Book Title: Updesh Dhara
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shantijin Aradhak Mandal Manfara

View full book text
Previous | Next

Page 210
________________ પ્રતિબોધક આચાર્યશ્રી હીરવિજયસૂરિજીએ તો કમાલ કરી નાખી. તેમના યુગમાં તપાગચ્છનો સૂર્ય અપૂર્વ તેજે ઝગારા મારી રહ્યો હતો. દુર્ભાગ્યે એમના અવસાન પછી થોડા જ વર્ષોમાં ફાટફૂટ પડવા માંડી અને વિવાદો વધવા લાગ્યા. જો કે ધાર્મિક ચર્ચાઓ થવી, વાદો થવા, એ પણ એક જીવંતતાનું પ્રતિક છે. જયાં આવી ચર્ચાઓ કે વાદો થતા નથી તે એકતા ઘેંટાની એકતા બની જાય છે ને તે શાંતિ સ્મશાનની શાંતિ બની જાય છે. પણ જ્યારે ચર્ચાઓમાં ‘અહં મમ' ઘૂસી જાય છે, ત્યારે ભય વધી જાય છે. આટલા બધા વિવાદો અને ચર્ચાઓનું અસ્તિત્વ હોવા છતાં તપાગચ્છ આજે પણ અદ્વિતીય છે એની કોણ ના કહી શકે તેમ છે ? ૨૪) જહાંગીર સાથે જૈનોનો ઘરોબો આ ચીજો ધનથી મળતી નથી આંખ, મુખ, જ્ઞાન, નિરોગિતા, સત્સંગ, નિદ્રા, આધ્યાત્મિકશાંતિ, બુદ્ધિ, બળ. વિ.સં. ૧૬૪૯ની વાત છે. ત્યારે બાદશાહ અકબર તથા શાહજાદો જહાંગીર લાહોરમાં હતા. પૂજય ગુરુદેવની આજ્ઞાથી મહોપાધ્યાયશ્રી ભાનુચંદ્રજી પણ ત્યાં જ હતા. ત્યારે જહાંગીરની બેગમે એક કન્યાને જન્મ આપ્યો. તે મૂલ કે અશ્લેષા નક્ષત્રમાં જન્મી હોવાથી જોષીઓએ આગાહી કરી : આ કન્યા, વિષકન્યા થશે અને સમસ્ત રાજપરિવાર માટે આફતરૂપ પૂરવાર થશે. મૂલ નક્ષત્રના પ્રથમ ચરણમાં અને અશ્લેષા નક્ષત્રના અંતિમ ચરણમાં જન્મેલ બાળક કુળનો નાશ કરનાર બને છે. જોષીઓની આગાહી સાંભળી બાદશાહ કુટુંબમાં સન્નાટો છવાઇ ગયો. હવે શું કરવું? જોષીઓએ કહ્યું : હવે બીજું શું કરવાનું હોય ? કન્યાને મારી નાખો. - સૌ વિચારમાં પડી ગયા. તાજી જન્મેલી નિર્દોષ બાળાનેપોતાના જ સંતાનને મારવાનો જીવ તો કોનો ચાલે ? વાઘ પણ પોતાના સંતાનને ન મારે તો માણસ શી રીતે મારે ? આ બાજુ જો પીઓ કહે છે કે જો વિષકન્યા જીવતી રહેશે તો તમારા માટે ખતરનાક છે. બીજાના દોષ તરફ આંગળી ચીંધનાર ઓ અભાગી ! બાકીના ત્રણ આંગળીઓ તારી તરફ ઝૂકેલી છે, તે તું કેમ ભૂલી જાય છે ? બજે મધુર બંસરી + ૪૧૦ બજે મધુર બંસરી + ૪૧૧

Loading...

Page Navigation
1 ... 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234