________________
બોલવાની કમજોરીને મૌન તરીકે ખપાવવા એ તો મૌનનું અપમાન છે. મજબૂરીને રખે મૌન સમજતા ! નિષ્ક્રિયતા અને આળસને રખે મૌન સમજતા. એવું મૌન તો પત્થર અને વૃક્ષોમાં પણ ક્યાં નથી ? બોલતાં આવડતું હોવા છતાં મૌન રાખવું એ મનુષ્યની વિશેષતા છે ! એટલે ખરેખર તૌ મૌન શીખતાં પહેલાં સમ્યગુ બોલતાં શીખવું જરૂરી છે. મૌન એ સોનું છે ! ને શબ્દ એ ચાંદી છે, એ વાત ખરી, પણ ચાંદીની પણ કિંમત જે જાણતો નથી, એ સોનાની કિંમત શી રીતે જાણશે ? જેને બોલતાં જ નથી આવડતું, તે મૌનનો મહિમા શી રીતે જાણી શકશે ?
સમ્યગુ બોલતાં શીખવા માટે નીચેના ચાર મુદ્દાઓ તમારા વર્તનમાં હોવા જરૂરી છે : (૧) મૌનમ્ (૨) સત્યમ્ (૩) પ્રિયમ્ (૪) હિતમ્.
સૌ પ્રથમ તમારી વાણીનું ભૂષણ છે : મૌન ! વાણીનું ભૂષણ મૌન ? આ તે વળી કેવી વાત ? વિરોધાભાસી લાગે, છતાં આ સત્ય વાત છે. બને ત્યાં સુધી ડાહ્યો માણસ મૌન રહે છે. બોલ્યા વગર ચાલતું હોય ત્યાં સુધી તે બોલતો નથી, કારણ કે તે જાણે છે કે, નહિ બોલાયેલો શબ્દ વક્તાનો ગુલામ છે ને બોલાયેલો શબ્દ માલિક છે ! આપણા મુખમાંથી શબ્દ નીકળ્યા કે, તરત જ આપણું સ્વામિત્વ ગયું. અત્યાર સુધી શબ્દ તમારો ગુલામ હતો, હવે શબ્દના તમે ગુલામ છો ! એટલે સમજુ માણસ સૌપ્રથમ તો મૌન જ રહે. પણ એનું મૌન પણ સક્રિય હશે, એનું મૌન, પણ જાણે કાંઇક કહેતું હોય તેવું લાગ્યા કરશે. કારણ કે એનું મૌન એની વાણીનું ભૂષણ છે !
બોલવું પડે ત્યારે આવો માણસ સત્ય જ બોલશે. ભયથી કે લાલચથી સાચો માણસ કદી જૂઠું નહિ બોલે; મોતનો ભય હોવા છતાં . દત્ત રાજાની સામે કાલિકાચાર્ય સાચું બોલ્યા હતા. પોતાની સામે જ પોતાના પુત્રો પર મુશ્કેલી દેખાતી હોવા છતાં ખંભાતનો ભીમો શ્રાવક
જૂઠું ન્હોતો બોલ્યો. દિલ્હીના બાદશાહ ફિરોજશાહ સમક્ષ મહણસિંહ સાચું બોલ્યો, તો બાદશાહ તરફથી ૧૬ લાખ સોનામહોરોનું ઇનામ પામ્યો અને કરોડપતિ બન્યો. જૂઠું બોલવાથી વસુરાજા. તે જ વખતે સિંહાસન પરથી પટકાયો અને મરીને સાતમી નરકે ગયો.
સાચું કહેવા માટે ખૂબ જ હિંમત જોઇએ. સત્ત્વ જોઇએ. શરૂઆતમાં કઠણ લાગે, પણ પાછળથી સાચું કહેવાની ટેવ ખૂબ જ ફાયદાકારક બને છે. જૂઠું બોલનારે સતત ચિંતામાં રહેવું પડે છે. કોની પાસે શું બોલ્યો હતો ? કોની પાસે શું બોલવાનું છે ? વગેરે અનેક પ્રકારની ગડમથલ જુઠાબોલા માણસમાં ચાલતી હોય છે. જયારે સાચાબોલો માણસ નિશ્ચિત હોય છે. કારણ કે એની વાતમાં કોઇ ફરક નથી આવતો, ક્યારે શું બોલ્યો હતો ? એવું કાંઇ યાદ રાખવાની તેને જરૂર નથી પડતી.
અત્યારના અસત્યમય વાતાવરણમાં સત્ય બોલવાની વાત, ઘણાને જો કે ‘આઉટ ઓફ ડેટ' થઇ ગઇ એમ લાગે છતાં જે કોઈ સત્ય બોલશે તેને અવશ્ય ફાયદો થશે. કારણ કે સત્ય સનાતન છે, એ નિત્યનવીન છે, એ કદી ‘આઉટ ઓફ ડેટ' થઇ શકે નહિ. લોકો ભલે ગમે તે માનતા થાય, પણ મૂળભૂત સિદ્ધાંત એના એ જ રહે છે.
આજે પણ સાચાબોલા માણસને દુનિયા પસંદ કરે છે. તમને કયો માણસ પસંદ પડે ? સાચો માણસ કે જૂઠો માણસ ? જૂઠું બોલીને તમને કોઇ બનાવી જાય તે તમને ગમશે ? જેમ તમને જૂઠો માણસ નથી ગમતો, તેમ બીજાઓને પણ નથી ગમતો, એટલે આજે પણ સત્ય તરફ લોકોને પસંદગી છે અને ભવિષ્યમાં પણ રહેવાની છે.
બોલતી વખતે ત્રીજી વાત યાદ રાખવાની છે : પ્રિયમ્ ! શું સાચું હોય તે બધું કહી દેવાનું ? ઘણા માણસો એવી ડીંગ હાંક્ય રાખે છે કે, અમે તો સાચાને સાચું કહેવામાં માનીએ, મોઢામોઢ કહી દઇએ. સામાને ખોટું લાગે, તો બે રોટલી વધુ ખાય. આપણે
ઉપદેશધારા * ૧૫૦
ઉપદેશધારા * ૧૫૧