Book Title: Vakrokti Jivit Kuntakno Kavya Vichar Author(s): Nagindas Parekh Publisher: Gujarat Sahitya Academy View full book textPage 9
________________ ૫. કુન્તકે વાક્યવૈચિય નીચે અર્થાલંકારનું નિરૂપણ કર્યું છે. અર્થોની રમણીય ગોઠવણીના વિવિધ પ્રકારે અનુસાર જે વિવિધ અલંકાર માન્ય કરાય છે, તેમાં આલંકારિકે વચ્ચે ઠીકઠીક મતભેદ રહ્યો છે. મતભેદ બે જાતને છે? અમુક પ્રકારની ગોઠવણીને રમણીય ગણવી કે નહિ– તેને અલંકાર ગણો કે કેમ તે બાબત, અને અમુક ગોઠવણીને સ્વતંત્ર અલંકારને મોભો આપ કે તેને કોઈ બીજ અલંકારના પેટામાં મૂકવી તે બાબત. આલંકારિકનું ઉત્તરોત્તર વલણ અલંકારની સંખ્યા વધારવાનું રહ્યું છે. કુન્તકની વિવેકદષ્ટિ એ વલણને ખાળે છે. સમુચિત દલીલ આપીને તે સ્વભાક્તિ , પ્રેયસ, ઊજસ્વી, ઉદાર, આશિષ, સમાહિત, વિશેષક્તિ, યથાસંખ્ય, હેતુ, સૂક્ષ્મ, લેશ જેવાને અલંકાર ગણવાની ચોખ્ખી ના પાડે છે; બીજી બાજુ તે ઉપમેપમા, તુલ્યોગિતા, અનન્વય, પરિવૃત્તિ, નિદર્શના, પદાર્થોપમા, કલ્પિત પમા, પ્રતિવસ્તુપમા, પ્રતીય માનેપમા, સમાસક્તિ, ઉપમારૂપક જેવાને ઉપમાના પેટાપ્રકાર તરીકે સ્થાન આપે છે. ૬. સંસ્કૃત કાવ્યશાસ્ત્ર ઉપર કેટલાક આધુનિકેએ એવો આક્ષેપ કરે છે કે તે માત્ર છૂટક પદ્યોનું જ વિવેચન કરે છે, સમગ્ર કે અખંડ કૃતિ સાથે તે કામ પાડતું નથી કે પાડી શકતું નથી. કુન્તકનું પ્રકરણવિવેચન અને પ્રબંધવિવેચન આ આક્ષેપને જાણે કે સબળ રદિયો આપે છે. તેમાં કુન્તકે પ્રસ્તુત કરેલાં અનેક ગણ્યમાન્ય કૃતિઓનાં વિવેચન એવાં સૂઝબૂઝવાળા અને કૃતિના બહિરંગ તેમ જ અંતરંગના વિશ્લેષણ પર આધારિત છે કે આજના વિદગ્ધ વિવેચકને પણ તેમાંથી ઠીક ઠીક શીખવા જાણવાનું મળશે. કૃતિના વિવિધ અંશે પરસ્પરાધીન અને એકબીજાને અનુપ્રાણિત કરતા હોય છે; ઉત્તમ કૃતિમાં કુતૂહલ અધર શ્વાસે ટકી રહે અને પરાકાષ્ઠાએ પહોંચે તેવું કથાવસ્તુ હેવું જોઈએ અને અંત અસાધારણ રહસ્યસ્ફોટથી વિસ્મયજનક હે જોઈએ; સ્વયં આસ્વાદ્ય હેવા છતાં જે પ્રધાન વસ્તુને પુષ્ટ ન કરતા હોય તેવા કથાશે દેષરૂપ છે; જે માત્ર કથાવસ્તુ પર નિર્ભર ન હોય પણ રસનિષ્પત્તિના સૌંદર્યથી મંડિત હેય એવી કૃતિ જ ચિરંતન બને; કૃતિના મમ કે તાત્પર્યનું સૂચક હોય એવું તેનું નામકરણ કવિકૌશલનું ઘાતક છે- એવા એવા અનેક વિચારે કુતકની કાવ્યમીમાંસાનાં ચિરંતન તરવો છે. ઉત્તમ રચનાઓના ઉત્તમ અંશના સગેસળ ખેલી આપતું તેનું દષ્ટિસંપન્ન વિવેચન વિસ્મયકારક છે.Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 660