________________
૨૮. દ્રશ્ય ભવ'તિકોષા: | “સંસારના દોષોનું દર્શન કરવું
શ૩૩)
જ્યાં સુધી સંસાર રળિયામણો લાગે ત્યાં સુધી તેમાંથી છૂટવાની ઇચ્છા ન થઇ શકે તે સ્વાભાવિક છે. જેલને જ મહેલ માનવામાં આવે, બેડીને જ આભૂષણ માનવામાં આવે ત્યારે તેનો ત્યાગ શી રીતે થઇ શકે?
સંસાર સારો લાગે ત્યાં સુધી મોક્ષની ઇચ્છા પ્રગટી શકે નહિ.
ઉપાધ્યાયજી મહારાજ કહે છે : આ સંસાર ભયંકર સમુદ્ર છે. જયાં વિષયના પર્વત પરથી મોટા-મોટા પત્થરાઓ ગબડી રહ્યા છે, એક બાજુએ કામનો વડવાનલ સળગી રહ્યો છે તો બીજી બાજુએ વિકૃતિનદીના સંગમસ્થળે ક્રોધનો ભયંકર ચક્રાવર્ત ઘૂમરી લઈ રહ્યો છે !
આ સંસાર ભયંકર અગ્નિજવાળા છે ! કતલખાનું છે ! પિશાચ છે ! જંગલ છે ! જેલ છે ! સ્મશાન છે ! વિષવૃક્ષ છે ! કેટ-કેટલી ઉપમા આપીએ આ સંસારને ?
સંસારની વિચિત્રતા તો જુઓ ! ક્યાંક વિશાળ સામ્રાજ્ય છે ! તો ક્યાંક ધનનો અંશ પણ નહિ ! ક્યાંક વિશ્વવિખ્યાત યશ ! ક્યાંક યશોનો ‘ય’ પણ નહિ ! ક્યાંક રૂપાળું શરીર તો ક્યાંક કદરૂપી કાયા ! ક્યાંક હાસ્ય ! ક્યાંક ખેદ ! ક્યાંક રુદન ! ક્યાંક આનંદ ! ક્યાંક લગ્નના ગીતો ! ક્યાંક મરશિયા !
આવા સંસારથી નિર્વેદ ન થાય એ જ આશ્ચર્ય ! પણ ... જરા થોભો. સંસાર એટલે શું ?
સંસારથી કંટાળો આવવો એટલે શું ? ખરો સંસાર ક્યાં છે ?
ઇંટ-માટીના મકાનો કે બહાર દેખાતા પદાર્થો એ ખરો સંસાર નથી. ખરો સંસાર આપણી જ અંદર પડેલો છે. આપણું ચિત્ત જયારે વિષય-કષાય-ગ્રસ્ત બને ત્યારે તે સંસાર છે. જયારે વિષય-કષાયથી પર બને ત્યારે એ સ્વયં મોક્ષ છે.
‘ક્લશે વાસિત મન સંસાર, ફ્લેશ રહિત મન તે ભવપાર.'
એટલે કે મોક્ષ અને સંસાર બંનેય આપણી જ અંદર પડેલા છે. આપણી જ અંદર પડેલા સંસારને છેદવાનો છે ને આપણી જ અંદર પડેલા મોક્ષને પ્રગટાવવાનો છે.
મોક્ષ એટલે આપણી સ્વભાવદશા ! સંસાર એટલે આપણી વિભાવદશા !
વિભાવદશામાંથી સ્વભાવદશામાં લઈ જાય તેનું નામ ધર્મ ! જેમ જેમ આપણે સ્વભાવની નજીક આવતા જઇએ તેમ તેમ સમજવું : આપણે મોક્ષની નજીક જઇ રહ્યા છીએ.
વિભાવ દશાથી કંટાળો આવે તે જ નિર્વેદ ! એના વિના સ્વભાવમાં જવાનું મન નહિ થાય.
વિભાવદશાથી થતી હેરાનગતિઓનું પ્રતિદિન દર્શન કરવું એટલે જ સંસારના દોષોનું દર્શન કરવું !
વિભાવદશાના કારણે જ વારંવાર જન્મ-મરણના ચક્કરમાં ફસાવું પડે છે, અનિત્ય, અશરણ, સ્વાર્થમય, પાપમય અને અજ્ઞાનમય સંસારમાં આંટા-ફેરા કરવા પડે છે, અશુચિમય શરીરમાં રહેવું પડે છે.
વિભાવદશાના દોષો જોવાથી જ તેનાથી ભાગવાનું ને સ્વભાવ-દશા પ્રાપ્ત કરવાનું મન થાય.
ઉપદેશધારા * ૨૩૬
ઉપદેશધારા * ૨૩૭