Book Title: Vijyanandsuri Swargarohan Shatabdi Granth
Author(s): Navinchandra Vijaymuni, Ramanlal C Shah, Shripal Jain
Publisher: Vijayanand Suri Sahitya Prakashan Foundation Pavagadh
View full book text
________________
બુટેરાયજીની નીડરતા અને આત્મવિશ્વાસ જોઇને તથા વેશ ખેંચવા જતાં મારામારી થાય તો પોલીસનું લફરું થાય એ બીકે કોઈ આવ્યું નહી. બુટેરાયજીએ ત્યાંજ સવારનું પ્રતિકમણ કર્યું અને ત્યાં જ ત્રણેક દિવસ રોકાયા. શ્રાવકોમાં પણ બે ભાગલા પડી ગયા. એટલે પણ આ વિવાદ થાળે પડવા લાગ્યો. બુટેરાયજી તપશ્ચર્યા, શાસ્ત્રાભ્યાસ અને ચારિત્રપાલનમાં ઉચ્ચ કોટિના હતા, જે દિવસે દિવસે વધતો જતો હતો. અમરસિંહજી અને એમના શિષ્યો તરફથી શ્રાવકોને ચઢાવવામાં આવતા કે જેથી બુટેરાયજીને સ્થાનકમાં ઊતરવાની સગવડ કે ગોચરી-પાણી મળે નહિ, પરંતુ તેઓ બહુ ફાવતા નહિ.
અંબાલાના આ પ્રસંગ પછી બુટેરાયજી મહારાજ અંબાલા છાવણી ગયા. ત્યાંથી મુનિ પ્રેમચંદજીને સાથે લીધા. ત્યાંથી વિહાર કરીને મેરઠ થઈ દિલ્હી પધાર્યા. એક મહિનો ત્યાં રહી ફરી પંજાબ તરફ પધાર્યા. અંબાલા, માલેરકોટલા, પતિયાલા, લુધિયાના, હોંશિયારપુર, જલંધર, અંડિયાલા ગુરુ. અમતસર વગેરે સ્થળે વિચરી તેઓ ગજરાનવાલા પધાર્યા. પોતાના શિષ્ય મુનિ મળચંદજી અહીં કર્મચંદ્રજી શાસ્ત્રી પાસે અભ્યાસ કરવા રોકાયા હતા તેમને લઈ વિહાર કરતાં તેઓ દિલ્હી પધાર્યા. દિલ્હીમાં સં.૧૯૦૮માં તેમણે બે યુવાનોને બહુ ધામધૂમ પૂર્વક દીક્ષા આપીને એકનું નામ રાખ્યું વૃદ્ધિચંદ્રજી અને બીજાનું નામ રાખ્યું મુનિ આનંદચંદ્રજી.
બુટેરાયજી મહારાજની ભાવના હતી સિદ્ધાચલજીની યાત્રા કરવાની અને ગુજરાતના સાધુઓને સમાગમ કરી પોતાની શંકાઓનું સમાધાન કરવાની. એટલા માટે દિલ્હીથી એમણે પોતાના ચારે શિષ્યો મુનિ મૂળચંદજી, મુનિ પ્રેમચંદજી, મુનિ વૃદ્ધિચંદ્રજી અને મુનિ આનંદચંદ્રજીની સાથે ગુજરાત તરફ પહોંચવાની ભાવના સાથે વિહાર કર્યો. એક પછી એક ગામે વિહાર કરતા તેઓ પાંચેય જયપુર મુકામે પધાર્યા. ચાતુર્માસ પછી તેઓ બધા વિહાર કરી કિસનગઢ થઇ ને અજમેર પહોચ્યા. નાગરમાં મુનિ વૃદ્ધિચંદ્રજીના પગમાં સંધિવાના કારણે અસહ્ય પીડા થવા લાગી. એટલે તેઓને નાગોરમાં શેકાઈ જવું પડયું. દરમિયાન મૂલચંદજી મહારાજે ગુજરાત બાજુ વિહાર કર્યો. આનંદચંદ્રજી મહારાજનું ચિત્ત સંયમપાલનમાં ડગુમગુ રહેવા લાગ્યું. થોડા વખતમાં તેઓ સાધુનો વેશ છોડીને યતિ બની ગયા અને જયોતિષનો વ્યવસાય કરવા લાગ્યા.
થોડા વખત પછી બિકાનેરથી સંઘના આગેવાનો નાગોર આવ્યા અને બુટેરાયજી મહારાજને બિકાનેર ચાતુર્માસ માટે પધારવા વિનંતી કરી. એ વિનંતીનો સ્વીકાર કરી બુટેરાયજી મહારાજે બિકાનેર તરફ વિહાર કર્યો. દરમિયાન વૃદ્ધિચંદ્રજી મહારાજને પગની પીડા ઓછી થઇ ગઇ, એટલે તેઓ પણ ગુરુ મહારાજની સાથે બિકાનેર પધાર્યા. પ્રેમચંદજી મહારાજ ચાતુર્માસ માટે નાગોરમાં જ રોકાયા. મૂલચંદજી મહારાજ વિહાર કરતા કરતા પાલિતાણા પહોંચી ગયા અને એમણે ચાતુર્માસ પાલિતાણામાં
| વિ.સ.૧૯૧૦નું ચાતુર્માસ આ રીતે બુટેરાયજી મહારાજે પોતાના શિષ્ય વૃદ્ધિચંદ્રજીની સાથે
૧૪
શ્રી વિજયાનંદસૂરિ સ્વર્ગારોહાગ શતાબ્દી ગ્રંથ For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International