________________
કબીરના જ શબ્દો જોઇએ :
'कबीर आप ठगाइए, ओर न ठगियो कोइ ।
आप ठग्या सुख उपजे, ओर ठग्या दुःख होई ॥' ઠગારા બનવું સારું કે મૂર્ખ બનવું સારું ? દુનિયા કદાચ કહેશે : ઠગારા બની જજો પણ મૂર્ખ કદી જ નહિ બનતા. મૂર્ખનું આ વિશ્વમાં કોઇ જ મૂલ્ય નથી. ઠગારાઓને લીલા-લહેર છે, પણ મૂર્ખને કાળો કેર છે. પ્રથમ દૃષ્ટિએ આ વિધાન કદાચ ગમી પણ જાય, પણ ઊંડાણથી વિચારીશું તો લાગશે : ઠગારો પણ મૂર્ખ જ છે. મૂર્ખ જ નહિ, મહામૂર્ખ છે. મૂર્ખ તો બિચારો પોતાની જાતને તો ઠગતો નથી, પણ ઠગ તો પોતાની જાતને જ ઠગે છે. પોતાની જાતને ઠગવી એના જેવી બીજી મૂર્ખતા કઇ ? સૌથી ભૂંડી આત્મ-વંચના છે, એમ પાશ્ચાત્ય વિચારક ગેમેલિયલ બેલે કહે છે :
"The first and worst of all frauds is to cheat oneself''
‘બધી જ છેતરપીંડીઓમાં સૌથી પહેલી અને સૌથી ભૂંડી છેતરપીંડી પોતાની જાત સાથેની છેતરપીંડી છે.’
ગેમેલિયલ બેલે
'भुवनं वञ्चयमाना वञ्चयन्ते स्वमेव हि । યોગશાસ્ત્રમાં જગતને ઠગતા લોકો આખરે તો જાતને જ ઠગે છે - એવું કહેતા હેમચન્દ્રસૂરિજીના જ પડઘાઓ અહીં પડતા હોય તેવું લાગ્યા વિના રહેતું નથી.
આ અર્થમાં ઠગારો જ મહામૂર્ખ ઠરે છે. આવા ઠગારા બનવાનું કોણ પસંદ કરશે ? એક અંગ્રેજી કહેવત ભૂલવા જેવી નથી : “Better be a fool than a knave.' ધૂતારા થવા કરતાં મૂર્ખ થવું સારું.'
ઉપદેશધારા * ૩૮
સારા મિત્રો માણસની મોટી મૂડી છે. સારા મિત્રોથી તમે ઘણુંઘણું પ્રાપ્ત કરી શકો છો. સારા મિત્રો મળે એને તમે તમારા જીવનનું મોટું સૌભાગ્ય માનજો, પણ એવા મિત્રો શી રીતે મળશે ? મળેલા હોય તો શી રીતે ટકશે ? તમે એની સાથે માયા કરતા રહો, તમે એને વારેઘડીએ ઉલ્લુ બનાવતા રહો અને છતાં એ તમારો મિત્ર બની રહે, એવું માનો છો ?
શષ્યભવસૂરિજી કહે છે : 'माया मित्ताणि नासेइ'
માયા મિત્રોનો નાશ કરે છે અર્થાત્ મિત્રતાનો નાશ કરે છે.’ - દશવૈકાલિક (૮/૩૮) માયાથી કદાચ તમે લોકોને ઉલ્લુ બનાવી શકો, પણ કર્મસત્તાને ઉલ્લુ બનાવી શકાય ? થોડીક જ માયાથી મલ્લિનાથ ભગવાનને સ્ત્રી બનવું પડ્યું હતું. થોડીક જ માયાથી લક્ષ્મણા સાધ્વીજીનો ૭૯ ચોવીશી જેટલો સંસાર વધી ગયો હતો - એ ભૂલવા જેવું નથી. ભગવાન શ્રી મહાવીરસ્વામી પોતાની છેલ્લી દેશનામાં કહે છે :
‘માયા શરૂપત્તિપ્પાઓ'
‘માયા સદ્ગતિનો નાશ કરે છે.'
- ઉત્તરાધ્યયન (૯/૫૪) કદાચ પ્રશ્ન થશે : તો પછી સ્ત્રીઓની ૬૪ કળાઓમાં ‘દંભ’ નામની પણ એક કળા આદિનાથ ભગવાને શા માટે બતાવી ? ધર્મો માયા ન માયા' એમ શા માટે કહેવાયું ?
સ્ત્રીને દંભ અને માયા શીખવાની જરૂર નથી પડતી. એ કળા એને સહજ-સાધ્ય હોય છે, છતાં ‘દંભ’ને ૬૪ કળાઓમાં સ્થાન એટલે મળ્યું જણાય છે કે તે દંભ ડંખ-રહિત બને. જીવન અનેક ઘટનાઓ અને અનેક વિચિત્રતાઓથી ભરેલું છે. એમાં ક્યારેક સામી વ્યક્તિને ખોટું ન લાગે માટે દંભ કરવો પડે છે. જેમાં સ્વ
ઉપદેશધારા * ૩૯