Book Title: Vijyanandsuri Swargarohan Shatabdi Granth
Author(s): Navinchandra Vijaymuni, Ramanlal C Shah, Shripal Jain
Publisher: Vijayanand Suri Sahitya Prakashan Foundation Pavagadh
View full book text
________________
વકાચાર સમજાવે, મિથ્યાત્વના પરવો નહી કરવા,
રસોડે પાણિયરે ચંદરવા, સૂચવે જયણા ધરવા, કાઠી ગરાશિયાનો શિણગાર, જોતા ઘણા શ્રાવકને દ્વાર, કહે આ શું? વિરુદ્ધાચાર? લોંકા તપાનો ભેદ નિવારે રે,
જિનમત શુદ્ધ સરવે દિલ ધારે રે,
ઉપગાર કર્યો એ ભારે રે. આમ વૃદ્ધિચંદ્રજી મહારાજે વળામાં પોતાની વાણીથી ઘણો ઉત્સાહ પ્રગટાવ્યો હતો. એમનું વ્યાખ્યાન સાંભળવા લોંકી અને તપા (સ્થાનકવાસીઓ અને મૂર્તિપૂજકો) બધા જ આવતા અને તેઓ વચ્ચેના ભેદભાવ તેમણે નિવાર્યા હતા. વળી લોકો ગરાસિયા જેવો જે આચાર પાળતા હતા તેમાં પણ ફેરફાર કરાવ્યો હતો. કવિ પાદનોંધમાં લખે છે કે જૈનોના ઘરે ગરાસિયાની જેમ જે હુક્કા પિવાના હતા તે તેમણે બંધ કરાવ્યા હતા. એક જ દિવસમાં ચાલીસ જેટલાં કુટુંબોમાં મહારાજશ્રીના પ્રેરક ઉપદેશથી શ્રાવકોએ હુકકા ફોડી નાખ્યા હતા.
વળા-વલ્લભીપુરમાં એમણે દેવદ્ધિગણિની સ્મૃતિમાં દેરાસર, ઉપાશ્રય, સ્મારક વગેરે કરવા માટે પણ ઉપદેશ આપ્યો હતો.
વૃદ્ધિચંદ્રજી મહારાજને સિદ્ધાચલજીની યાત્રાનું આર્ષણ અને અનુકૂળતા વિશેષ રહ્યાં હતાં. તેમણે પહેલી યાત્રા પંજાબથી અમદાવાદ આવીને કરી હતી. ત્યાર પછી તેમણે જુદા જુદા સંઘો સાથે વિહાર કરીને વીસથી વધુ વાર શત્રુંજય મહાતીર્થની યાત્રા કરી હતી. એમાણે એક વખત શત્રુંજય મહાતીર્થની નવ્વાણું યાત્રા પણ કરી હતી.
વૃદ્ધિચંદ્રજી મહારાજે શત્રુંજય તીર્થની બાબતમાં એમના જમાનાની દષ્ટિએ એક મહત્વનું કાર્ય કર્યું હતું. પાલિતાણાના ઠાકોરે જ્યારે યાત્રિકવેરો નાખ્યો ત્યારે તેની સામે વિરોધ નોંધાવવા રાજકોટમાં પોલિટિકલ એજન્ટ પાસે કેસ દાખલ કરવામાં આવ્યો હતો. તે વખતે અમદાવાદમાં રહી વૃદ્ધિચંદ્રજી મહારાજે બધાં શાસ્ત્રો ઝીણવટપૂર્વક વાંચીને શ્રેષ્ઠીઓને શાસ્ત્રીય પુરાવાઓ આપીને અમદાવાદથી રાજકોટ મોકલ્યા હતા. ઘણાં વર્ષ કેસ ચાલ્યો હતો. પરંતુ એમની દરમિયાનગીરીથી વ્યકિતગત યાત્રિકવેરો રદ કરવાનો અને શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીએ દર વરસે રૂપિયા પંદર હજાર પાલિતાણાના ઠાકોરને આપવાનો ચુકાદો આવ્યો હતો.
પંજાબના ચાર ક્રાન્તિકારી મહાત્માઓ
૪૫ www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only