Book Title: Vijyanandsuri Swargarohan Shatabdi Granth
Author(s): Navinchandra Vijaymuni, Ramanlal C Shah, Shripal Jain
Publisher: Vijayanand Suri Sahitya Prakashan Foundation Pavagadh
View full book text
________________
કરીને કરવામાં આવ્યો છે. દા.ત.
રાચોરી, ચેતન, મન શુધ્ધ લાગ ધારો ધારો સમાધિ કેરો રાગ સિદ્ધ અચલ આનંદી રે, જ્યોતિ સે જ્યોતિ મિલી (પા. ૧૨૧) અપને રંગમે, રંગદે હેરી હરી લાલા. પાઠક પદ સુખ ચેનદેન વસ અમીરસ ભીનો રે. (પા, ૧૨૬) મુણિંદ ચંદ ઈશમેરે તાર તાર તાર (પા. ૧૨૭) મિટ ગઈ રે અનાદિપીર ચિદાનંદ જાગો તો રહી (પા. ૭૪)
ઉપરોક્ત પંક્તિઓ કવિની આધ્યાત્મવાદની મસ્તીની ઉદાહરણ રૂપ છે કવિ આત્મારામની આત્માના સહજ સ્વરૂપ પામવા માટેની શુભભાવનાનું અહીં દર્શન થાય છે.
વીસસ્થાનકના પૂજાના કેન્દ્ર સ્થાને આત્મસ્વરૂપ પામવા માટેનો કેન્દ્રવર્તી વિચાર પ્રગટ થયેલો છે. દુહા, ઢાળ કે ગીત કાવ્ય અને મંત્ર એમ ચાર વિભાગમાં પૂજા વહેંચાયેલી છે. કવિએ ઉપમા, રૂપક અને દષ્ટાંત અલંકારોનો પ્રયોગ કરીને વિચારોની અભિવ્યકિત ને અસરકારક બનાવી છે. છતા ઘણા બધા પરિભાષિક શબ્દ પ્રયોગોને કારણે કવિગત શાસ્ત્રીય વિચારો આત્મસાત કરવા કઠિન છે. ભક્તિ કાવ્યમાં જે લાગણી કે ઊર્મિનું તત્ત્વ જોઈએ તે અહીં ઓછું છે. છતાં અધ્યાત્મવાદ પ્રત્યેની સાચી લગન પ્રગટ કરવામાં સફળતા મેળવી છે.
સત્તરભેદી પૂજા પૂજાના વિવિધ પ્રકારોમાં સત્તરભેદી પૂજા પ્રભુભકિતની વિશેષતાને પરિચય કરાવે છે. પૂજાના વિષયની વિવિધતામાં નવીન ભાત પાડતી કવિની સત્તરભેદી પૂજાની રચના છે. પૂર્વે ૧૭માં શતકમાં સકલચંદ્ર ઉપાધ્યાયજીએ સત્તરભેદી પૂજાની રચના કરી હતી.
અષ્ટ પ્રકારી પૂજામાં પ્રભુની આઠ પ્રકારે પૂજા કરવામાં આવે છે ત્યારે અહીં ૧૭ પ્રકારે પૂજા કરવામાં આવે છે. એટલે સત્તર ભેદી નામ રાખવામાં આવ્યું છે. તેનાં નામ અનુક્રમે હવણ, ચંદન, ગંધ, પુષ્પાહાણ, પુષ્પમાળા, આંગીરચના, ચૂર્ણ, ધ્વજ, આભરણ, પુષ્પગૃહ, પુષ્પવર્ષણ, અષ્ટમંગલ, ધૂપ, ગીત, નાટક, વાજિંત્ર એમ સત્તર ભેદવાળી પરંપરાગત લક્ષણો યુકત પૂજા રચી છે.
કવિએ પ્રથમ દુહામાં શ્રાવકો માટે વિધિપૂર્વક પૂજાના ફળનો ઉલ્લેખ કરીને બીજા દુહામાં પ્રભુપૂજાનો શાસ્ત્રીય ગ્રંથોનો આધાર દર્શાવ્યો છે.
જ્ઞાતા અંગે દ્રૌપદી, પૂજો શ્રી જિનરાજ (પા-૯૧) રાયપાસણી ઉપાંગમાં હિતસુખ શિવફલ કાજ -
-
-
૭૪
શ્રી વિજયાનંદસરિ સ્વર્ગારોહાગ શતાબ્દી ગ્રંથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org