Book Title: Vijyanandsuri Swargarohan Shatabdi Granth
Author(s): Navinchandra Vijaymuni, Ramanlal C Shah, Shripal Jain
Publisher: Vijayanand Suri Sahitya Prakashan Foundation Pavagadh
View full book text
________________
રાવલપિંડી વગેરે સ્થળોએ વિચરી પાછા પતિયાલા પધાર્યા. ત્યાં રસ્તામાં અમરસિંહજી મળી ગયા. તેમણે બુટેરાયજીને કહ્યું “બુટેરાયજી, તમે સારો શાસ્ત્રાભ્યાસ કર્યો છે. મારા કરતાં તમે મોટા છો. આપણે એક જ ગુરુ ઋષિ મલકચંદજીના ટોળાના છીએ તો આપણે સાથે વિચારીએ તો કેમ?'
અમરસિંહજીની દરખાસ્ત બુટેરાયજીએ સ્વીકારી લીધી. તેઓ સાથે વિહાર કરવા લાગ્યા. એમ કરતાં અમૃતસર તેઓ બંને પધાર્યા, પરંતુ અમૃતસરમાં બુટેરાયજી મુહપત્તી અને જિનપ્રતિમા વિશેના પોતાના વિચારો બીજા સાધુઓ પાસે વ્યકત કરતા તે અમરસિંહજીને ગમતું નહિ. બુટેરાયજી સાથે શાસ્ત્રાર્થ કરવાનું પણ એમનું ગજું નહોતું. અમરસિંહજી અમૃતસરના મોટા શ્રીમંત પરિવારમાંથી આવેલા હતા. એટલે અમરસિંહજીનો અનુયાયી વર્ગ મોટો હતો. પોતાના અનુયાયી વર્ગ પાસે બુટેરાયજી મુહપની અને જિન પ્રતિમાની વાત કરે તે તેમને ગમતું નહિં. આથી બુટેરાયજી અને અમરસિંહજી વચ્ચે મતભેદ ચાલુ થયો. છેવટે બંને જુદા પડ્યા. પછી બુટેરાયજીની વિરુદ્ધ અમરસિંહજીએ પ્રચાર ચાલુ કરી દીધો, શ્રાવકોને મોકલીને તેઓ વ્યાખ્યાનમાં શું બોલે છે, લોકો સાથે શી વાત કરે છે તેની જાસૂસી કરવા લાગ્યા. પોતાને કોઈ મળવા આવે તો તેનો બુટેરાયજી માટે અભિપ્રાય પૂછતા અને કોઈ સારો, ઊંચો અભિપ્રાય આપતા તે તેમને ગમતું નહિ. વળી તેઓ શ્રાવકોને તૈયાર કરીને બુટેરાયજીની પાસે મોકલીને મુહપત્તી અને પ્રતિમાપૂજન વિશે પ્રશ્ન કરાવતા, બટેરાયજીને લાગ્યું કે હવે બધાંને સ્પષ્ટ વાત કરવાનો વખત પાકી ગયો છે. એટલે તેમણે પોતાના વિચારો શાસ્ત્રના જાણકાર કરમચંદજી શાસ્ત્રી, ગુલાબરાયજી વગેરે શ્રાવકોને જણાવ્યા. બીજી બાજુ અમરસિંહજીએ બુટેરાયજીનો જાહેરમાં વિરોધ ચાલુ કરી દીધો, આથી શ્રાવકોમાં પણ બે પક્ષ પડી ગયા. પંજાબમાં બધે આ બાબત જાહેર ચર્ચાનો વિષય બની ગઈ. અમરસિંહજીએ પોતાના ક્ષેત્રના શ્રાવકોને તૈયાર કર્યા હતા અને ધમકી આપી કે બુટેરાયજી જો પોતાના ક્ષેત્રમાં આવશે તો એમનો વેશ ખેંચી લેવામાં આવશે.
આ સમય દરમિયાન બુટેરાયજી પાસે ખાસ કોઈ શિષ્યો રહ્યા ન હતા. સ્થાનકવાસી સંપ્રદાયના બાવીસ ટોળામાં તેમણે ચાર શિષ્યો બનાવ્યા હતા. પરંતુ એમાંથી માલેરકોટલાવાળા બે શિષ્યો એમને છોડીને ચાલ્યા ગયા હતા. એક શિષ્ય કાળધર્મ પામ્યા હતા. એક જાટ જાતિના શિષ્ય હતા, તેમણે દીક્ષા છોડી દઈને ગૃહસ્થ વેશ અંગીકાર કર્યો હતો. આથી બુટેરાયજી એકલા પડી ગયા હતા. પરંતુ આવી ધાકધમકીઓથી તેઓ ડરતા નહોતા, કારણ કે તેઓ આત્માર્થી હતા અને જિનતત્વમાં અડગ શ્રદ્ધા ધરાવનાર હતા.
એવામાં પ્રેમચંદજી નામના એક સાધુએ પોતાના ગુરુમહારાજને છોડીને બુટેરાયજી પાસે આવીને ફરીથી દીક્ષા લીધી હતી. તેઓ તેમની સાથે ચારેક વર્ષ રહ્યા હતા. બુટેરાયજીએ પ્રેમચંદજીને આગમશાસ્ત્રોનો સારો અભ્યાસ કરાવ્યો હતો. પરંતુ ગુજરાનવાલા નગરમાં તેઓ ચાતુર્માસ હતા ત્યારે એક દિવસ મુનિ પ્રેમચંદજીએ કહ્યું, ગુરુદેવ, મારાથી હવે દીક્ષા પળાતી નથી. મારું મન ડામાડોળ થઈ ગયું છે. મારી કામવાસના બહુ જાગ્રત રહે છે. મારાં ભોગાવલી કર્મનો ઉદય થયો લાગે
શ્રી વિજયાનંદસૂરિ સ્વર્ગારોહણ શતાબ્દી ગ્રંથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org