂપનામ-જાપ સ્મરણથી સ્વરૂપપદને પામવા ભાગ્યશાળી થઈએ એવી અભ્યર્થના!
અનાદિકાળથી સંસારી જીવ માત્ર મોહ અને અજ્ઞાનવશ, મિથ્યાત્વ, અવિરતિ અને કપાયની વૃત્તિ, પ્રવૃત્તિ કરે છે અને તેને અંગે ચાર ગતિમાં રખડે છે. તેમાં નામકર્મના ઉદયને અંગે જે ગતિના અને ઈન્દ્રિયના ભેદે નામ ઘટે છે, વ્યવહારના અંગે જે નામકરણ કરવામાં આવે છે, તે તો દશ્ય જગતના વ્યવહારિક છે, અને તે ફરતાં જ રહે છે. - પંચપરમેષ્ઠિના યથા નામા તથા ગુણ અનાદિ અનંત છે. તે વિપરીત ભાવને પામતા નથી તેમ આપણા સંસાર ભાવે-મોહ ભાવ અને ચેષ્ટાએ અંદરની દશાએ પંચપરમેષ્ઠિનાં નામોથી વિરુદ્ધનામો સર્વ જીવને સરખાં લાગુ પડે છે. એ જ જીવ માત્રના પાંચ નામ અરિહત, અસિદ્ધ, આચારભ્રષ્ટ, અભાણ-અજ્ઞાની-અબુઝ-ગમાર, અને શઠ છે. આ જીવના સંસારભાવે કલંકિત નામો છે. તેની જ સામે પંચપરમેષ્ઠિનાં નામો આપણને આપણી સાચી દશાનું ભાન કરાવનારા - સાચી દિશામાં લાવનારાં છે
માટે વાચકો વિચારે કે આ પંચપરમેષ્ઠિ સ્વરૂપ મંત્રના નામો ક્યા સંપ્રદાયના? કોના ધર્મના? કયા વર્ણના? કઈ જાતિના ? ક્યા દેશના ? સ્વરૂપમંત્રને કહેનારા પાંચ શબ્દોના સ્મરણ અને રટણ વિના ત્રણે કાળમાં કયા ધર્મનો ? કયા સંપ્રદાયનો? કયા વર્ણનો? કઈ જાતિનો? કયા દેશનો? કોના સંસારનો ? ઉદ્ધાર થઈ શકે ?
૧૦૨
શ્રી વિજયાનંદસૂરિ સ્વર્ગારોહણ શતાબ્દી ગ્રંથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org