________________
૩૦
વાણીનો સિદ્ધાંત
વાણીનો સિદ્ધાંત
૨૯ પ્રશ્નકર્તા : પણ અહીં જ્ઞાનની બધી વાતો જાણવાની મળે ને !
દાદાશ્રી : આ જાણો તો જ જગતમાં જીવેલા કામનું છે. નહીં તો જીવેલો , મરેલા બરાબર છે. આ બહાર જે બધા જીવતા ફરે છે ને, એ મરેલા જેવા છે. આખો દહાડો મહીં મુંઝાયા કરે ને અકળાયા કરે. જેમ શક્કરિયું ભરહાડમાં મૂકે તો કેટલી બાજુ બફાય ?
પ્રશ્નકર્તા : બધી બાજુથી જ બફાય. દાદાશ્રી : તેમ મનુષ્ય બધા બફાઈ રહ્યા છે.
ત બદલો વ્યવહાર બદલો બિલિફ ! આ બધા મનુષ્યમાત્ર જે બોલે છે કે જીવમાત્ર જે બોલે છે, એ ટેપરેકર્ડ બોલે છે. તમારી ય ઓરિજિનલ ટેપરેકર્ડ છે. પણ તમે તો એના માલિક છો ને ? તમે એમ બોલો કે આ ટેપરેકર્ડ છે ? ના બોલો. કારણ કે તમને અહંકાર હોય કે ‘હું બોલ્યો.” અને આખું જગત ઈગોઈઝમવાળું છે. એટલે કહેશે, “હમ બોલતા હૈ, હમ બોલતા હૈ.' અરે ક્યા, હમ બોલતા હૈ? આ ‘હમ'થી તો બંધાયા છે. એના કરતાં આ બિચારી ગાયો-ભેંસો સારી, ગધેસીંગ દરબારે ય સારા. બોલે પણ કહે નહીં કે હું બોલ્યો. આ કતરો પોતે અહંકાર કરતો નથી કે હું બોલ્યો.” એટલે આ જાનવર છે તે ભલે ‘ટેપરેકર્ડ” નથી બોલતા, ત્યારે “માય સ્પીચ’ ય નથી બોલતા બિચારા (!) જ્યારે આ લોકો તો બધા એવું કહે કે “અમે બોલીએ છીએ.” ‘બોલ્યો ને મેં આમ કર્યું, તેમ કર્યું.’ એ જ બધા છમકલા કર્યા કરે.
પ્રશ્નકર્તા : પણ તે સિવાય વ્યવહાર જ કેમ થઈ શકે એમ છે ?'
દાદાશ્રી : વ્યવહારથી ‘હું બોલ્યો’ બોલે, તેનો વાંધો નથી. વ્યવહારમાં તો કહેવું જ પડે ને ! વ્યવહારમાં બોલાય એવું. પણ એવી બિલિફ ના હોવી જોઈએ. અમે ‘અમારી વાણી’ એવું બોલીએ છીએ, તે ખાલી ડ્રામેટિક બોલીએ છીએ. બિલિફમાં એવું નથી અમારું. ખાલી વ્યવહારમાં દેખાવ માટે અમારે બોલવું પડે કે ‘હું બોલ્યો.” અને તમે જે બોલો છો, તે બિલિફમાં પણ તમને એ જ છે કે ‘હું જ બોલ્યો.”
ત્યારે બોલતારો ક્યાં ગયો ? જગત આખું ય એવું જ કહે કે ‘હું બોલ્યો”. “ઓહોહો ! મોટા બોલવાવાળા આવ્યા !' આ દુનિયામાં કોઈ બોલી શકતો હશે ? આ દુનિયામાં કોઈ માણસ એવો જભ્યો નથી કે જે સ્વતંત્ર એક શબ્દ પણ બોલી શકે. કોઈ પણ જીવ, ગધેડું કે કૂતરું પણ ના બોલી શકે. કારણ કે બોલવાનું કોઈના હાથમાં નથી.
છેલ્વે સ્ટેશને જતી વખતે, ઉતરતી વખતે, આપણે કહીએ કે, ‘કાકા, કંઈક બોલો, કંઈ કહેતા જાવ.’ તો આંખો દેખાડે ખરા, આમ આમે ય કરે. હજુ કશું કહેવું છે, પણ શી રીતે બોલે ? કાકાને બોલવું છે પણ બોલાતું નથી. તો બોલવાનું રહી ગયું ? ‘હા, વાત કરવી છે, તે રહી ગઈ.” જીભ છે ને ? “ના, જીભનો લવો થઈ ગયો.' તે લડ્વો થાય ત્યારે બોલે શું ? એવું બને કે ના બને ?
પ્રશ્નકર્તા : બને ને !
દાદાશ્રી : મહીં વાણી બધી ખલાસ થઈ ગઈ. પછી શું બોલે કાકા ? રોજ બોલે કે ‘હું બોલું છું, હું બોલું છું.’ લે, બોલ ને ! તારે બોલવું છે, તો બોલ ને ! જીવતો છે ને ? કેમ નથી બોલાતું ? બોલનારા હતા ને ? તું બોલનારો બંધ શી રીતે થયો ? તું જો બોલનારો હોય તો તું છે, ત્યાં સુધી તો બોલ ને ? એ ઘરમાં છે ત્યાં સુધી ના બોલે ?
પ્રશ્નકર્તા : બોલે. દાદાશ્રી : પણ બોલાતું તો નથી. પ્રશ્નકર્તા : પોતાની સત્તા નથી.
દાદાશ્રી : ત્યારે એમ જ કહો ને ! માટે એ આપણી સત્તા નથી. આપણી સત્તા બોલવાની નથી. આ તો ટેપરેકર્ડ ઉતરી ગયેલી છે, તેટલું જ બોલાય છે.
આ તો બોલ્યાનો અહંકાર કરે છે. બોલે છે બીજો અને પોતે કહે છે ‘હું બોલું છું.’ અહંકાર શાથી છે ? ‘બોલે છે કોણ? એ જાણતો નથી એટલે.