________________
ધનપાલ તો જબ્બર મનોવિજ્ઞાની લાગે છે. આવા માણસોને અભયદાન જ મળવું જોઇએ. આવા નરરત્નને શી રીતે મારી શકાય ? આ તો મારી સભાનો શણગાર છે...
અને... રાજાએ કવિને અભયવચન આપ્યું.
પછી તો ધનપાલ પર રાજાનો આદર ખૂબ જ વધી ગયો. પછી તે કદી શિકાર વગેરે પરના તેના વાક્પ્રહારો સાંભળીને ગુસ્સે તો ન થતો, પણ રાજી થતો.
એક વાર ભોજરાજા શિકાર કરવા માટે જઇ રહ્યા હતા. ત્યારે ધનપાલે કહ્યું :
તમારું પરાક્રમ પાતાળમાં પેસી જાવ... આ તમારો દુર્બળ જીવો પર ભયંકર અન્યાય છે. તમે બળવાન થઇ હરણ જેવા દુર્બળ પ્રાણીઓનો સંહાર કરો છો ? એમાં તમારી બહાદુરી શી ? એના આજંદમાં તમે આનંદ શોધો છો ? એના મૃત્યુમાં તમે મહોત્સવ માણો છો ? હાય... હાય... ગજબ થઈ ગયો. જગતમાં ન્યાય જેવી કોઇ વસ્તુ રહી નથી...
"रसातलं यातु यदत्र पौरुषं, दुर्नीतिरेषा धरणीभृतानाम् । निहन्यते થર્ વનિના ઉદ દુર્વનો, હૃહીં ! મહાઈમરી ગર્વ નસ્ ”
મેરૂતુંગસૂરિજી મહારાજે નોંધ્યું છે કે આ શ્લોક સાંભળીને ભોજરાજાએ જીવનભર શિકારનો ત્યાગ કરી દીધો !
મનોભાવવત્તા ધનપાલ... ભોજરાજા બહુ જ વિદ્યારસિક રાજા હતો. તેના જેવા વિઘારસિક રાજાઓ ઇતિહાસમાં બહુ જ ઓછા થયા છે. તે સ્વયં વિદ્વાન હતો અને વિદ્વાનોને પોષનારો પણ હતો. કવિઓને મોં માગ્યું દાન આપવું એ તેનો સ્વભાવ હતો. ભોજરાજાએ બીજા કવિઓ તો ઘણા જોયા હતા, પણ ધનપાલ જેવો કોઇ કવિ જોયો
ન્હોતો. કારણ કે ધનપાલ સામી વ્યક્તિના મનોભાવ તરત જ કળી જતો હતો. આવી શક્તિ બીજે ભાગ્યે જ જોવા મળતી,
ધારાનગરીમાં ભોજરાજાએ એક “સરસ્વતી કંઠાભરણ' નામનો સુંદર મહેલ બંધાવ્યો હતો. તેના દરવાજા પર રતિ સાથેની કામદેવની મૂર્તિ મૂકાવી હતી. તેની પ્રશસ્તિ કવિ ધનપાલ પાસેથી લખાવી હતી..
એક વખતે એ સરસ્વતી મહેલમાં રાજા આરામથી બેઠો હતો. કવિ ધનપાલ પણ પાસે જ હતો. રાજાને આજે એક તુક્કો સૂઝયો :
આ ચાલાક ધનપાલ દરરોજ મને જીતી જાય છે. આજે તો એવું કરું કે ધનપાલ જૂઠો જ પડે. એને કલ્પના જ ન આવે એવું કાંઇક કરું.
રાજાએ ધનપાલને પૂછ્યું : બોલો કવિરાજ ! આજે હું આ સરસ્વતી-મહેલના કયા દરવાજેથી બહાર નીકળીશ ?
રાજાના મનમાં એમ કે એ કોઇ એક દિશાનો દરવાજો જ બતાવશે ને ? પણ મારે કોઇ દરવાજામાંથી બહાર નીકળવું જ નથી ને ? હું તો કોઇક નવો જ માર્ગ બનાવીશ અને ત્યાંથી બહાર નીકળીશ.
પણ ધનપાલ ક્યાં કાચી માટીનો હતો ? એના પર સરસ્વતીના ચાર હાથ હતો. તેણે તરત જ ભોજપત્રના ટુકડા પર કાંઇક લખીને એક દાબડામાં મૂકાવીને રાજાના અંગરક્ષકોને એ દાબડો સોંપી દીધો.
તરંગી રાજાએ ધનપાલને જૂઠો પાડવા સુંદર સરસ્વતી મહેલની છત તોડાવી અને ત્યાંથી તે બહાર નીકળ્યો.
રાજા અભિમાનથી ફૂલાવા લાગ્યો :
આજે તો ધનપાલની બરાબર રેવડી થશે ! એ બંદાને ક્યાંથી ખબર કે હું કોઈ દરવાજાથી નહિ પણ છતમાંથી બહાર નીકળવાનો છું. જો આજે ધનપાલ સાચો પડે તો જ હું માનું કે એ ‘સિદ્ધ સારસ્વત’ છે.
બજે મધુર બંસરી * ૩૫૬
બજે મધુર બંસરી * ૩૫૭