Book Title: Vijyanandsuri Swargarohan Shatabdi Granth
Author(s): Navinchandra Vijaymuni, Ramanlal C Shah, Shripal Jain
Publisher: Vijayanand Suri Sahitya Prakashan Foundation Pavagadh
View full book text
________________
મૂળચંદજી મહારાજની આ વાણી સાંભળી સંઘ વિચારમાં પડી ગયો. સાચી પરિસ્થિતિ સમજી ગયો અને કંઈપણ ઠરાવ કર્યા વિના વિખરાઈ ગયો. - ધ્રાંગધ્રામાં દેવશી અને ગુણશી બે ભાઈઓ હતા. તેઓ મૂર્તિપૂજાના વિરોધી હતા. તેમણે આગમ-બત્રીસીનો અભ્યાસ કર્યો હતો. તેમણે ધ્રાંગધ્રામાં વિરોધનો વંટોળ ઊભો કર્યો હતો. મૂળચંદજી મહારાજે એ વાત જાણી ત્યારે તેમણે પોતાના શિષ્ય મહાન તપસ્વી, જ્ઞાની અને સારી તર્કશકિત ધરાવનાર મુનિ દાનવિજયજીને ત્યાં મોકલ્યા. તેમણે ત્યાં જઈને પ્રેમ, શાંતિ, ધીરજ અને વાત્સલ્યભાવથી બંને ભાઈઓને શાસ્ત્રોના પાઠો બતાવી એવો સરસ પ્રતિબોધ કર્યો કે બંને તેમની પાસે દીક્ષા લેવા તૈયાર થઈ ગયા. દાનવિજયજીએ તેઓ બંનેને મૂળચંદજી મહારાજ પાસે મોકલ્યા. મૂળચંદજી મહારાજે એ બંનેને દીક્ષા આપી અને દેવશી તે મુનિ દેવવિજય થયા અને ગુણશી તે મુનિ ગુણવિજય થયા. તેઓ બંનેએ આગમશાસ્ત્રોનો એટલો સરસ ઊંડો અભ્યાસ કર્યો હતો કે ત્યારપછી પંજાબથી આવેલા આત્મારામજી મહારાજને મૂર્તિપૂજા વિશે કેટલીક શંકાઓ હતી તો તેનું સમાધાન કરવાનું કામ ગુણવિજયજીને સોંપવામાં આવ્યું. ગુણવિજયજી પાસે બેસીને આત્મારામજી મહારાજે પોતાની શંકાઓનું સરસ સમાધાન કરી લીધું અને મૂળચંદજી મહારાજ પાસે ગુણવિજયજીની ખૂબ ખૂબ પ્રશંસા કરી. એ વખતે મૂળચંદજી મહારાજે આત્મારામજીને એટલું જ કહ્યું કે ગુણવિજયજી મહાન જ્ઞાની મહાત્મા છે. પરંતુ તેમનું આયુષ્ય ટૂંકું છે. વધુમાં વધુ તેઓ છ મહિના સુધી વિદ્યમાન રહેશે. ત્યારપછી ગુણવિજયજી મહારાજ મૂળચંદજી મહારાજે કરેલી આગાહી પ્રમાણે છ મહિનામાં કાળધર્મ પામ્યા.
મૂળચંદજી મહારાજ દીક્ષા આપવાના ઉત્સાહી હતા, પરંતુ તે પછી પદવી આપવાની બાબતમાં એટલાજ કડક હતા. એમના એક શિષ્ય દર્શનવિજયજી મહારાજે યોગવહનની ક્રિયા કરી લીધી હતી. એટલે એમને પદવી આપવા માટે પ્રેમાભાઈ શેઠ અને સંઘના આગેવાનોએ ભલામણ કરી હતી. પરંતુ પોતાને યોગ્ય લાગશે તે પછી જ પદવી આપશે એમ મૂળચંદજી મહારાજે કહ્યું હતું. ત્યારપછીનું દર્શનવિજયજીનું ચોમાસું વડોદરામાં હતું અને મૂળચંદજી મહારાજનું કેટલાક માઈલ દૂર છાણી ગામમાં હતું. એક દિવસ મૂળચંદજી મહારાજે દર્શનવિજયજીને સંદેશો કહેરાવ્યો કે અત્યંત તાકીદનું કામ છે એટલે તરત તમે છાણી આવી પહોંચો, જ્યારે સંદેશો આપવામાં આવ્યો ત્યારે દર્શનવિજયજી મહારાજ ગોચરી વહોરીને આવ્યા હતા અને વાપરવાની તૈયારી કરતા હતા. એમની સાથેના સાધુઓએ કહ્યું કે ગોચરી વાપરીને પછી જાવ, પરંતુ ગુરુ મહારાજનો સંદેશો હતો એટલે દર્શનવિજયજી ગોચરી વાપરવા રોકાયા નહિ. તેઓ તરત જ સીધા ચાલ્યા છાણી તરફ. લાંબો વિહાર કરી તેઓ મૂળચંદજી મહારાજ પાસે આવ્યા. સુખશાતા પૂછી અને શું કામ છે તે જાણવા માટે ઉત્સુક રહ્યા, પરંતુ વિનય અનુસાર પૂછયું નહિ અને ગુરુમહારાજ કહે તેની રાહ જોતા રહ્યા. લગભગ દોઢ-બે કલાક ગુરૂમહારાજે બીજી બધી વાતો કરી, પરંતુ શા માટે બોલાવ્યા છે તે કંઈ કહ્યું નહિ. ચાતુર્માસના દિવસો હતા એટલે
શ્રી વિજયાનંદસૂરિ સ્વર્ગારોહાગ શતાબ્દી ગ્રંથ For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International