Book Title: Vijyanandsuri Swargarohan Shatabdi Granth
Author(s): Navinchandra Vijaymuni, Ramanlal C Shah, Shripal Jain
Publisher: Vijayanand Suri Sahitya Prakashan Foundation Pavagadh
View full book text
________________
(૪)
શ્રી વિજ્યાનંદસૂરિ મહારાજ (શ્રી આત્મારામજી મહારાજ)
ન્યાયામ્ભોનિધિ, તાર્કિક શિરોમણિ, સર્વદર્શનનિષ્ણાત, નૈષ્ઠિક બાલબ્રહ્મચારી, મહાન ક્રાન્તિકારી અને દીર્ઘદૃષ્ટા, શાસન-શિરોમણિ, યુગપ્રર્વતક, કવિ અને સંગીતજ્ઞ, તપસ્વી અને સંયમી, તેજસ્વી જ્યોતિર્ધર, મહાન જૈનાચાર્ય શ્રીમદ્ વિજયાનંદસૂરિ (શ્રી આત્મારામજી મહારાજ) નું જીવન અનેક પ્રેરક અને રોમાંચક ઘટનાઓથી અને બોધવચનોથી સભર છે.
ગત શતકમાં પંજાબની શીખ પરંપરાનુસારી કોમ તરફથી જૈન ધર્મને મળેલી બે મહાન વિભૂતિઓની ભેટનો ઋણ સ્વીકાર અવશ્ય કરવો જોઈએ. જો પોતાની ધર્મપરંપરામાં તેઓ રહ્યા હોત તો જેઓ કદાચ મહાન શીખ ધર્મગુરુ બન્યા હોત તે બે મહાત્માઓ સંજોગાનુસાર મહાન જૈન સાધુ મહારાજ બન્યા. તેમનું પ્રેરક ક્રાંતિકારી જીવન નિહાળવા જેવું છે. વિક્રમની વીસમી સદીના આરંભના એ બે મહાત્માઓ તે સ્વ. પૂજ્ય શ્રી બુટેરાયજી મહારાજ અને એમના શિષ્ય સ્વ. પૂજ્ય શ્રી
આત્મારામજી મહારાજ.
પૂ. આત્મારામજી મહારાજના જીવનનાં સંસ્મરણો એટલે આજથી સવાસો દોઢસો વર્ષ પહેલાંની પંજાબની ધરતી ઉપર જૈન ધર્મના ક્ષેત્રે જે મોટો ખળભળાટ મચ્યો તેનાં ઐતિહાસિક સંસ્મરણો.
આત્મારામજી મહારાજના ગુરુનું નામ હતું બુટેરાયજી મહારાજ. બુટેરાયજી મહારાજ જન્મે શીખ હતા. એમનો જન્મ વિ.સં. ૧૮૬૩માં લુધિયાણા નજીક દુલવા ગામમાં થયો હતો. એમનું નામ બુટ્ટાસિંહ હતું. એમની માતાનું નામ કર્મો અને પિતાનું નામ ટેકસિંહ હતું. બાલ્યાવસ્થાથી જ એમને સંન્યાસ લેવાની તીવ્ર ભાવના થયા કરતી હતી. એકનો એક પુત્ર હોવાના કારણે માતાપિતાની મરજી બુટ્ટાસિંહને સંન્યાસ લેવા દેવાની ન હતી. પરંતુ બુટ્ટાસિંહ પોતાના નિર્ણયમાં અચલ
હતા.
સંન્યાસ કોની પાસે લેવો ? બુટ્ટાસિંહનું મન પોતાના શીખ ધર્મના ગુરુઓ કરતાં તે વખતે તે બાજુ વિચરતા જૈન પંચ મહાવ્રતધારી, પાદવિહારી અને રાત્રિભોજનના ત્યાગી સ્થાનકવાસી સાધુઓ તરફ ખેંચાયું હતું. પંદર વર્ષની વયે એટલે કે વિક્રમ સંવત ૧૮૮૮ માં દિલ્હીમાં આવીને એમણે સ્થાનકવાસી સાધુ મહારાજ પાસે દીક્ષા લીધી, અને એમનું નામ બુઢેરાયજી રાખવામાં આવ્યું.
બુઢેરાયજી તેજસ્વી સાધુ હતા, ક્રિયાકાંડમાં ચુસ્ત હતા. અભ્યાસ કરવામાં નિપુણ હતા. એમણે સંસ્કૃત અને અર્ધમાગધી ભાષાનો ઘણો ઊંડો અભ્યાસ કર્યો. શાસ્ત્રોનું અધ્યયન કર્યું. સ્થાનકવાસી
પંજાબના ચાર કાન્તિકારી પ્રહાત્માઓ Jain Education International
For Private & Personal Use Only
૫૧ www.jainelibrary.org