Book Title: Vijyanandsuri Swargarohan Shatabdi Granth
Author(s): Navinchandra Vijaymuni, Ramanlal C Shah, Shripal Jain
Publisher: Vijayanand Suri Sahitya Prakashan Foundation Pavagadh
View full book text
________________
અમદાવાદમાં હવે તેઓ પંન્યાસ દાદા મણિવિજયજી તથા ગણ સૌભાગ્યવિજયજીના વધુ ગાઢ સંપર્કમાં આવ્યા. એથી તેઓ ત્રણેને દાદા મણિવિજયજી પાસે મૂર્તિપૂજક સમુદાયમાં સંવેગી દીક્ષા લેવાની ઈચ્છા થઈ. શેઠ હેમાભાઈને વાત કરી. તેમણે દાદા મણિવિજયજીને વાત કરી. એ માટે યોગવહન કરવાની વ્યવસ્થા થઈ. યોગ પૂરા થયા એટલે સં. ૧૯૧૨ માં ચતુર્વિધ સંઘ સમક્ષ દાદા મણિવિજયજીએ તેઓ ત્રણેને સંવેગી દીક્ષા આપી અને મુનિ બુટેરાયજીનું નામ મુનિ બુદ્ધિવિજયજી, મુનિ મૂળચંદજીનું નામ મુનિ મુક્તિવિજયજી અને મુનિ વૃદ્ધિચંદ્રજીનું નામ મુનિ વૃદ્ધિવિજયજી રાખવામાં આવ્યું. જૈન ધર્મના ઈતિહાસમાં આ એક મોટી ક્રાન્તિકારક ઘટના બની. સાચા ત્યાગી, વૈરાગી, ખમીરવંતા આ ત્રણે પંજાબી મુમુક્ષ મહાત્માઓનો પ્રભાવ ગુજરાત, સૌરાષ્ટ્ર, રાજસ્થાન, પંજાબ વગેરે સ્થળે ઘણો મોટો પડ્યો. એથી પંજાબથી આત્મારામજી મહારાજ સ્થાનકવાસી સંપ્રદાય છોડીને પોતાના સત્તર બીજા સાધુઓ સાથે ગુજરાત આવી પહોંચ્યા અને તેઓએ પણ મૂર્તિપૂજક સમુદાયમાં સંવેગી દીક્ષા લીધી.
બુટેરાયજી મહારાજ અને એમના શિષ્યોનાં નવાં નામ રાખવામાં આવ્યાં. પણ તેઓનાં પોતાનાં મૂળ નામ એટલાં બધાં પ્રચલિત બની ગયાં હતાં કે નવાં નામો બહુ રૂઢ થયાં નહિ, એટલે મુનિ વૃદ્ધિવિજયજી પણ વૃદ્ધિચંદ્રજી મહારાજ તરીકે જ વધુ જાણીતા રહ્યા.
સં. ૧૯૧૨નું ચાતુર્માસ તેઓ ત્રણેએ દાદા મણિવિજયજી સાથે અમદાવાદમાં જ કર્યું. પોતાની સમાચારીને પણ બરાબર શુદ્ધ કરી લીધી. હવે ગુજરાતી ભાષા પણ તેઓ બરાબર બોલતા થઈ ગયા હતા, એટલું જ નહિ પણ પોતાની પંજાબી ભાષામાં બોલે-લખે તો તેમાં ગુજરાતી શબ્દો અને ભાષાપ્રયોગ અજાણતાં આવી જતા. અમદાવાદના સમય દરમિયાન તેઓ ત્રણેને અભ્યાસ કરવા માટે શેઠ હેમાભાઈ એ તથા સંઘે પંડિતોની વ્યવસ્થા કરી આપી. એમાં તે વખતના જાણીતા પંડિત હરનારાયણ શાસ્ત્રી પાસે સંસ્કૃત કાવ્યગ્રંથો ઉપરાંત ઉપાધ્યાય યશોવિજયજીના ગ્રંથોનો અભ્યાસ કરવાની સારી તક મળી.
સં. ૧૯૧૪ માં વૃદ્ધિચંદ્રજી મહારાજે અમદાવાદથી વિહાર કરી, શત્રુંજય અને ગિરનારની યાત્રા કરીને ભાવનગરનાં ચાતુર્માસ કર્યું. ગુરુ મહારાજે એમને હવે વ્યાખ્યાન વાંચવાની આજ્ઞા આપી હતી, ત્યારે એમની ઉંમર ચોવીસ વર્ષની હતી. આ ચાતુર્માસ દરમિયાન પણ તેમણે ભાવનગરના શ્રાવકોને ફરી પાછા ઘેલા કરી દીધા હતા.
વૃદ્ધિચંદ્રજી મહારાજની પ્રતિભા ઘણી તેજસ્વી હતી. તેઓ શરીરે ઊંચા, ગોરા અને ભરાવદાર હતા. તેમનો ચહેરો પણ ભરાવદાર અને પ્રશાંત હતો. તેઓ બાળબ્રહ્મચારી હતા. એમનું ચારિત્ર એટલું બધું નિર્મળ હતું અને ભક્તિ, વિનય, વૈયાવચ્ચ તથા શાસ્ત્રજ્ઞાન વગેરે ગુણોથી તેમનું જીવન એટલું બધું પવિત્ર હતું કે એમની પાસે રહેવાથી ઘણાને વૈરાગ્યનો બોધ થતો હતો, કેટલાક દીક્ષા
૪૦
Jain Education International
શ્રી વિજયાનંદસૂરિ સ્વર્ગારોહણ શતાબ્દી ગ્રંથ
For Private & Personal Use Only
www.jainelibrary.org