Book Title: Vijyanandsuri Swargarohan Shatabdi Granth
Author(s): Navinchandra Vijaymuni, Ramanlal C Shah, Shripal Jain
Publisher: Vijayanand Suri Sahitya Prakashan Foundation Pavagadh
View full book text
________________
બીજી બાજુ ચિત્તની ચંચળતા દૂર થવાની સાથે, જ્ઞાન ઉપરનું ઘોર આવરણ (અજ્ઞાન) ટળી જાય છે, અર્થાત દૂર થાય છે.
અઘાતિકર્મની પાપપ્રકૃતિના ઉદયને પુણ્ય પ્રકૃતિમાં ફેરવી આપે છે, એ નમસ્કાર મહામંત્રનો પ્રભાવ છે. જ્યારે પરંપરાએ ઘાતિકર્મના ક્ષયપૂર્વક પાપવૃત્તિ અને પાપપ્રવૃત્તિ રહિત થવાય છે તે નમસ્કાર મહામંત્રનો સ્વભાવ છે. નમસ્કાર મહામંત્રના પ્રભાવથી વિહ્નો દૂર થાય છે. જ્યારે નમસ્કાર મહામંત્રના સ્વભાવથી વ્યકિત સ્વયં કેવલજ્ઞાની, અરિહંત પરમાત્મા બની જાય છે. પ્રભાવ એ ચમત્કાર છે, મહિમા છે, અતિશય છે. જ્યારે સ્વભાવ એ સ્વરૂપ પરિણમન છે. પ્રભાવ પૂલ કારણ-કાર્ય ભાવની બુદ્ધિને કુંઠિત કરી નાંખે છે. શંખેશ્વર પાર્શ્વનાથ કે અંતરીક્ષ પાર્શ્વનાથ શબ્દમાં શંખેશ્વર અને અંતરીક્ષ એ બનાવરૂપ પ્રભાવ છે. જ્યારે લોકોગ્રે શિખરારુઢ પાર્શ્વનાથ પરમાત્મતત્વ એ સ્વભાવ છે. તીર્થકર ભગવંતના પ્રાતિહાર્યો અને અતિશય એ એમનો પ્રભાવ છે. જ્યારે કેવલજ્ઞાન એ સ્વભાવ છે.
અહંકાર કરનાર વ્યકિત પોતે તો ડૂબે છે પરંતુ અન્યને ડૂબવામાં નિમિત્ત બને છે. જ્યારે નમસ્કાર કરનાર વ્યકિત પરંપરાએ નમસ્કારના પ્રભાવે સ્વર્ય નમસ્કાર્ય બની જાય છે અને અન્ય સંપર્કમાં આવનારના ઉત્કર્ષમાં નિમિત્ત બને છે.
અહંકારને ઓગાળનાર, મામ (મારાપણા) ને ગાળનાર પ્રથમ મંગળરૂપ નમસ્કાર વિષયક મહાપ્રભાવક નમસ્કાર મહામંત્ર-સ્વરૂપમંત્ર નીચે પ્રમાણે છે જે પ્રાકૃત ભાષામાં છે.... ગમો અરિહંતાણં ગમો સિદ્ધાણ ગમો આયરિયાણ ગમો ઉવજઝાયાણં ગમો લોએ સવ્વસાહૂણં એસો પંચ નમુક્કારો સવ પાવપણાસણો મંગલાણં ચ સવ્વસિં
પઢમં હવઈ મંગલ. એના નવ પદ હોવાથી તે નવકારમંત્ર તરીકે પણ પ્રસિદ્ધ છે. એની વિશિષ્ટતા એ છે કે એમાં જે નમસ્કાર કરવામાં આવેલ છે. તે પદને-ગુણને નમસ્કાર કરવામાં આવ્યો છે. કોઈ વ્યકિતવિશેષનો નમસ્કાર નથી અને તેથી જ આ મહામંત્રને સ્વરૂપમંત્ર કહેલ છે. માટે જ તે મંત્ર સાંપ્રદાયિક નથી. જીવમાત્રના મૂળ સત્ય સ્વરૂપને કહેનાર શબ્દરૂપે કલ્પવૃક્ષ છે, જે સહુ કોઈને લક્ષ્ય કરવા યોગ્ય છે.
સ્વરૂપ મંત્રા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org