Book Title: Vijyanandsuri Swargarohan Shatabdi Granth
Author(s): Navinchandra Vijaymuni, Ramanlal C Shah, Shripal Jain
Publisher: Vijayanand Suri Sahitya Prakashan Foundation Pavagadh
View full book text
________________
ધ્રુવતારક બની આપણને સિદ્ધ બનવામાં પ્રેરણારૂપ રહે છે. બાપને ઓળખાવનાર માનું મહત્ત્વ જેમ બાપ કરતાં અધિકું છે એમ સિદ્ધને ઓળખાવનાર અને સિદ્ધ પદે પહોંચાડનાર, અરિહંત પદનું મહત્ત્વ અધિકું છે.
આ નમસ્કાર મહામંત્ર સંબંધી વળી એક શાસ્ત્રીય પાઠ છે કે : નવકાર ઈક અખર પાવફેડેઈ સત્ત અયરાઈ.
સાત સાગરોપમ સુધી નર્કની અશાતા વેદનીય વેદીને જે કર્મનિર્જરા થાય, તેટલી કર્મનિર્જરા, નવકારમંત્રના એક અક્ષરના ઉચ્ચાર માત્રથી થાય છે. તો હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે અરિહંત-સિદ્ધ અને આચાર્ય-ઉપાધ્યાય-સાધુમાં ભેદ હોવા છતાં પાંચ પદનું ફળ એકસરખું કેવી રીતે હોઈ શકે? પદ ભેદ જે છે તે અવસ્થા અને વ્યવસ્થાના ભેદો છે. અરિહંત સયોગી-સદેહી વીતરાગ પરમાત્મા છે. સિદ્ધ અશરીરી અદેહી વીતરાગ પરમાત્મા છે. જ્યારે આચાર્ય શાસનધૂરા ધારક સર્વોચ્ચ વૈરાગી સાધક છે, ઉપાધ્યાય પઠન પાઠન કરાવનાર વૈરાગી સાધક છે. સાધુ, સ્વયં સાધના કરનારા, સાધના કરનાર અન્યને સહાયક થનાર તેમજ સાધનાનો આદર્શ આપનારા વૈરાગી સાધક છે. આ બધાં અવસ્થા અને વ્યવસ્થાના ભેદ છે. પરંતુ ફળપ્રાપ્તિની દષ્ટિએ પાંચે પદથી સરખું ફળ મળી શકે છે.
અરિહંત અને સિદ્ધના શરણથી અને હાજરી-નિશ્રામાં જ કેવલજ્ઞાન થાય અને આચાર્યઉપાધ્યાય-સાધુના શરણથી અને તેમની નિશ્રામાં કેવલજ્ઞાન-મોક્ષપ્રાપ્તિ ન થાય એવું નથી. પાંચેય પદના શરણથી અને અરિહંત, આચાર્ય, ઉપાધ્યાય, સાધુની નિશ્રામાં અથવા તો માત્ર શરણથી કેવલજ્ઞાન, મોક્ષપ્રાપ્તિનું કે પછી તેની પૂર્વભૂમિકામાં પુણ્યાનુબંધી પુણ્ય, સમકિત, દેશવિરતિ અને સર્વવિરતિની પ્રાપ્તિનું ફળ મળી શકે છે. ફળપ્રાપ્તિ અંગે પાંચે પદ સરખું ફળ આપવા સમર્થ છે. આ અંગે મૃગાવતી સાધ્વી અને ચંદનબાળા સાધ્વીજી, અર્ણિકાપુત્ર આચાર્ય અને પુષ્પચૂલા સાધ્વીજી, ચંડરુદ્રાચાર્ય અને તેમના વિનયી શિખ, ગૌતમસ્વામીજી અને પંદરસો તાપસના શાસ્ત્રીય દાંત આપણી પાસે મોજુદ છે. તેથી જ તો ગાયું છે કે.....
ગુરુ રહ્યાં છપસ્થ પગ વિનય કરે ભગવાન....
હવે આપણે અરિહન્ત શબ્દ વિશે થોડી વિસ્તૃત છણાવટ કરીશું. અરિહાપણું એટલે અરિરૂપી દોષ જે જીવના ખરાં શત્રુ છે, તેને હણવાની-દુર કરવાની ક્રિયા, એ જીવની સાધના છે. જ્યારે અરિહંતને અરહન તરીકે પણ ઓળખવામાં આવે છે. મહાદેવ વીતરાગ સ્તોત્રમાં કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય ભગવંતે શબ્દની વિસ્તૃત સમજ તેના ચાર અક્ષર અને તે ઉપર એક એક શ્લોકની રચના કરીને આપી છે.
અરહન શબ્દના પ્રથમ અ અક્ષર ઉપર નીચે પ્રમાણેનો શ્લોક છે.
શ્રી વિજયાનંદસૂરિ સ્વર્ગારોહણ શતાબ્દી ગ્રંથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org