Book Title: Vijyanandsuri Swargarohan Shatabdi Granth
Author(s): Navinchandra Vijaymuni, Ramanlal C Shah, Shripal Jain
Publisher: Vijayanand Suri Sahitya Prakashan Foundation Pavagadh
View full book text
________________
ખબરદાર, બુટેરાયજીને કોઈએ હાથ અડાડ્યો તો.”
બનાતીરામના અવાજથી બધા ડઘાઈ ગયા. એમની સાથે બીજા કેટલાક શ્રાવકો પણ જોડાઈ ગયા. ગંગારામજીને ખાતરી થઈ ગઈ કે અહીં પોતાનું કશું ચાલશે નહિ. તેઓ ત્યાંથી આઘા ખસી ગયા. ત્યાર પછી તેમણે પોતાના કેટલાક સંત-સતીઓને એક બાજુએ લઇ જઈ ને ધીમા અવાજે ખાનગીમાં કહ્યું, બુટેરાયજી અહીં પતિયાલામાં વારંવાર આવે છે. અહીં ઘણી તપશ્ચર્યા કરી છે. એટલે એમના અનુરાગી શ્રાવકો અહીં ઘણાં છે. એટલે તેઓ બુટેરાયજીનો વેશ ઉતારવા દેશે નહિ. પરંતુ હવે બુટેરાયજી અહીંથી અંબાલા તરફ વિહાર કરવાના છે. જો કે અંબાલામાં પણ તેમના અનુરાગી શ્રાવકો ઘણાં છે, તો પણ આપણા શ્રાવકો પણ ઓછા નથી. એમના દ્વારા ત્યાં આપણે એમનો વેશ ઉતરાવી લઇશું. છતાં જો અંબાલાના શ્રાવકો તેમ નહિ કરે તો મારા ઘાણાં વૈષણવ ભકતો છે. તેમની પાસે આપણે એ કામ કરાવી લઇશું. માટે આપણે બધાં અહીંથી જલદી વિહાર કરીને અંબાલા પહોંચી જઈએ અને બુટેરાયજી ત્યાં આવે તે પહેલાં લોકોને તૈયાર કરી દઈએ.
ગંગારામજી તરત વિહાર કરીને પોતાના સાધુઓ સાથે અંબાલા પહોંચી ગયા. બુટેરાયજીએ પાંચેક દિવસ પતિયાલામાં સ્થિરતા કરીને અંબાલા તરફ વિહાર કર્યો.
અંબાલાના કાવતરાની તેમને ખબર ન હતી. વિહાર કરતાં કરતાં જ્યારે તેઓ અંબાલા શહેર તરફ જતા હતા ત્યારે રસ્તામાં કેટલાક અનુરાગી શ્રાવકોએ બુટેરાયજીને ચેતવ્યા કે “ગુરુદેવ, અંબાલા શહેરમાં વાતાવરણ બહુ તંગ થઈ ગયું છે. વખતે આપના ઉપર સંકટ આવી પડે. માટે અંબાલા પ્રવેશ કરવો તે આપને માટે હિતાવહ નથી. આપ આગળ ચાલ્યા જાવ.”
બુટેરાયજીને એમના શિષ્ય મુનિ પ્રેમચંદજીએ પણ વિનંતી કરી કે ગુરુ મહારાજ, અંબાલા શહેરમાં આપના માથે ભય છે. માટે આપણે અંબાલા શહેરમાં ન જતાં અંબાલા કેન્ટોનમેન્ટછાવણી તરફ વિહાર કરીએ.
બુટેરાયજીએ કહ્યું, “ભાઇ પ્રેમચંદ ! એમ ઉપસર્ગોથી ડરી જઇએ તે કેમ ચાલે? ભગવાન મહાવીરને પણ ઉપસર્ગો અને પરીષહો થયા હતા. એટલે આપણે ડરવું ના જોઇએ. પરંતુ જો તને ડર લાગતો હોય તો તું સીધો અંબાલા છાવણી પહોંચી જા. હું અંબાલા શહેરમાં બે ત્રણ દિવસ રોકાઈને પછી ત્યાં આવીશ.” | મુનિ પ્રેમચંદજી સાચે જ ડરી ગયા હતા. તેઓ અંબાલા શહેરમાં ન જતાં સીધા છાવણીમાં પહોંચી ગયા. બુટેરાયજી એકલા વિહાર કરતાં અંબાલા શહેરમાં પધાર્યા. પોતે સ્થાનકમાં ઊતર્યા અને ગોચરી લાવીને આહાર પાણી કર્યા.
અંબાલા શહેરમાં ઋષિ અમરસિંહ, ગંગારામજી વગેરે અગાઉ આવી ગયા હતા. અંબાલામાં મોહરસિંહ નામના એક જૈન શ્રાવક હતા તેઓ સૂત્ર-સિદ્ધાંતના અભ્યાસી હતા અને બુટેરાયજીના
૧૨
શ્રી વિજયાનંદસૂરિ સ્વર્ગારોહણ શતાબ્દી ગ્રંથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org